2 અને તેણે ત્રેવીસ વર્ષ ઇસ્રાએલનો ન્યાય કીધો; પછી તે મરણ પામ્યો, ને શામીરમાં દટાયો.
3 અને તે પછી ગિલઆદી યાઇર ઉઠ્યો; ને તેણે બાવીસ વર્ષ ઇસ્રાએલનો ન્યાય કીધો.
4 અને તેને ત્રીસ દીકરા હતા, તેઓ ત્રીસ ગધેડાના વછેરા પર સવારી કરતા હતા, ને તેમને ત્રીસ નગર હતાં, કે જે આજ સુધી હાવ્વોથ-યાઇર કહેવાય છે, અને ગિલઆદ દેશમાં છે.
5 અને યાઇર મરણ પામ્યો, ને કામોનમાં દટાયો.
6 અને ઇસ્રાએલપુત્રોએ ફરી યહોવાહની દૃષ્ટિમાં ભુંડું કીધું, ને બઆલીમ તથા આશ્તારોથ, તથા અરામના તથા સીદોનના તથા મોઆબના તથા આમ્મોનપુત્રોના તથા પલિસ્તીઓના દેવોની તેઓએ સેવા કરી; ને યહોવાહનો ત્યાગ કરીને તેઓએ તેની સેવા ન કરી.
7 ને યહોવાહનો કોપ ઇસ્રાએલ પર સળગ્યો, ને તેણે તેઓને પલિસ્તીઓના તથા આમ્મોનપુત્રોના હાથમાં વેચ્યા.
8 અને તેઓએ તે વર્ષ ઇસ્રાએલપુત્રોને હેરાન કીધા તથા તેઓ પર જુલમ કીધો; યરદનને પેલે પાર અમોરીઓનો જે દેશ ગિલઆદમાં છે, ત્યાંના સર્વ ઇસ્રાએલપુત્રો પર અરાઢ વર્ષ [તેઓએ જુલમ કીધો].
9 અને યહુદાહની તથા બિન્યામીનની તથા એફ્રાઈમના કુળની સામે પણ લડવા સારૂ, આમ્મોનપુત્રો યરદન ઉતર્યા; તેથી ઇસ્રાએલ બહુ દુઃખી થયા.
10 અને ઇસ્રાએલપુત્રોએ યહોવાહની આગળ પોકાર કરીને કહ્યું,અમે પોતાના દેવને તજીને બઆલીમની સેવા કર્યાથી તારી વિરુદ્ધ પાપ કર્યું છે.
11 અને યહોવાહે ઇસ્રાએલપુત્રોને કહ્યું, મિસરીઓથી તથા અમોરીઓથી તથા આમ્મોનપુત્રોથી તથા પલિસ્તીઓથી, શું તમને [મેં ઉગાર્યો નહોતા]?
12 વળી સીદોનીઓએ તથા અમાલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કીધો; ને તમે મારી આગળ પોકાર કીધો, ને મેં તમને તેઓના હાથમાંથી ઉગાર્યો.
13 તો પણ તમે મારો ત્યાગ કીધો છે, ને બીજા દેવોની સેવા કીધી છે; એ માટે હું તમને હવે પછી નહિ ઉગારીશ.
14 તમે જે દેવોને પસંદ કર્યા છે તેઓની પાસે જઈને પોકાર કરો; તેઓ ભલે તમારા દુઃખની વેળાએ તમને બચાવે.
15 અને ઇસ્રાએલપુત્રોએ યહોવાહને કહ્યું, અમે પાપ કર્યું છે; તને જે સારૂ લાગે તે તું અમને કર; પણ કૃપા કરીને આજેજ અમને છોડાવ.
16 અને તેઓએ પોતા મધ્યેથી પારકા દેવોને દૂર કરીને યહોવાહની સેવા કરી; ને ઇસ્રાએલના દુઃખને લીધે તેનો આત્મા ઉદાસ થયો.
17 અને આમ્મોનપુત્રોએ એકઠા થઈને ગિલઆદમાં છાવણી કરી. અને ઇસ્રાએલપુત્રોએ એકઠા થઈને મિસ્પાહમાં છાવણી કરી.
18 અને ગિલઆદના લોકોએ, એટલે સરદારોએ, એક બીજાને કહ્યું, આમ્મોનપુત્રોની સામે યુદ્ધ કોણ શરૂ કરશે? તે માણસ ગિલઆદમાં રહેનારા સર્વનો ઉપરી થશે.