2 પણ વ્યભિચારના કારણથી પ્રત્યેક પુરૂષે પોતાની વહુ રાખવી, ને પ્રત્યેક બાયડીએ પોતાનો વાર રાખવો.

3 વરે વહુને જે યોગ્ય તે આપવું, ને એમજ વહુએ વરને પણ.

4 વહુને પોતાના શરીરનો અધિકાર નથી, પણ વરને છે;

5 એક બીજાથી જૂદાં ના થાઓ, પણ પ્રાર્થનાને સારૂ અવકાશ મળે કેવળ એ કારણ માટે થોડી વાર સુધી એક બીજાની સમ્મતિથી જુદાં રહેવાય. અને પછી એકઠાં થાઓ, રખે શેતાન તમારા અદમનને લીધે તમારી પરીક્ષા કરે.

6 આજ્ઞા દાખલ નહિ પણ રજા દાખલ એ હું કહું છું.

7 કેમકે મારી ઇચ્છા છે કે, સઘળાં માણસ મારા જેવાં હોય. પણ દેવથી પ્રત્યેકને પોતપોતાનું કૃપાદાન છે, એકને આમ, ને બીજાને તેમ.

8 પણ અણપરણેલાઓને તથા વિધવાઓને હું કહું છું કે, મારા જેવા રહે તો તેઓને ગુણકારી થાય.

9 પણ પોતાને કબજે રાખી ન શકે તો પરણે, કેમકે બળવા કરતાં પરણવું સારૂ છે.

10 પણ પરણેલાઓને હું આજ્ઞા કરૂં છું, હું તો નહિ, પ્રભુ કરે છે, કે વહુએ પોતાના વરથી જુદા થવું નહિ;

11 (પણ જો જુદી થાય તો પરણ્યા વિના રહેવું, અથવા વરની સાથે મેળાપ કરવો); ને વરે વહુને છોડવી નહિ.

12 અને બાકી રહેલાઓને પ્રભુ તો નહિ, પણ હું કહું છું કે, જો કોઇ ભાઇને અવિશ્વાસી વહુ હોય, ને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણે એને છોડવી નહિ;

13 ને કોઇ વહુને અવિશ્વાસી વર હોય,ને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણીએ એને છોડવો નહિ.

14 કેમકે અવિશ્વાસી વર વહુથી પવિત્ર કરાએલો છે, ને અવિશ્વાસી વહુ વરથી પવિત્ર કરાએલી છે; નહિ તો તમારા બાળક અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.

15 પણ જો અવિશ્વાસી માણસ જુદું થાય, તો જુદું થવા ડો; એવા પ્રસંગમાં ભાઇ કે બહેન બંધનમાં નથી; પણ દેવે આપણે શાંતિમાં તેડ્યા છે.

16 કેમકે, અરે વહુ, તું વરને તારીશ કે નહિ એ વિષે તું શું જાણે છે? અથવા, અરે વર, તું વહુને તારીશ કે નહિ એ વિષે તું શું જાણે છે?

17 કેવળ જેમ દેવે પ્રત્યેકને વહેંચી આપ્યું છે, જેમ પ્રભુએ પ્રત્યેકને તેડ્યું છે, તેમ તેણે ચાલવું; ને એમજ હું સર્વ મંડળીઓમાં ઠરાવું છું.

18 શું કોઇ સુનતી તેડાએલો છે? તો બેસુનતી ન થવું, શું કોઇ બેસુનતીમાં તેડાએલો છે? તો સુનતી થવું નહિ.

19 સુનત તો કંઈ નથી, ને બેસુનત કંઇ નથી, પણ દેવની અજ્ઞાનું પાલન તેજ [બધું છે].

20 પ્રત્યેક જે સ્થિતિમાં તેડાયો છે તેમાંજ તે રહે.

21 શું તું દાસ છતાં તેડાયો છે?તો એની ચિંતા ન કર; પણ જો મોકળા થવાને વગ મળે, તો તે કરી લે.

