1 પછી ઈબ્રાહીમ ત્યાંથી નેગેબ દેશ ભણી જઈને કાદેશ તથા શુરની વચ્ચે રહ્યો; ને તેણે ગરારમાં મુકામ કીધો.
2 અને ઇબ્રાહીમે પોતાની બાયડી સરહ વિષે કહ્યું કે, તે મારી બહેન છે; અને ગરારના રાજા અભીમેલેખ સારાહને બોલાવી લીધી.
3 પણ, રાત્રે સ્વપ્નમાં દેવે અબીમેલેખની પાસે આવીને કહ્યું, જો, જે સ્ત્રી તે લીધી છે તેને લીધે તું પોતાને મુએલોજ જાણજે, કેમકે તે પરણેલી છે.
4 પણ અબીમેલેખ તેની પાસે ગયો ન હતો. અને તેણે કહ્યું, પ્રભુ, શું તું ન્યાયી લોકનો પણ નાશ કરશે?
5 તે મારી બહેન છે, એમ શું તેણે મને નથી કહ્યું? તેણીએ પોતે પણ કહ્યું કે, તે મારો ભાઈ છે, મેં સાચા અંત:કરણે તથા શુદ્ધ હાથે આ કામ કીધું છે.
6 અને દેવે સ્વપ્નમાં તેને કહ્યું, હા, હું જાણું ચુ, કે તે સાચા અંત:કરણે એ કીધું છે, ને મેં પણ મારી સામા અપરાધ કરવાથી તેને અટકાવ્યો; માટે મેં તેણીને અડકવા ના દીધો.
7 માટે હવે તે માણસની બાયડી તું પાછી આપ, કેમકે તે ભવિષ્યવાદી છે, ને તારે સારૂ તે પ્રાર્થના કરશે, ને તું જીવશે, પણ જો તું તેણે પાછા ના આપે, તો તું તારા સઘળા લોક સુદ્ધાં નિશ્ચય મરશે, એવું જાણજે.
8 એ માટે અબીમેલેખ મોટી સવારે ઉઠ્યો, ને પોતાનો સર્વ દાસોને બોલાવીને એ સર્વ વાતો તેઓને કહી સંભળાવી. અને તે માણસો ઘણા બિહીધા.
9 અને અબીમેલેખ ઈબ્રાહીમને તેડાવીને તેને કહ્યું, આ તે હમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કીધો છે, કે તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામો કરવા યોગ્ય નથી તે તેં મારા પ્રત્યે કીધા છે.
10 અને અબીમેલેખ ઈબ્રાહીમને કહ્યું, તે શું જોઇને આ કામ કીધું છે?
11 અને ઈબ્રાહીમ બોલ્યો કે, ખચિત આ ઠેકાણે દેવનું ભય નથી, ને મારી સ્ત્રીનો લિધે તેઓ મને મારી નાખશે, એવું ધરીને મમેં એમ કીધું.
12 વળી તે મારી બહેન છે એ પણ ખરું, એટલે મારા બાપની દીકરી પણ મારા માની દીકરી નહિ; ને તે મારી બાયડી થઇ.
13 અને એમ થયું કે, દેવે મને મારા બાપના ઘરમાંથી કાઢ્યો ત્યારે મેં તેણીને કહ્યું કે, જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં ત્યાં તું મારા વિષય કહેજે કે આ મારો ભાઈ છે, એ કૃપા તું મારાં પર કરજે.
14 અને અબીમેલેખ ઘેટાં તથા ઢોર, દાસો તથા દાસીઓ લઈને ઈબ્રાહીમને આપ્યા, ને તેની બાયડી સારાહ પણ તેને પાછા આપી.
15 અને અબીમેલેખ કહ્યું, જો, મારો દેશ તારી આગળ છે, જ્યાં તને સારું લાગે ત્યાં રહે.
16 સારાહને પણ તેણે કહ્યું, જો, તારા ભાઈને મેં હજાર રૂપિયા આપ્યા છે, જો, તે તારી સાથેના સઘળાની આગળ તારે સારું પડદારૂપ છે, ને બધા વિષે તું નિર્દોષ ઠરેલી છે.
17 પછી ઇબ્રાહીમે દેવની પ્રાર્થના કીધી; ને દેવે અબીમેલેખને તથા તેની બાયડીને તથા તેની દાસીઓને સાજા કીધા; ને તેઓને છોકરાં થયાં.
18 કેમકે ઈબ્રાહીમની બાયડી સારાહને લીધે યહોવાહે અબીમેલેખના ઘરમાંનાં સર્વ ગર્ભસ્થાન બંધ કીધા હતા.