1 પછી દેવે એ સર્વ વચનો ઉચ્ચારતા કહ્યું કે,

2 “હું તમાંરો દેવ યહોવા છું, જે તમને મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ હતાં ત્યાંથી બહાર લઈ આવ્યો હતો. તેથી તમાંરે આ આદેશો માંનવા પડશે:

3 “માંરા સિવાય તમાંરે બીજા કોઈ દેવોની પૂજા કરવી નહિ.

4 “તમાંરે આકાશમાંથી કે પૃથ્વી ઉપરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમાં બનાવવી નહિ.

5 તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.

6 પરંતુ માંરા પર પ્રીતિ રાખનાર અને માંરી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવનાર છું.

7 “તમાંરે માંરું એટલે તમાંરા દેવ યહોવાના નામનો દુરુપયોગ ન કરવો, કારણ કે તે માંણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ માંરા નામનો દુરુપયોગ કરે છે તેને સજા કર્યા વિના હું રહેતો નથી.

8 “વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો.

9 છ દિવસ તમાંરે તમાંરાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમાંરા દેવ યહોવાનો છે.

10 તેથી તે દિવસે તમાંરે કે તમાંરા પુત્રોએ કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ-દાસીઓએ કે તમાંરાં ઢોરઢાંખરો કે તમાંરા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,

11 છ દિવસમાં યહોવાએ આકાશ તથાપૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમાંમ વસ્તુઓ બનાવી હતી અને સાતમે દિવસે વિશ્રામ કર્યો હતો, તેથી યહોવાએ વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.

12 “તમાંરા માંતાપિતાનું સન્માંન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.

13 “તમાંરે ખૂન કરવું નહિ.

14 “તમાંરે વ્યભિચાર કરવો નહિ.

15 “તમાંરે ચોરી કરવી નહિ.

16 “તમાંરે પડોશી કે માંનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પુરવી નહિ.

17 “તમાંરા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમાંરા પડોશીની પત્ની, કે તેના દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તમાંરા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા રાખવી નહિ.”

18 બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ઘુમાંડો જોઈને ભયભીત થઈને થરથર ઘ્રૂજતાં દૂર જ ઊભા રહ્યા.

19 પછી તેઓએ મૂસાને કહ્યું, “અમાંરી સાથે તમે જ બોલો, તો અમે સાંભળીશું, પણ દેવ અમાંરી સાથે ન બોલે. નહિ તો અમે બધા મરી જઈશું.”

20 એટલે મૂસાએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે દેવ તો તમાંરી કસોટી કરવા આવ્યા છે, જેથી તમે બધા ગભરાતા રહો અને પાપ ન કરો.”

21 પરંતુ લોકો તો તેમ છતાં દૂર જ ઊભા રહ્યાં, ને મૂસા ઘનઘોર વાદળ નજીક જયાં દેવ હતા ત્યાં ગયો.

22 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું ઇસ્રાએલના લોકોને એ પ્રમાંણે કહે કે, મેં તમાંરી સાથે આકાશમાંથી વાત કરી છે એ તમે જાતે જોયું છે.

23 તેથી માંરી આગળ તમાંરે કોઈ સોનાચાંદીની મૂર્તિઓ ન બનાવવી. તમાંરે આ ખોટા દેવો બનાવવા નહિ.

24 “માંરા માંટે તમે લોકો એક માંટીની વેદી બનાવજો, અને તેના પર તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરોમાંથી મને દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. અને જે સર્વ જગાએ હું માંરું નામ સ્થાપીશ, ત્યાં હું તમાંરી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.

25 જો તમે માંરા માંટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની ન કરાવશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય.

26 તેમ જ તમાંરે પગથિયાં ઉપર થઈને માંરી વેદી ઉપર ચઢવું નહિ, જેથી તમાંરી નગ્નતા દેખાય નહિ.”