2 અને શમૂએલે કહ્યું, મારાથી કેમ કરીને જવાય? જો શાઉલ સાંભળશે તો મને મારી નાખશે. અને યહોવાહે કહ્યું, તારી સાથે એક વાછરડી લે, ને યહોવાહને યજ્ઞ ચઢાવવા સારૂ હું આવ્યો છું એમ કહેજે.
3 અને તે યજ્ઞમાં યિશાઈને બોલાવજે, ને તારે શું કરવું એ હું તને બતાવીશ;ને હું જેનો નામ તને કહીશ તેનો મારે સારૂ અભિષેક કરજે.
4 અને યહોવાહે જે કહ્યું હતું તે કરીને શમૂએલ બેથલેહેમ આવ્યો; ને નગરના વડીલો તેને મળવા ધ્રુજતા ધ્રુજતા આવ્યા, ને કહ્યું, શું તું સલાહશાંતિસહિત આવ્યો છે?
5 ને તેણે કહ્યું કે, સલાહશાંતિસહિત; હું યહોવાને યજ્ઞાર્પણ ચઢાવવાને આવ્યો છું; તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞકાર્યમાં આવો. અને તેણે યિશાઈ તથા દીકરાઓને પાવન કરીને તેઓને યજ્ઞકાર્યમાં બોલાવ્યા.
6 અને તેઓ આવ્યા એટલે એમ થયું કે, અલીઆબને જોઇને તેણે કહ્યું, નિશ્ચે યહોવાહનો અભિષિક્ત તેની સમ્મુખ છે.
7 પણ યહોવાહે શમૂએલ્ને કહ્યું કે, તેના મ્હો તરફ તથા તેના શરીરની ઉંચાઈ તરફ ન જો; કેમકે મેં એને નાપસંદ કીધો છે; કારણ કે જેમ માણસ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.
8 પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો, ને તેને શમૂએલ આગળ થઈને ચાલ્યો; ને તેણે કહ્યું કે, યહોવાહે એને પણ પસંદ કીધો નથી.
9 તે પછી યિશાઈએ શામ્માહને ત્યાં આગળ થઈને ચલાવ્યો; ને તેણે કહ્યું કે, યહોવાહે એને પણ પસંદ કીધો નથી.
10 અને યિશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને શમૂએલ આગળ થઈને ચલાવ્યા. અને શમૂએલે યિશાઈને કહ્યું, એઓને યહોવાહે પસંદ કીધો નથી.
11 અને શમૂએલે યિશાઈને કહ્યું, તારા સર્વ દીકરાઓ શું અહીં છે? ને તેણે કહ્યું, નાનો હજી બાકી રહ્યો છે, ને જો, તે ઘેટા સંભાળે છે.. અને શમૂએલે યિશાઈને કહ્યું, માણસ મોકલીને તેને બોલાવી મંગાવ, કેમકે તે અહીં આવશે ત્યાં સુધી અમે નીચે નહિ બેસીએ.
12 અને તેણે માણસ મોકલીને તેને તેડી મંગાવ્યો હવે તે લાલચોળ તથા સુંદર ચેહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો. અને યહોવાહે કહ્યું કે, ઉઠીને એનો અભિષેક કર, કેમકે એજ તે છે.
13 ત્યારે શમૂએલે તેલનું શિંગ લઈને તેના ભાઇઓની વચમાં તેનો અભિષેક કીધો; અને તે દિવસથી માંડીને યહોવાહનો આત્મા દાઉદ ઉપર પરાક્રમ સહિત આવ્યો અને શમૂએલ ઉઠીને રામાહમાં ગયો.
14 હવે યહોવાહનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો, અને યહોવાહની તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો.
15 અને શાઉલના દાસોએ તેને કહ્યું કે, જો, દેવ તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે.
16 અમારા સ્વામીએ પોતાના હુજુરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે, વીણા વગાડનાર એક પ્રવીણ માણસને શોધી કાઢો, ને જયારે દુષ્ટ આત્મા દેવ તરફથી તારા ઉપર આવશે ત્યારે એમ થશે કે, તે પોતાના હાથથી વગાડશે ને તું સારો થશે.
17 અને શાઉલે પોતાના દાસોને કહ્યું કે, એક સારો બજવૈયો મારે સારૂ ઉભો કરીને તેને મારી પાસે લાવો.
18 ત્યરે જુવાનોમાંથી એકે એવો ઉત્તર આપ્યો કે, જો, યિશાઈ બેથલેહેમીનો દીકરો મેં જોયો છે, કે જે વગાડવામાં કુશળ, ને પરાક્રમી યોદ્ધા તથા લડવૈયો, તથા બોલવે શાણો, તથા ફૂટડો છે, ને યહોવાહ તેની સાથે છે.
19 અને શાઉલે યિશાઈ પાસે સંદેશીઆ મોકલીને કહેવડાવ્યું કે, તારો દીકરો દાઉદ જે ઘેટાંની સાથે છે તેને મારી પાસે મોકલ.
20 અને યિશાઈએ રોટલી, તથા દ્રાક્ષરસની એક કુડી, તથા બકરાનું એક બચ્ચું, એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની મારફતે શાઉલને સારૂ મોકલાવ્યાં.
21 અને દાઉદ શાઉલ પાસે આવ્યો, ને તેની સમ્મુખ ઉભો રહ્યો; ને તેને તેના પર ઘણી પ્રીતિ ઉપજી; ને તે તેનો શસ્ત્રધાર થયો.
22 અને શાઉલે યિશાઈ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું કે, દાઉદને મારી હજુરમાં ઉભો રહેનાર થવા દે, કેમકે મારી દૃષ્ટિમાં તે કૃપા પામ્યો છે.
23 અને દેવ તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે, દાઉદ વીણા લઈને પોતાની હાથથી વગાડતો; તેથી શાઉલ સાજો તાજો થઇ જતો, ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.