1 એ વાતો પછી એમ થયું, કે દેવે ઈબ્રાહીમની પરીક્ષા કીધી, ને તેને કહ્યું, ઈબ્રાહીમ; ને તેણે કહ્યું, હું આ રહ્યો.

2 અને તેણે કહ્યું, હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો, ઇસ્હાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરીયાહ દેશમાં ચાલ્યો જા, ને ત્યાં જે પર્વતો હું તને બતાવીશ તેઓમાંના એક પર તું તેનું દહનીયાર્પણ કર.

3 અને ઈબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો, ને ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઇસ્હાકને, પોતાની સાથે લીધા; ને તેણે દહનીયાર્પણને સારું લાકડા ચીર્યા, ને તે ઉડ્યો, ને દેવે તેને જે જગ્યા દેખાડી હતી ત્યાં ગયો.

4 ત્યારે ઇબ્રાહીમે પોતાની આંખો ઉંચી કરી વેગળેથી તે જગ્યા દીઠી.

5 અને ઇબ્રાહીમે પોતાના જુવાનોને કહ્યું કે, તમે હિયાં ગધેડા પાસે રહો, ને હું તથા છોકરો પણે જઈએ, ને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું.

6 અને ઇબ્રાહીમે દહનીયાર્પણના લાકડા પોતાના દીકરા ઇસ્હાક પર મુક્યા, ને તેણે પોતાના કાઠમાં અગ્નિ તહાં છરો લીધો, ને તે બન્ને સાથે ગયા.

7 અને ઇસ્હાકે પોતાના બાપ ઈબ્રાહીમને કહ્યું, મારા બાપ; ને તેને કહ્યું, મારા દીકરા, હું આ રહ્યો; ને તેને કહ્યું, જો, અગ્નિ તથા લાકડા તો છે, પણ દહનીયાર્પણને સારૂ ઘેટું ક્યાં છે?

8 અને ઇબ્રાહીમે કહ્યું, મારા દીકરા, દહનીયાર્પણને વાસ્તે દેવ પોતાને સારું ઘેટું મેળવશે; ને તેઓ બન્ને સાથે ગયા.

9 અને જે જગ્યા વિશે દેવે તને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યો, ને ઇબ્રાહીમે ત્યાં વેદી બનાવી, ને લાકડાં સીંચ્યા, ને પોતાના દીકરા ઇસ્હાકને બાંધીને વેદી પરના લાકડા ઉપર તેને મુક્યો.

10 અને ઇબ્રાહીમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો.

11 અને યહોવાહના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, ઈબ્રાહીમ, ઈબ્રાહીમ, ને તેણે કહ્યું, હું અ રહ્યો.

12 અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરાં પર ન નાખ, ને તેને કાઈ ન કર, કેમકે તે તારા દીકરાને, તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું ચુ કે તું દેવથી બીહે છે.

13 અને ઇબ્રાહીમે આંખો ઉંચી કરીને જોયું, ને જુઓ, પછવાડે એક ઘેટો ઝાડીમાં શીંગડાએ ભરાયેલો હતો; ને ઈબ્રાહીમ જઈને તે ઘેતાને લાવ્યો, ને પોતાના દીકરાને બદલે તેનું દહનીયાર્પણ કર્યું.

14 અને તે જગ્યાનું નામ ઇબ્રાહીમે યહોવાહ-યિરેહ પાડ્યું, જેમ આજ લગી કહેવાય છે તેમ, કે યહોવાહના પહાડ પર પૂરું પાડવામાં આવશે.

15 અને યહોવાહના દૂતે આકાશથી ઈબ્રાહીમને બીજી વાર હાંક મરીને કહ્યું કે,

16 યહોવાહ કહે છે, મેં પોતાના સં ખાધા છે, કે તે એ કામ કીધું છે, ને તારા દીકરાને, તારા એકના એક દીકરાને, પાછો રાખ્યો નથી,

17 તે માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશજ વધારીશ, ને તારા સંતાન તેમના શત્રુની ભાગળ કબજામાં લેશે.

18 અને તારા બીજમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમકે તે મારું કહ્યું માન્યું છે.

19 અને ઈબ્રાહીમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો, ને તેઓ ઉઠીને બેરશેબા લગી સાથે આવ્યા, ને ઈબ્રાહીમ બેરશેબામાં રહ્યો.

20 અને એ વાતો પછી એમ થયું, કે ઈબ્રાહીમને ખબર મળી કે, જો, મીલ્કાહ પણ તારા ભાઈ નહોરથી દીકરા જાણી છે,

21 એટલે તેનો વાડી દીકરો ઊસ, ને તેનો ભાઈ બૂઝ ને કમુએલ જે અરામનો બાપ,

22 ને કેસેદ તથા હઝો તથા પીલ્દાશ તથા યિદલાફ તથા બથૂએલ.

23 અને બથૂએલથી રીબકાહ થઇ. એ આઠ ઈબ્રાહીમના ભાઈ નાહોરથી મીલ્કાહે પેટે જનમ્યા.

24 અને તેની દાસી જેનું નામ રાઉમાહ હતું તેથી પણ ટેબાહ તથા ગાહામ તથા તાહાશ તથા માઆકાહ થયા.