1 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઇ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરૂશાલેમમાં તથા યહૂદામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓનાં નામોની યાદી આ પ્રમાણે છે:

2 તેઓમાં યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાઅનાહની ઝરુબ્બાબેલની સાથે આવ્યા.ઇસ્રાએલી લોકોની સંખ્યા:

3 પારોશના વંશજો 2,172

4 શફાટાયાના વંશજો 372

5 આરાહના વંશજો 775

6 પાહાથ-મોઆબના વંશજો, યેશૂઆ તથા યોઆબના વંશજો 2,812

7 એલામના વંશજો 1,254

8 ઝાત્તુના વંશજો 945

9 ઝાક્કાયના વંશજો 760

10 બાનીના વંશજો 642

11 બેબાયના વંશજો 623

12 આઝગાદના 1,222

13 અદોનીકામના વંશજો 666

14 બિગ્વાયના વંશજો 2,056

15 આદીનના વંશજો 454

16 હિઝિકયાના આટેરના વંશજો 98

17 બેસાયના વંશજો 323

18 યોરાહના વંશજો 112

19 હાશુમના વંશજો 223

20 ગિબ્બારના વંશજો 95

21 બેથલહેમના વંશજો 123

22 નટોફાહના મનુષ્યો 56

23 અનાથોથના મનુષ્યો 128

24 આઝમાવેથના વંશજો 42

25 કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો 743

26 રામાને ગેબાના વંશજો 621

27 મિખ્માસના મનુષ્યો 122

28 બેથેલ ને આયના મનુષ્યો 223

29 નબોના વંશજો 52

30 માગ્બીશના વંશજો 156

31 બીજા શહેરના (પુત્રો) એલામના વંશજો 1,254

32 હારીમના વંશજો 320

33 લોદના, હાદીદના અને ઓનોના વંશજો 725

34 યરીખોના વંશજો 345

35 સનાઆહના વંશજો 3,630

36 યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 973

37 ઇમ્મેરના વંશજો 1,052

38 પાશહૂરના વંશજો 1,247

39 હારીમના વંશજો 1,017

40 લેવીઓ: હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો 74

41 ગવૈયાઓ: આસાફના વંશજો 128

42 મંદિરના દ્વારપાળોના વંશ: શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, 139

43 મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ

44 કેરોસ, સીઅહા અને પાદોનના વંશજો;

45 લબાનાહ, હાગાબાહ અને આક્કૂબના વંશજો;

46 હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો:

47 ગિદેલ, ગાહાર, અને આયાના વંશજો;

48 રસીન, નકોદા અને ગાઝઝામના વંશજો;

49 ઉઝઝા, પાસેઆહ અને બેસાયના વંશજો;

50 આસ્નાહ મેઉનીમ અને નફીસીમના વંશજો:

51 બાકબૂક, હાક્રૂફા અને હાહૂરના વંશજો;

52 બાસ્લૂથ, મહીદા અને હાર્શાના વંશજો;

53 બાકોર્સ, સીસરા, અને તેમાહના વંશજો;

54 નસીઆહ અને હટીફાના વંશજો:

55 સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો:

56 યાઅલાહ, દાકોર્ન અને ગિદ્દોલના વંશજો:

57 શફાટયા, હાટીલ અને પોખેરેશના વંશજો હાસ્બાઇમ અને આમીના વંશજો;

58 મંદિરના સર્વ સેવકો અને સુલેમાનના સેવકોના વંશજો 392 હતા.

59 તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે:

60 દલાયા, ટોબિયા, અને નકોદાના ગોત્રના 652 વંશજોનો સમાવેશ થતો હતો.

61 યાજકોના ત્રણ કુટુંબો: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના વંશજો.

62 તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.

63 ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ એ નક્કી થાય ત્યાં સુધી પ્રશાશકેે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી.

64 સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા.

65 તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા.

66 તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચરો,

67 435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.

68 દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં,

69 પ્રત્યેક વ્યકિતએ પોતાની યથા શકિત પ્રમાણે બાંધકામ માટે આપ્યુ. 500 કિલો સોનું; 3,000 કિલોચાંદી અને યાજકો માટે 100 પોશાકો આપ્યા.

70 યાજકો, લેવીઓ તથા બીજા કેટલાક લોકો યરૂશાલેમમાં તથા નજીકના ગામોમાં વસ્યા. ગવૈયાઓ, દ્વારપાળો અને મંદિરના સેવકો અને બાકી બચેલાં ઇસ્રાએલીઓ પોતાના નગરમા વસ્યા.