1 અને યુસફ પોતાના બાપના મુખ પર પડ્યો, ને તે પર રડ્યો; ને તેને ચૂમ્યો.

2 અને યુસફે પોતાના દાસમાંના જે વૈદો હતા તેઓને પોતાના પિતાના દેહમાં સુગંધિઓ ભરવાની આજ્ઞા આપી, ને વૈદોએ ઇસ્રાએલના દેહમાં સુગંધિઓ ભરી.

3 અને તેને માટે ચાળીસ દિવસ પૂરા કર્યા; કેમકે સુગંધિઓ ભરવાના દહાડા એ પ્રમાણે પૂરા કરવાની રીત છે. અને તેને સારૂ મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.

4 અને તેના શોકના દિવસ પૂરા થયા ત્યારે યુસફે ફારૂનના ઘરાનાને કહ્યું, હવે જો તમારી દૃષ્ટિમાં હું કૃપા પામ્યો છું, તો ફારૂનના કાનમાં એમ કહો,

5 મારા બાપે મને સમ ખવાડીને કહ્યું હતું, જુઓ, હું મારૂં છું; મેં પોતાને સારૂ કનાન દેશમાં જે ખબર ખોદાવી છે, ત્યાં મને દાટજો; માટે હવે મારા બાપને દાટવાને મને જવા દે, ને હું પાછો આવીશ.

6 અને ફારૂને કહ્યું, તું જા, ને જેમ તેણે તને સમ ખ્વાડ્યા હતા તેમ તારા બાપને દાટ.

7 અને યુસફ પતાના બાપને દાટવા ગયો; ને ફારૂનના સર્વ દાસ, ને તેં ઘરના વડીલ, તથા મિસર દેશના વડીલ તેની સાથે ગયા.

8 અને યુસફના ઘરનાં સર્વ દાસ, તથા તેના ભાઇ, તથા તેના બાપના ઘરનાં સર્વ તેની સાથે ગયાં; કેવળ તેમનાં છોકરાં તથા તેમનાં ટોળાં તથા તેમનાં ઢોરો ગોશેન દેશમાં મૂકી ગયા

9 અને તેની સાથે રથો તથા સવારો ગયા; ને તે બહુ મોટો સંઘ હતો.

10 અને યરદન પાર આટાદની નદી ખળી છે ત્યાં તેઓ પહોંચ્યા, ને ત્યાં તેઓએ મોટા ને ભારે વિલાપથી રૂદન કર્યું; ને તેણે પોતાના બાપને સારૂ સાત દિવસ શોક કીધો.

11 અને તે દેશના કનાની રહેવાસીઓએ અટાદની ખળીમાં તે શોક જોયો, ત્યારે તેઓ બોલ્યા, મિસરીઓના અ મોટા શોક છે, એ માટે તેનું નામ આબેલ-મિસરાઈમ કહેવાય છે, ને તે યરદનને પાર છે

12 અને તેણે તેના દીકરાઓને જેમ આજ્ઞા આપી હતી તેમ તેઓએ તેને સારૂ કર્યું.

13 અને તેના દીકરા તેને કનાન દેશમાં લાવ્યા; ને ઈબ્રાહિમે વતનનું કબરસ્થાન કરવા સારૂ એક્રોન હિત્તીના પાસેથી મામરેની સામેની જે ગુફા ખેતર સુદ્ધાં વેચાતી લીધી હતી, તે માખ્પેલાહના ખેતરની ગુફામાં તેઓએ તેને દાટ્યો.

14 અને યુસફ તથા તેના ભાઇ, ને જેઓ તેના બાપને દાટવા સારૂ તેની સાથે ગયા હતા, તે સર્વ તેના બાપને દાટીને મિસરમાં પાછા આવ્યા.

15 આને યુસફના ભાઈઓએ જોયું કે આપણો બાપ મારી ગયો છે; ને તેઓએ કહ્યું, કદાચિત યુસફ આપણો દ્વેષ કરશે, ને તેને આપણે જે સર્વ ભુંડું કર્યું હતું તેનું વેર નક્કી વાળશે.

16 અને તેઓએ યુસફને કહેવાડી મોકલ્યું, કે તારા બાપે મરણ પામ્યા અગાઉ આજ્ઞા આપીને કહ્યું હતું કે,

17 તમે આ પ્રમાણે યુસફને કહેજો, તારા ભાઈઓએ તારો અપરાધ કીધો છે, હવે તું તેઓના તે પાપની ક્ષમા માફ કરજે; કેમકે તેઓએ તારા ભુંડું કર્યું હતું. તે માટે હવે તારા બાપના દેવના દાસોનો અપરાધ તું માફ કરજે. તેઓએ યુસફને તે વાત કહી તો તે રડ્યો.

18 અને તેના ભાઈઓ પણ આવીને તેની આગળ પડ્યા, ને બોલ્યા, જો , અમે તારા દાસ છીએ.

19 અને યુસફે તેઓને કહ્યું, બીશો નહિ, કેમકે હું શું દેવને ઠેકાણે છું?

20 તમે તો મારૂં ભુંડું કરવા ચાહ્યું હતું; પણ દેવે તેમાં ભલું કરવા ધાર્યું કે જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકના જાન બચાવે.

21 એ માટે હવે બીઓ મા, હું તમને તથા તમારા છોકરાંઓને પાળીશ, એમ તેણે તેઓને દિલાસો આપ્યો; અને તેઓની સાથે હેતથી વાત કરી.

22 અને યુસફ તથા તેના બાપના ઘરનાં મિસરમાં રહ્યાં; ને યુસફ એકસો દસ વર્ષ જીવ્યો.

23 અને યુસફે ત્રીજો પેઢી લગીનાં એફ્રાઈમનાં છોકરાં જોયાં; ને મનાશ્શેહના દીકરા માખીરના દીકરાઓ યુસફના ખોળામાં ઉછર્યા.

24 અને યુસફે પોતાને ભાઈઓને કહ્યું, હું તો મારૂં છું, પણ દેવ તમારી પાસે ખચિત આવશે, ને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહીમ તથા ઇસ્હાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં આ દેશમાંથી તમને લઇ જશે.

25 અને યુસફે ઇસ્રાએલપુત્રોને સમ ખવાડીને કહ્યું, દેવ તમારી પાસે ખચિત આવશે; ને તમે તમે મારાં હાડકાં અહીંથી લઇ જજો.

26 અને યુસફ એકસો દસ વર્ષનો થઈને મારી ગયો; ને તેઓએ તેના દેહમાં સુગંધિઓ ભરીને તેને મિસરમાં શબકોશમાં મૂક્યો.