1 અને યહોવાહે ઇબ્રામને કહ્યું કે, તું પોતાનો દેશ, તથા પોતાના સગાં, તથા પોતાના બાપનું ઘર મુકીને, જે દેશ હું તેને દેખાડીશ, તેમાં જા.
2 અને હું તારાથી એક મોટી કોમ કરીશ, ને તેને આશીર્વાદ દઈશ, ને તારું નામ મોટું કરીશ, ને તું આશીર્વાદરૂપ થશે.
3 અને જેઓ તને આશીર્વાદ દે છે, તેઓને હું આશીર્વાદ દઈશ, ને જેઓ તને શ્રાપ ડે છે તેઓને હું શ્રાપ દઈશ, ને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.
4 અને યહોવાહના કહ્યા પ્રમાણે ઇબ્રામ નીકળ્યો, ને તેની સાથે લોટ ગયો; ને ઇબ્રામ હારાનથી નીકળ્યો, ત્યારે તે પંચોત્તેર વર્ષનો હતો.
5 ને ઇબ્રામે પોતાની બાયડી સારાયને, તથા પોતાના ભત્રીજા લોટને, તથા તેઓની સર્વ સંપત્તિ જેટલી તેઓએ મેળવી હતી, તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતા તેઓને સાથે લીધા, ને તેઓ કનાન દેશમાં જવાને નીકળ્યા, ને કનાન દેશમાં પહોંચ્યા.
6 અને ઇબ્રામ તે દેશમાં થઈને શખેમની જગ્યામાં મોરેહના એલોન ઝાડ લગી ગયો. તે વખતે કનાનીઓ તે દેશમાં રેહતા હતા.
7 અને યહોવાહે ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, હું તારા વંશને આ દેશ આપીશ, ને જે યહોવાહે ઇબ્રામને દર્શન આપ્યું હતું તેને સારું તેણે ત્યાં દેવી બાંધી.
8 અને ત્યાંથી નીકળીને બેથેલની પુર્વગમ જે પર્વત છે ત્યાં તે ગયો. ને તેણે ત્યાં તંબુ માર્યો, ત્યાંથી બેથેલ પશ્ચીમે તથા આય પૂર્વે હતું, ને ત્યાં તેને યહોવાહને સારું વેદી બાંધી, ને યહોવાહને નામે પ્રાર્થના કીધી.
9 ત્યાર પછી ઇબ્રામ જતાં જતાં નેગેબની ગમ ગયો.
10 ત્યારે તે દેશમાં દુકાળ પડ્યો, અને દેશમાં દુકાળ ભારી હોવાથી ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.
11 અને એમ થયું કે, તે જતા જતાં મિસર લગભગ પહોંચ્યો ત્યારે તેણે પોતાની બાયડી સારાયને કહ્યું કે, જો, હું જાણું ચુ કે તું જોવામાં સુંદર બાયડી છે;
12 અને તેથી એમ થશે, કે મિસરીઓ તને જોઇને કહેશે કે, આ તેની બાયડી છે; ને તેઓ મને મારી નાખશે, પણ તને જીવતી રાખશે.
13 તો હું તેની બહેન છુ, એમ તું કહેજે, એ માટે કે તારે લીધે માંરું ભલું થશે, ને તારાથી મારો જીવ બચશે.
14 અને એમ થયું, કે ઇબ્રામ મિસરમાં પહોંચ્યો, ત્યારે મિસરીઓએ જોયું કે તે સ્ત્રી બહુ સુંદર છે.
15 અને ફારૂનના સરદારોએ તેને જોઇને ફારૂનની આગળ તેનું વખાણ કીધું, ને તે સ્ત્રી ફારૂનને ઘેર લઇ જવામાં આવી.
16 અઅને તેણે તેણીને લીધે ઇબ્રામનું ભલું કીધું, ને તેને ઘેટાં તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો મળ્યા.
17 અને યહોવાહે ઇબ્રામની બાયડી સારાયને લીધે ફારૂન તથા તેના પરિવાર પર મોટું દુઃખ આણ્યું.
18 ત્યારે ફારૂને ઇબ્રામને તેડાવીને કહ્યું કે, આ તે મને શું કીધું છે? તે મને એમ કેમ ન કહ્યું કે તે મારી બાયડી છે?
19 તે શા માટે એમ કહ્યું કે તે મારી બહેન છે? કે જેથી મેં તેને મારી સ્ત્રી થવા સારું લીધી. હવે, જો, આ રહી તારી બાયડી, તેને લઇ જા.
20 અને ફારૂને પોતાના માણસોને તે સબંધી આજ્ઞા કીધી, ને તેઓ તેને તથા તેની બાયડીને તથા તેની સર્વ સંપત્તિને માર્ગે વળાવી આવ્યા.