1 અને દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ હતો; ને દાઉદે યહોવાહનું મુખ શોધ્યું; ને યહોવાહે કહ્યું કે, એ શૌલ તથા તેના ખૂની ઘરને લીધે, કેમકે તેણે ગિબઓનીઓને મારી નાખ્યા હતા.
2 અને રાજાએ ગિબઓનીઓને બોલાવીને તેઓને કહ્યું, ગિબઓનીઓ તો ઇસ્રાએલનહિ, પણ અમોરીઓના બાકી રહેલાઓમાંના હતા; ને ઇસ્રાએલપુત્રોએ તેઓની સાથે સમ ખાધેલા હતા; ને શુલ ઇસ્રાએલપુત્રો તથા યહુદાહની તરફ પોતાના આવેશને લીધે તેઓને મારી નાખવાની પેરવીમાં રહેતો;
3 ને દાઉદે ગિબઓનીઓને કહ્યું કે, હું તમારે સારૂ શું કરૂં? ને હું શાથી પ્રાયશ્ચિત કરૂં કે તમે યહોવાહના વતનને આશીર્વાદ દો?
4 ને ગિબઓનીઓએ તેને કહ્યું કે, અમારે શાઉલ કે તેના ઘરની સાથે સોના કે રૂપાનો વાંધો નથી; તેમ અમારે ઇસ્રાએલમાંથી કોઈને મારી નાખવું નથી; ને તેણે કહ્યું કે, તમે જે કહેશો તે હું તમારે સારૂ કરીશ.
5 અને તેઓએ રાજાને કહ્યું કે, જે માણસ મને ખાઇ નાખતો હતો, તથા ઇસ્રાએલની સર્વ સીમાઓમાંથી અમારો નાશ થઈને અમે લોપ થઈએ, એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ રચતો હતો;
6 તેના દીકરાઓમાંથી સાત માણસો અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે યહોવાહથી પસંદ કરાએલા શાઉલના ગિબઆહ મધ્યે અમે તેઓને યહોવાહ આગળ ફાંસી દઈશું. અને રાજાએ કહ્યું, હું તેઓને સ્વાધીન કરીશ.
7 પણ શાઉલના દીકરા યોનાથાન તથા દાઉદની વચ્ચે યહોવાહના સમ હતા, તેને લીધે રાજાએ શૌલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથને બચાવ્યો.
8 પણ શાઉલના જે બે દીકરા, નામે આર્મોની તથા મફીબોશેથ, આયાહની દીકરી રિસ્પાહને પેટે થયા હતા તેઓને, તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દીકરા આદ્રીએલના પાંચ દીકરાઓ શાઉલની દીકરી મીખાલને પેટે થયા હતા;
9 તેઓને રાજાએ લઈને ગિબઓનીઓના હાથમાં સોંપ્યાં; ને તેઓએ તેમને પર્વત ઉપર યહોવાહ આગળ ફાંસીએ દીધા, ને તે સાતે જણ સાથે માર્યા ગયા; ને કાપણીની ઋતુના પહેલાં દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભથી તેઓ મારી નંખાયા.
10 અને આયાહની દીકરી રિસ્પાહે તાટ લઈને, કાપણીના આરંભથી તે લોક ઉપર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી, પોતાને માટે ખડક ઉપર તે પાથર્યું, ને તેણીએ દિવસે વાયુચર પક્ષીઓને, તથા રાત્રે વનચર પશુઓને તેમના પર ઉતરવા દીધા નહિ.
11 અને આયાહની દીકરી રિસ્પાહે, એટલે શાઉલની ઉપપત્નીએ, જે કર્યું હતું, તેની ખબર દાઉદને મળી.
12 અને દાઉદે જઈને શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ-ગિલઆદના માણસો પાસેથી લીધાં; તેઓ તેમને બેથશાનના ચકલામાંથી ચોરી લાવ્યા હતા; જે દિવસે પલિસ્તીઓએ ગિલ્બોઆમાં શાઉલને મારી નાખ્યો, તે દિવસે પલિસ્તીઓએ તેઓને ત્યાં ટાંગ્યા હત.
13 અને તેને ત્યાંથી શાઉલના હાડકાં, તથા તેના દીકરા યોનાથાનના હાડકાં મંગાવી લીધા; ને ફાંસીએ દીધેલાઓના હાડકાં તેઓએ એકઠાં કીધાં.
14 અને તેઓએ શાઉલના તથા તેના દીકરા યોનાથાનના હાડકાં, બિન્યામીન દેશના શેલાહ મધ્યે તેના બાપ કીશની કબરમાં દાટ્યા; ને રાજાની કીધેલી સઘળી આજ્ઞા પ્રમાણે તેઓએ કીધું; ને ત્યાર પછી દેવ દેશ પ્રત્યે પ્રસન્ન થયો.
15 અને પલિસ્તીઓએ ઇસ્રાએલ સાથે ફરીથી વિગ્રહ કીધો; ને દાઉદ તથા તેની સાથે તેના ચાકરો જઈને પલિસ્તીઓની સામે લડ્યા; ને દાઉદ નિર્ગત થઇ ગયો.
16 અને વીરપુત્રોમાંનો યિશ્બી-બનોબ, જેના ભાલાનું વજન પિત્તળનાં ત્રણસે શેકેલ હતું, ને જેણે નવી તરવાર કમરે બાંધી હતી, તેણે દાઉદને મારવાનો વિહાર કીધો.
17 પણ સારૂયાહના દીકરા અબીશાયે તેની વહારે ઘાઈને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો; ત્યારે દાઉદના માણસોએ તેને સમ ખાઈને કહ્યું કે, તારે ફરીથી અમારી સાથે લડાઈમાં ન નીકળી આવવું, રખેને તું ઇસ્રાએલનો દીવો હોલવી નાખે.
18 અને એ પછી એમ થયું કે, ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું; ત્યારે હુશાથી સિબ્બખાયે વીરપુત્રોમાંના સાફ્ને માર્યો.
19 અને ફરીથી ગોબ પાસે પલિસ્તીઓની જોડે યુદ્ધ થયું; ને બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલ્યાથ ગીત્તીએ માર્યો; તેના ભાલાનો દાંડો વણકરની તોર જેવું હતો.
20 અને ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક મોટો કાદવર માણસ હતો, કે જેના દરેક હાથને છ છ આંગળા તથા જેના દરેક પગને છ છ આંગળા, એકંદર ચોવીસ આંગળા હતાં; તે પણ વીરના પેટનો હતો.
21 અને તે પ્સ્રાએલનો તુચ્છકાર કરતો હતો, એવામાં દાઉદના ભાઇ શિમાયના દીકરા યોનાથાને તેને માર્યો.
22 એ ચારે જણે ગાથમાં વીરને પેટે જન્મ ધારણ કીધો હતો; ને તેઓ દાઉદના હાથથી તથા તેના ચાકરોને હાથથી માર્યા ગયા.