1 ત્યાર પછી ઇસ્રાએલના સર્વે કુળો દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા, ને તેઓએ કહ્યું કે, જો, અમે તારાં હાડકાના તથા તારા માંસના છીએ.
2 ગતકાળમાં જ્યારે શાઉલ અમારા પર રાજ્ય કરતો હતો, ત્યારે પણ ઇસ્રાએલને બહાર લઇ જનાર તથા માંહે લાવનાર તે તુંજ હતો; ને યહોવાહે તને કહ્યું હતું કે, તું મારા લોક ઇસ્રાએલને પાળશે, ને તું ઇસ્રાએલ પર અધિપતિ થશે.
3 તેથી ઇસ્રાએલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા, ને દાઉદ રાજાએ યહોવાહની આગળ હેબ્રોનમાં તેઓની સાથે કોલકરાર કર્યા, ને તેઓએ દાઉદને ઇસ્રાએલનો રાજા તરીકે અભિષિક્ત કીધો.
4 દાઉદ રાજ્ય કરવા લાગ્યો ત્યારે તે ત્રીસ વર્ષની વયનો હતો, ને તેણે ચાળીસ વર્ષ રાજ્ય કર્યું.
5 હેબ્રોનમાં તેણે યહુદાહ પર સાત વર્ષ ને છ માંસ રાજ્ય કર્યું; ને યરૂશાલેમમાં તેણે સર્વ ઇસ્રાએલ પર તથા યહુદાહ પર તેત્રીસ વર્ષ રાજ્ય કર્યું.
6 અને રાજા તથા તે માણસોએ તે દેશના રહેવાસી યબૂસીઓની સામે યરૂશાલેમ પર ચઢાઈ કરી. અને દાઉદ અહીં પેસી શકવાનો નથી એમ ધારીને તેઓએ દાઉદને કહ્યું કે, તું અહીં પેસી શકવાનો નથી, કેમકે આંધળા તથા લંગડાઓ પણ તને હાંકી કાઢશે.
7 તો પણ દાઉદે સિયોનનો કિલ્લો લીધો; તેજ દાઉદનું નગર છે.
8 અને તે દિવસે દાદુડે કહ્યું કે, જે કોઇ યબૂસીઓને મારે, તે પાણીના નાળાએ થઈને ઉપર ચઢી જાય, ને આ આંધળા તથા લંગડા કે જેઓનો દ્વેષ દાઉદનું અંતઃકરણ કરે છે, તેઓને મારે. માટે કહેવત ચાલે છે કે, ત્યાં આંધળા તથા લંગડા છે, માટે તે ઘરમાં પેસી શકતો નથી.
9 અને દાઉદ તે કિલ્લામાં રહ્યો, ને તેણે તેનું નામ દાઉદનું નગર પાડ્યું. અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગ્યામાં ઇમારતો ઉઠાવી.
10 અને દાઉદ અધિકાધિક મોટો થતો ગયો, કેમકે સૈન્યોનો દેવ યહોવાહ તેની સાથે હતો.
11 અને સૂરના રાજા હીરામે હલકારાઓ સાથે એરેજવૃક્ષો તથા સુથારો તથા સલાટો દૌદ્નીપાસે મોકલ્યા;ને તેઓએ દાઉદને સારૂ ઘર બાંધ્યું.
12 અને દાઉદે જાણ્યું કે યહોવાહે મને ઇસ્રાએલ પર રાજા તરીકે સ્થાપિત કીધોચે, ને તેણે મારૂં રાજ્ય પોતાના લોક ઇસ્રાએલને સારૂ કીર્તિવાન કીધું છે.
13 અને દાઉદે હેબ્રોનથી આવ્યા પછી બીજી ઉપપત્નીઓ, તથા સ્ત્રીઓ યરૂશાલેમમાં કીધી; બે દાઉદને હજી બીજા દીકરા તથ્હા દીકરીઓ થયાં.
14 અંને તેને યારૂશાલેમમાં થયા તેઓનાં નામ, શામ્મૂઆ, તથા શોબાબ, તથા નાથાન, તથા સુલેમાન,
15 તથા યિબ્હાર, તથા અલીશૂઆ; ને નેફેગ તથા યાફીઆ;
16 ને અલીશામા, તથા એલ્યાદા, તથા અલીફેલેટ, એ હતાં.
17 અને પલિસ્તીઓએ સાંભળ્યું કે, તેઓએ દાઉદને ઇસ્રાએલના રાજા તરીકે અભિષિક્ત કીધો છે, ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા સારૂ ચઢી આવ્યા; ને દાઉદ એ સાંભળીને કિલ્લામાં ઉતરી પડ્યો.
18 હવે પલિસ્તી આવીને રફાઈમના નીચાણમાં પસર્યા હતા.
19 અને દાઉદે યહોવાહની સલાહ પુછતા કહ્યું, શુહું પલિસ્તીઓ ઉપર ચઢાઈ કરૂં? શું તું તેઓને મારા હાથમાં સોંપશે? ને યહોવાહે દાઉદને કહ્યું કે, ચઢાઈ કર, કેમકે હું નિશ્ચે પલિસ્તીઓને તારા હાથમાં સોંપીશ.
20 અને દાઉદે બઆલ-પરાસીમમાં આવ્યો, ને ત્યાં દાઉદે તેઓને પરાજિત કીધા; ને તેણે કહ્યું કે, જેમ પાણી ઘસી નિકળે તેમ યહોવાહ મારી આગળ મારા શત્રુઓ પર ઘસી પડ્યો છે. એ માટે તેણે તે ઠેકાણાંનું નામ બઆલ-પરાસીમ પાડ્યું.
21 અને તેઓએ પોતાની મૂર્તિઓ ત્યાં પડતી મુકી, ને દાઉદ તથા તેના માણસો તેઓને લઇ ગયા.
22 અને પલિસ્તીઓ ફરીથી પાછા આવ્યા; ને રફાઈમના નીચાણમાં પસર્યા.
23 અને દાઉદે યહોવાહની સલાહ પુછી, ત્યારે તેણે કહ્યું કે, તું ચઢાઈ કરીશ મા; પણ ચક્કર ખાઈને તેમની પૂઠ પાછળ જઈને સેંતુવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર.
24 જયારે સેંતુવૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ સંભળાય ત્યારે એમ થાય કે, તમારે પગ ચલાવવા, કેમકે ત્યારે યહોવાહ પલિસ્તીઓનું સૈન્ય મારવાને તારી આગળ ચાલતો થયો છે.
25 અને જિમ યહોવાહે તેને આજ્ઞા કીધી હતી, તેમ દાઉદે કીધું; ને તેણે ગેબથી ગેઝેર સુધી પલિસ્તીઓને માર્યા.