2 અને યિફતાહે તેઓને કહ્યું, મારે તથા મારા લોકોને આમ્મોનપુત્રો સાથે ઘણી તકરાર ચાલતી હતી; ને મેં તમને બોલાવ્યા ત્યારે તમે તેઓના હાથમાંથી મને બચાવ્યા નહિ.

3 અને મેં જોયું કે તમે મને ઉગાર્યો નહિ, ત્યારે હું પોતાના જીવ હાથમાં લઈને આમ્મોનપુત્રોની સામે ગયો, ને યહોવાહે તેઓને મારી હાથમાં સોંપ્યાં; ત્યારે તમે આજ મારી સામે લડવાને કેમ મારી પાસે આવ્યા છો?

4 ત્યારે યિફતાહ ગિલઆદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાઈમની સાથે લડ્યો; ને ગિલઆદના માણસોએ એફ્રાઈમને માર્યો, કેમકે તેઓએ કહ્યું હતું કે, હે એફ્રાઈમ તથા મનાશ્શેહ મધ્યે રહેનારા ગિલઆદીઓ, તમે એફ્રાઈમના નાસી ગએલા છો.

5 અને ગિલઆદીઓએ એફ્રાઈમીઓની સામે યરદનના આર કબજે કર્યા; ને એમ થયું કે, કોઇ નાસી જતો એફ્રાઈમી કહેતો કે, મને ઉતરી જવા દે, ત્યારે ગિલઆદના માણસો તેને પૂછતા, શું તું એફ્રાઈમી છે? ને જો તે કહેતો કે, ના;

6 ત્યારે તેઓ તેને કહેતાં કે, ત્યારે શિબ્બોલેથ બોલ; અને તે એમ બોલતો કે, સિબ્બોલેથ; કેમકે તેનો ખરો ઉચ્ચાર તે કરી શકતો નહિ; ત્યારે તેઓ તેને પકડીને યરદનના આરા આગળ મારી નાખતા; ને તે વેળા એફ્રાઈમીઓના બેંતાળીસ હજાર માણસ પડ્યા.

7 અને યિફતાહ છ વર્ષ લગી ઇસ્રાએલનો ન્યાય કીધો. પછી ગિલઆદી યિફતાહ, મરણ પામ્યો, ને ગિલઆદના [એક] નગરમાં દટાયો.

8 અને તે પછી બેથલેહેમના ઇબ્સાને ઇસ્રાએલનો ન્યાય કીધો.

9 અને તેને ત્રીસ દીકરા હતા, ને તેણે પોતાની ત્રીસ કન્યાઓને બહાર કીધી, ને પોતાના દીકરાઓને સારૂ બહારથી ત્રીસ કન્યાઓ લાવ્યો. અને તેણે સાત વર્ષ ઇસ્રાએલનો ન્યાય કીધો.

10 અને ઇબ્સાન મારી ગયો, ને બેથલેહેમમાં દટાયો.

11 અને તે પછી ઝબુલૂની એલોને ઇસ્રાએલનો ન્યાય કીધો; ને તેણે દસ વર્ષ ઇસ્રાએલનો ન્યાય કીધો.

12 અને ઝબુલૂની એલોન મરી ગયો, ને ઝબુલૂન દેશના આયાલોનમાં દટાયો.

13 અને તે પછી હિલ્લેલ પિરઆથોનીના દીકરા આબ્દોને ઇસ્રાએલનો ન્યાય કીધો.

14 અને તેને ચાળીસ દીકરા ને ત્રીસ દીકરાના દીકરા હતા, તેઓ ગધેડીઓના સિત્તેર વછેરા પર સ્વારી કરતા હતા; ને તેણે આઠ વર્ષ ઇસ્રાએલનો ન્યાય કીધો.

15 અને હિલ્લેલ પિરઆથોનીનો દીકરો આબ્દોન મરી ગયો, ને અમાલેકીઓના પહાડી મુલકમાં એફ્રાઈમ દેશના પિરઆથોનમાં દટાયો.