2 ને જેથી, જે વાત મેં તમને પ્રગટ કીધી તેને જો તમે પકડી રાખો છો ને વિશ્વાસ અવર્થા કીધો નહિ હોય તો, તારણ પામો છો, તે સુવાર્ત્તા હું તમને જણાવું છું.

3 કેમકે જે મેં માની લીધું, તે મેં પ્રથમ તમને સોંપી દીધું, કે લેખો પ્રમાણે ખ્રીસ્ત આપણાં પાપને સારૂ મરણ પામ્યો;

4 ને લેખો પ્રમાણે તે દટાયો, ને ત્રીજે દહાડે ઉઠ્યો;

5 ને કેફાને, પછી બારોને તે દેખાયો.

6 ત્યાર પછી પાંચસેં કરતાં વધારે ભાઈઓને એકી વેળાએ તે દેખાયો; એઓમાંના ઘણા હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાએક ઉંઘી ગયા છે.

7 ત્યાર પછી તે યાકૂબને, પછી સર્વ પ્રેરિતોને દેખાયો.

8 અને સર્વથી છેલ્લે જેમ અકાળ જન્મેલાને તેમ મને પણ તે દેખાયો.

9 કેમકે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું, ને પ્રેરિત કહેવાવા યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કીધી.

10 પણ હું જે છું તે દેવની કૃપાથી છું; ને મારા પર તેની જે કૃપા તે અમથી થઇ ન હતી, પણ તેઓ સર્વ કરતાં મેં વધારે મેહેનત કીધી; મેં તો નહિ પણ દેવની જે કૃપા મારી સાથે છે તેણે.

11 તો હું કે તેઓ, એમ અમે વાત પ્રગટ કરીએ છીએ, ને એમ તમે વિશ્વાસ કર્યો.

12 પણ ખ્રીસ્ત મુએલાંઓમાંથી ઉઠ્યો છે એમ જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાએક કેમ કહે છે કે મુએલાઓનું ઉત્થાન નથી?

13 પણ જો મુએલાંઓનું ઉત્થાન નથી, તો ખ્રીસ્ત પણ ઉઠ્યો નથી;

14 ને જો ખ્રીસ્ત ઉઠ્યો નથી, તો અમારો ઉપદેશ વ્યર્થ, ને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે.

15 અને અમે દેવા જુઠા સાક્ષી કરીએ છીએ, કારણ કે અમે દેવ વિષે એવી સાક્ષી પુરી, કે તેણે ખ્રીસ્તને ઉઠાડ્યો, પણ જો મુએલાં ઉઠતાં નથી, તો તેણે તેને ઉઠાડ્યો નથી.

16 કેમકે જો મુએલાંઓનું ઉત્થાન નથી, તો ખ્રીસ્ત પણ ઉઠ્યો નથી.

17 પણ જો ખ્રીસ્ત ઉઠ્યો નથી, તો તમારો વિશ્વાસ નિષ્ફળ છે; હજી સુધી તમારા પાપમાં છો;

18 ને ખ્રીસ્તમાં જેઓ ઉંઘી ગએલાં તેઓ પણ નાશ પામ્યાં.

19 જો કેવળ આ જીવનમાં આપણી આશા ખ્રીસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે કરૂણાપાત્ર છીએ.

20 પણ હવે ખ્રીસ્ત મુએલાંઓમાંથી ઉઠ્યો છે, તે ઉંઘીગએલાંઓનું પ્રથમ ફળ થયો છે.

21 કેમકે માણસથી મરણ થયું, એ માટે માણસથી મુએલાંઓનું ઉત્થાન પણ થયું.

22 કેમકે જેમ આદમમાં સર્વ મારે છે, તેમ ખ્રીસ્તમાં સર્વ સજીવ કરાશે.

23 પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે, ખ્રીસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી તે આવશે ત્યારે જેઓ ખ્રીસ્તના તેઓ [સજીવ કરાશે].

24 જયારે તે દેવ બાપને રાજ્ય સોંપી દેશે, જયારે તે સઘળું ઘણીપણું તથા સઘળો અધિકાર તથા પરાક્રમ તોડશે ત્યારે અંત આવશે.

25 કેમકે તે પોતાના પગ તળે સર્વ શત્રુઓને પાડી નાખે, ત્યાં સુધી તેણે રાજ્ય કરવું જોઈએ.

26 જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.

27 કેમકે તેણે પોતાના પગ તળે સર્વ વસ્તુઓ આધીન કીધી; પણ જયારે તેણે કહ્યું કે, સર્વ આધીન કરાયાં છે, ત્યારે સર્વને સ્વાધીન કરનાર જૂદો છે, તે સાફ દેખાય છે.

28 પણ જયારે સર્વ તેને આધીન કરાશે, ત્યારે જેણે સર્વ તેને આધીન કીધાં છે, એને દીકરો પોતે પણ આધીન થશે, એ સારૂ કે દેવ સર્વમાં સર્વ થાય.