22 કેમકે પ્રભુથી તેડાએલો દાસ તે પ્રભુનો મોકળો કરાએલો; ને એમજ જે મોકળો છતાં તેડાએલો તે ખ્રીસ્તનો દાસ છે.

23 તમે મૂલ્યથી ખરીદાએલા હતા; માણસના દાસો ન થાઓ.

24 ભાઈઓ, જેમાં પ્રત્યેક તેડાયો તેમાં દેવની સાથે તેણે રહેવું.

25 હવે કુંવારીઓ વિષે મને પ્રભુથી આજ્ઞા નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું કૃપા પામ્યો, તેમ મત આપું છું.

26 તો મને એ ગુણકારી દીસે છે,એટલે હાલના સંકટમાં માણસને એમનેએમ રહેવું ગુણકારી છે.

27 શું વહુને તું બંધાએલો છે? તો છુટકાની ઇચ્છા ન કર. શું વહુથી છુટેલો છે? તો વહુની ઈચ્છા ન કર.

28 પણ જો તું પરણે, તો તું પાપ નથી કરતો; ને જો કુંવારી પરણે તો તે પાપ નથી કરતી; પણ એવાંઓને દેહમાં વિપત્તિ થશે; પણ હું તમારા પર દયા રાખું છું.

29 પણ ભાઈઓ, હું એ કહું છું કે કાળ થોડો છે; માટે હવેથી જેઓ પરણેલા તેઓ વગર પરણેલા જેવો થાય;

30 ને રડનારા ન રડનારા જેવા; ને હરખનારા ન હરખનારા જેવા; ને વેચાતું લેનારા ન રાખનારા જેવા થાય;

31 ને આ જગતના વહેવાર કરનારા એનો કુવહેવાર કરનારા જેવા ન થાય. કેમકે આ જગતનું ડોળ વિતી જાય છે.

32 પણ તમે નિશ્ચિંત થાઓ, એવી મારી ઈચ્છા છે. જે પરણેલો નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે, કે પ્રભુને કેમ પ્રસન્ન કરવો;

33 પણ પરણેલો જગતની વાતોની ચિંતા રાખે છે, કે વહુને કેમ પ્રસન્ન કરવી.

34 વહુ તથા કુંવારીમાં પણ ફેર છે. જે પરણેલી નથી તે પ્રભુની વાતોની ચિંતા રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરણેલી તે જગતની વાતોની ચિંતા રાખે છે, કે વરને કેમ પ્રસન્ન કરવો.

35 પણ તમારા પોતાના હિતને સારૂ હું તે કહું છું; તમને ફાંદામાં નાખવાને માટે નહિ, પણ એ સારૂ કે યોગ્ય રીતે [તમે ચાલો] તથા એક મનથી વગર અકળામણે તમે પ્રભુની સેવા કરો.

36 પણ જો કોઇ વિચારે, કે પોતે પોતાની કુંવારી [દીકરી] વિષે અયોગ્ય કરે છે, ને તે પુખ્ત ઉમરની થઇ હોય, ને અગત્ય એવી હોય, તો તે જે ઈચ્છે એવી કરે, તે પાપ કરતો નથી; એઓ પરણે.

37 પણ અગત્ય ન છતાં, જે પોતાના હૃદયમાં સ્થિર રહે છે, ને પોતાની ઈચ્છા પર અધિકાર રાખે છે, ને પોતાના હૃદયમાં એમ ઠરાવ્યું છે, કે હું પોતાની કુંવારી એવીજ રાખીશ, તે સારૂ કરે છે.

38 ત્યરે જે તેણે પરણાવે છે તે સારૂ કરે છે, ને જે તેને પરણાવતો નથી તે વધારે સારૂ કરે છે.

39 વહુ જ્યાં સુધી તેનો વર જીવે છે,ત્યાં સુધી નિયમથી બંધાએલી છે; પણ જો તેનો વર મરી ગયો હોય, તો જેને તે ઇચ્છે, તેને પરણવાને તે છૂટી છે, પણ કેવળ પ્રભુના લોકમાં.

40 પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધતી કુશળ રહેશે; ને મને પણ દેવનો આત્મા છે, એમ હું ધારૂં છે.