1 એ માટે તમે પ્રિય બાળકોની પેઠે દેવને અનુસરનારા થાઓ;

2 ને પ્રેમમાં ચાલો, જેમ ખ્રીસ્તે પણ આપણા પર પ્રીતિ કીધી, ને દેવની આગળ સુગંધના વાસને અર્થે, આપણે વાસ્તે અર્પણ તથા યજ્ઞ થવાને પોતાને આપ્યો તેમ.

3 પણ વ્યભિચાર તથા સર્વ અશુદ્ધતા અથવા દ્રવ્યલોભ, એઓનાં નામ તમારે કદી ન લેવાં, એમજ પવિત્રોને શોભે છે;

4 ને નિર્લજ્જ તથા મૂર્ખ વાત અથવા ઠઠ્ઠા જેઓ ઘટતાં નથી [તેઓ ન થાય]; પણ તે કરતાં ઉપકારસ્તુતિ થાય.

5 કેમકે તમે સારી પેઠે જાણો છો કે, વ્યભિચારી અથવા અશુદ્ધ અથવા દ્રવ્યલોભી જે મૂર્તિભક્ત, એઓને ખ્રીસ્તના તથા દેવના રાજ્યમાં વારસો નથી.

6 તને કોઈની અવર્થા વાતોથી ભૂલ ન ખાઓ, કેમકે તે કામોથી દેવનો કોપ આજ્ઞાભંજનના દીકરા પર આવે છે.

7 એ માટે તમે તેઓની સાથે ભાગિયા ન થાઓ.

8 કેમકે તને પહેલાં અંધકાર હતા પણ હવે પ્રભુમાં અજવાળું છો, અજવાળાના દીકરાઓની પેઠે ચાલો.

9 (કેમકે અજવાળાનું ફળ સર્વ સારાપણામાં તથા ન્યયીપણામાં તથા ખરાપણામાં છે.)

10 પ્રભુને સંતોષકારક શું છે, તે પારખી લો.

11 અને અંધકારનાં નિષ્ફળ કામોના સંગતીઓ ન થાઓ; પણ તે કરતાં તેઓને વખોડો.

12 કેમકે તેઓના ગુપ્તમાં કરેલાં જે કામો, તે કહેતાં પણ લાજ લાગે છે.

13 જે સર્વ વખોડાએલું, તે અજવાળાથી પ્રગટ થાય છે; કેમકે જે પ્રગટ કરાએલું, તે અજવાળું છે.

14 માટે તે કહે છે, કે, ઉંઘનાર, જાગ, ને મુએલાંમાંથી ઉઠ, ને ખ્રીસ્ત તને પ્રકાશ આપશે.

15 તો સંભાળો કે તમે ચોકસાઈથી, નીર્બુદ્ધની પેઠે નહિ પણ બુદ્ધિવંતોની પેઠે, ચાલો;

16 સમય ખંડી લો, કાંજે દહાડા ભુંડા છે.

17 એ માટે તમે અણસમજુક ન થાઓ, પણ દેવની ઈચ્છા શી છે તે સમજો.

18 દ્રાક્ષરસથી મસ્ત ન થાઓ, એમાં કુચાલ છે; પણ આત્માથી ભરપૂર થાઓ.

19 ગીતોએ, સ્તોત્રોએ તથા આત્મિક ગાનોએ એક બીજાની સાથે બોલતાં તમારાં હૃદયોમાં પ્રભુને ગાયનો તથા ગીતો ગાઓ;

20 આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તના નામે, દેવ બાપની ઉપકારસ્તુતિ સઘળાને સારૂ નિત્ય કરજો.

21 દેવના ભયે એક બીજાને આધીન થાઓ.

22 વહુઓ, જેમ પ્રભુને તેમ પોતાના વરોને, તમે આધીન થાઓ;

23 કેમકે વાર વહુનું શિર છે, જેમ ખ્રીસ્ત મંડળીનું શિર છે તેમ; ને તે શરીરનો ત્રાતા છે.

24 અમે જેમ મંડળી ખ્રીસ્તને આધીન છે, તેમ વહુઓએ સર્વમાં પોતાના વરોને [આધીન] થવું.

25 વરો, તમે પોતાની વહુઓ પર પ્રેમ કરો, જેમ ખ્રીસ્તે પણ પોતાની મંડળી પર પ્રીતિ કીધી, ને તેને વાસ્તે પોતાને સોંપ્યો તેમ,

26 એ સારૂ કે વાતથી પાણીને સ્નાને શુદ્ધ કરીને, તે એને પવિત્ર કરે,

27 એ સારૂ કે તેણે પોતાની પાસે મહિમાવંતી રાખે, એટલે એવી મંડળી કે જેને ડાઘ કે કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય.

28 એમજ વારોએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની વહુઓ પર પ્રેમ કરવો; જે પોતાની વહુ પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે;

29 કેમકે કોઈ માણસે પોતાના દેહનો દ્વેષ કદી કીધો નહિ; પણ તેનું પાળણ તથા પોષણ કરે છે; જેમ પ્રભુ પણ મંડળીનું [કરે છે] તેમ.

30 કેમકે આપણે તેના શરીરમાં અવયવો છીએ.

31 એ માટે માણસ પોતાના માબાપને મુકશે ને પોતાની વહુની સાથે જોડાશે, ને તે બંને એક દેહ થશે.

32 આ મોટો ભેદ છે; પણ હું ખ્રીસ્ત તથા મંડળીની સંબંધી બોલું છું.

33 પરંતુ તમે પણ એમ કરો કે, હરેક જેમ પોતા પર તેમ પોતાની વહુ પર પ્રેમ કરે; ને વહુ પોતાના વરની મર્યાદા રાખે.