29 નહિ તો જેઓ મુએલાંઓને સારૂ બાપ્તિસ્મા પામ્યા, તેઓ શું કરશે? જો મુએલાં બિલકુલ ઉઠતાં નથી તો મુએલાંઓને વાસ્તે તેઓ શા સારૂ બાપ્તિસ્મા પામે છે?

30 અમે પણ ઘડી ધડી જોખમમાં શા સારૂ પડીએ છીએ?

31 ખ્રીસ્ત ઇસુ આપણા પ્રભુમાં તમારા વિષે મારો જે આનંદ તેના નિશ્ચયપણાથી કહું છું કે, હું રોજ રોજ મરૂં છું.

32 જો એફેસસમાં માણસની પેઠે હું શ્વાપદોની સામે લડ્યો, તો મને શો લાભ છે? જો મુએલાં ઉઠતાં નથી તો ખાઇએ તથા પીઈએ, કેમકે કાલે મરવાના છીએ.

33 ભુલો મા; દુષ્ટ સોબત સારા આચરણને બગાડે છે;

34 ન્યાયીપણાએ જાગતા થાઓ, ને પાપ ન કરો; કેમકે કેટલાએક દેવ વિષે અજ્ઞાની છે; તમને લજાવવા સારૂ તે હું કહું છું.

35 પણ કોઇ કહેશે કે મુએલાં શી રીતે ઉઠડાય છે? અને કેવા શરીરથી આવે છે?

36 ઓ નિર્બુદ્ધિ, તું જે વાવે છે તે જો મારે નહિ તો જીવાડાય પણ નહિ;

37 ને તું જે વાવે છે તે થવાનું શરીર નથી, પણ કેવળ દાણા વાવે છે, કદાપિ ઘઉં કે બીજા કોઈના.

38 અને દેવ પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, ને પ્રત્યેક બીને પોતપોતાનું શરીર.

39 સર્વ દેહ એકજ જાતના નથી; પણ માણસોનો દેહ જૂદો, પશુઓનો જૂદો, ને માછલાંઓનો જૂદો, ને પક્ષીઓનો જૂદો છે.

40 અને આકાશી શરીરો તથા પૃથ્વી પરનાં શરીરો છે; પણ આકાશીઓનો મહિમા જૂદો તથા પૃથ્વી પરનાંનો જૂદો.

41 સૂર્યનો મહિમા જૂદો, ને ચંદ્રનો મહિમા જૂદો, ને તારાઓનો મહિમા જૂદો, કેમકે મહિમાએ તારા તારામાં ફેર છે.

42 અને મુએલાંઓનું પુનરૂત્થાન પણ એવું છે; વિનાશમાં તે વવાય છે, અવિનાશમાં ઉઠડાય છે;

43 અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠડાય છે; અબળપણામાં વવાય છે, પરાક્રમમાં ઉઠડાય છે.

44 પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠડાય છે; જો પ્રાણી શરીર છે, તો આત્મિક શરીર પણ છે.

45 અને એમજ લખ્યું છે કે, પહેલો માણસ આદમ જીવતો પ્રાણી થયો, છેલ્લો આદમ જીવાડનાર આત્મા થયો.

46 પણ આત્મિક પહેલું ન હતું, પણ પ્રાણી; ને પછી આત્મિક.

47 પહેલો માણસ પૃથ્વીથી ધૂળનો છે, બીજો માણસ આકાશથી પ્રભુ છે.

48 જે ધૂળનો તે જેવો છે તેવા જેઓ ધૂળના તેઓ પણ છે; ને જે આકાશી તે જેવો છે તેવા જેઓ આકાશી તેઓ પણ છે.

49 અને જેમ ધૂળનાની પ્રતિમા ધરી છે, તેમ આકાશીની પ્રતિમા પણ ધરીશું.

50 હવે ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા રક્ત દેવના રાજ્યમાં વારસ થઇ શકતાં નથી; ને વિનાશપણું અવિનાશપણાનો વારસ થતું નથી.

51 જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઉંઘીશું નહિ, પણ એક ક્ષણમાં, એક પલકભરમાં, છેલ્લા રણશિંગડાના વાગતામાં સર્વ બદલાઇ જઈશું;

52 કેમકે રણશીંગડુવાગશે, ને મુએલાં અવિનાશી ઉઠડાશે, ને આપણે બદલાઈશું.

53 કેમકે આ વિનાશીને અવિનાશીપણું પહેરવું તથા આ મરનારને અમરપણું પહેરવું પડે છે.

54 અને જયારે આ વિનાશી અવિનાશીપણું પહેરશે, ને આ મરનાર અમરપણું પહેરશે, ત્યારે આ લખેલી વાત પુરી થશે કે, મરણ જયમાં ગળાઈ ગયું છે.

55 અરે મરણ, તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?

56 મરણનો ડંખ તો પાપ છે; ને પાપનું સામર્થ નિયમ છે;

57 પણ દેવ જે આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તને આસરે આપણને જય આપે છે, તેની સ્તુતિ થાઓ.

58 એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દૃઢ થાઓ, તથા પ્રભુના કામમાં સદા વધતા જાઓ, કેમકે તમે જાણો છો કે તમારૂં કામ પ્રભુમાં નિષ્ફળ નથી.