1 અને શિનઆરનો રાજા આમ્રાફેલ, તથા એલ્લાસારનો રાજા આર્યોખ, તથા એલામનો રાજા કદોરલાઓમેર, તથા ગોઈમનો રાજા તીદલ એઓના દહાડાઓમાં એમ થયું કે,
2 તેઓએ સદોમનો રાજા બેરા, થયાં ગમોરાહનો રાજા બીર્શા, તથા આદમાહનો રાજા શિનાબ, તથા સબોઈમનો રાજા શેમેબેર, તથા બેલા એટલે સોઆર તેનો રાજા, એઓની સાથે લડાઈ કીધા.
3 એ સર્વ સિદ્ધીમનું નીચાણ, જે [હાલ] ખારો સમુદ્ર છે, તેમાં એકઠા થયાં.
4 એઓએ બાર વર્ષ કદોરલાઓમેરને તાબે રહીને તેરમે વર્ષે દંગો કીધો.
5 અને ચઉદમે વર્ષે કદોરલોમેર તથા જે રજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશતરોથ-કારનાઈમ દેશનાં રફીઓને તથા હામ દેશમાં ઝુઝીઓને, તથા શાવેહ-કિર્યાથાઈમ દેશનાં એમીઓને
6 ને હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા તેઓને, અરણ્ય પાસેના એલપારાન લગી મારતા ગયા.
7 અને તેઓ પાછા ફર્યા, ને એન-મિશ્પાટ (એટલે કાદેશ) આવ્યા; ને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન -તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.
8 ત્યારે સદોમનો રાજા તથા ગમોરાહનો રાજા, તથા આદમાહનો રાજા, તથા સબોઈમનો રાજા, તથા બેલા (એટલે સોઆર) તેનો રાજા, એઓ નીકળીને સિદ્દીમના નીચાણમાં તેમની સમાં લડ્યા.
9 એમ એલામનો રાજા કદોરલાઓમેર, તથા ગોઈમનો રાજા તીદ્દાલ, તથા શિનઆરનો રાજા આમ્રાફેલ તથા એલ્લાસારનો રાજા આર્યોખ, એ ચાર રાજા પેલા પાંચ રાજા સામા હતા.
10 અને સિદ્દીમના નીચાણમાં નાફતના ખાડા બહુ હતા, ને સદોમ તથા ગમોરાહના રાજા નાસીને તેમાં પાડ્યા, ને જે બાકી રહ્યા, તેઓ પહાડ ભણી નાસી ગયા.
11 અને તેઓ સદોમ તથા ગમોરાહમાની સર્વ સંપત્તિ તથા તેમની અંદરનો બધો ખોરાક લઈને ચાલ્યા ગયા.
12 અને ઇબ્રામનો ભત્રીજો લોટ સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સાવ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા.
13 અને એક જાણું નાઠો હતો તેણે આવીને હિબરી ઇબ્રામને ખબર આપી, કેમકે તે એશ્કોલ તથા આનેરનો ભાઈ અમોરીના મામરેના એલોન ઝાડ પાસે રેહતો હતો, ને તેઓ ઇબ્રામની સાથે સંપીલા હતા.
14 અને ઇબ્રામે પોતાના ભાઈને પકડી લઇ ગયાનું સાંભળ્યું, ત્યારે પોતાના ઘરમાં જન્મેલાં ત્રણસે અરાઢ કવાયત શીખેલા નોકરોને લઈને તે દાન લગી તે તેઓની પાછળ લાગ્યો.
15 અને રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના ચાકરોની બે ટોળી કરીને તેઓને હરાવ્યા, ને દમસ્કની ડાબી ગમના હોબાહ લગી તે તેઓની પાછળ લાગ્યો.
16 અને તે સર્વ સંપત્તિ પાછી લાવ્યો, ને પોતાના ભાઈ લોટને, તથા તેની સંપત્તિ તથા બયડીઓને તથા લોકોને પણ પાછા લાવ્યો.
17 અને કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજા હતા, તેઓને હરાવીને તે પાછો આવતો હતો ત્યારે તેને માળવા સારું સદોમનો રાજા, શાવેહના નીચાણમાં, એટલે રાજાના નીચાણમાં, આવ્યો
18 અને શાલેમનો રાજા મેલ્ખીસેદેક રોટલી તથા દ્રાક્ષરસ લાવ્યો, ને તે પરાત્પર દેવનો યાજક હતો.
19 અને તેને આશીર્વાદ આપીને કહ્યું કે, પરાત્પર દેવ, જે આકાશ તથા પૃથ્વીનો ઘણી, તેનાથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ.
20 અને પરાત્પર દેવ જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યો છે, તેને ધન્ય હો; ને ઇબ્રામે તેને સર્વમાંથી દસમો ભાગ આપ્ય.
21 અને સદોમના રાજા ઇબ્રામને કહ્યું કે, માણસો મને આપ, ને સંપત્તિ તું પોતે લે.
22 અને ઇબ્રામે સદોમના રાજાને કહ્યું કે યહોવાહ પરાત્પર દેવ છે, જે આકાશ તથા પૃથ્વીનો ઘણી, તેની ગમ મેં પોતાનો હાથ ઉંચો કરીને સમ ખાધા છે,
23 કે હું સુતળી કે જોડાની વાધરી કે તારી કોઈ પણ વસ્તુ નહિ લઈશ, રખે તું કહે કે ઇબ્રામ મારાથી ધનવાન થયો છે;
24 જુવાનોએ જે ખાધું છે તે વગર, ને જે માણસો મારી સાથે આવ્યા, તેઓનાં ભાગ વગર હું કઈ નહિ લઈશ; એઓ, એટલે આનેર તથા એશ્કોલ તથા મામરે, પોતપોતાનો ભાગ લે.