2 અને સર્વ લોકોનાં, etle ઇસ્રાએલના સર્વ કુળોના મુખ્યો, ચાર લાખ તરવાર તાણનારા પેદળ પુરૂષો, દેવના લોકોની સભામાં હાજર થયા.

3 બિન્યામીનપુત્રોએ તો સાંભળ્યું હતું કે ઇસ્રાએલપુત્રો મિસ્પાહમાં ગયા છે) અને ઇસ્રાએલપુત્રોએ કહ્યું, આ દુષ્ટ કૃત્ય કેવી રીતે બન્યું તે અમને કહો.

4 ત્યારે જે સ્ત્રીનું ખૂન થયું હતું તેના પતિ લેવીએ ઉત્તર આપ્યો કે, હું તથા મારી ઉપપત્ની [રાત] રહેવા સારૂ બિન્યામીનના ગિબઆહમાં ગયા હતાં.

5 અને ગિબઆહના માણસોએ મારી સામે ધાંઘળ મચાવીને જે ઘરમાં હું હતો તેને રાતે ચોગદમ ઘેરી લીધું; મને તો તેઓએ મારી નાખવાનો વિચાર કીધો, ને મારી ઉપ-પત્ની ઉપર તેઓએ બળાત્કાર ગુજારીને તેનો પ્રાણ લીધો.

6 અને મેં મારી ઉપપત્નીને લઈને તેને કાપી, ને તેના ટુકડા કરીને ઇસ્રાએલના વારસાના આખા દેશમાં તે મોકલી દીધા; કેમકે તેઓએ ઇસ્રાએલ મધ્યે લંપટપણું તથા મૂર્ખાઈ કીધા છે.

7 જુઓ, હે સર્વ ઇસ્રાએલપુત્રો, અત્રે તમારી સલાહ તથા મત આપો,

8 અને સર્વ લોકોએ એક મતે ઉભા થઈને કહ્યું કે, અમારામાંનો કોઇ પોતાને તંબુએ નહિ જશે, ને અમારામાંનો કોઇ વળીને પોતાને ઘેર નહિ જશે.

9 પણ ગિબઆહને તો આપણે આ પ્રમાણે કરીશું; દેવમતિ પ્રમાણે આપણે તે ઉપર ચઢાઈ કરીશું.

10 અને આપણે ઇસ્રાએલના સર્વ કુળોમાંથી દર સો માણસોમાંથી દસ દસ, તથા દર હજાર માણસોમાંથી સો સો, તથા દર દસ હજારમાંથી હજાર હજાર માણસો લોકોને કાજે ખોરાક લાવવા સારૂ લઈશું, એ સારૂ તે તેઓ બિન્યામીનના ગિબઆહમાં પહોંચીને જે સઘળી મૂર્ખાઈ તેઓએ ઇસ્રાએલમાં કીધી છે તે પ્રમાણે તેમની વલે કરે.

11 એવી રીતે ઇસ્રાએલના સર્વ માણસો એકમતે તે નગરની સામે ટોળે મળ્યા.

12 અને ઇસ્રાએલના કુલોએ બિન્યામીનના સઘળા કુળમાં માણસો મોકલીને કહાવ્યું કે, આ કેવું દુષ્ટ કર્મ તમારામાં બન્યું છે?

13 તો હવે એ બલીયઆલના પુત્રો કે જે ગિબઆહમાં છે તેઓને [અમારે] સ્વાધીન કરો, કે અમે તેઓને મારી નાખીને ઇસ્રાએલમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીએ. પણ બિન્યામીનપુત્રોએ પોતાના ભાઈઓ ઇસ્રાએલપુત્રોનું કહેવું સાંભળ્યું નહિ.

14 અને બિન્યામીનપુત્રો ઇસ્રાએલપુત્રો સામે યુદ્ધ કરવાને ઘસી જવા સારૂ જુદાં જુદાં નગરોમાંથી ગિબઆહમાંભેગા થયા.

15 અને તે દિવસે બિન્યામીનપુત્રોની ગણત્રી આટલી થઇ, એટલે ગિબઆહના ચુંટી કાઢેલા રહેવાસીઓની ગણત્રીના સાતસેં પુરૂષો તથા તે ઉપરાંત જુદાં જુદાં નગરોમાંથી આવેલા છવીસ હજાર તરવારીઆ પુરૂષો થયા.

16 આ સર્વ લોકોમાં ચુંટી કાઢેલા સાતસેં ડાભોડિયા પુરૂષો હતા; તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળી મારી શકતો કે એક વાળ પણ ચુકતો નહિ.

17 અને બિન્યામીનીઓ શિવાય ઇસ્રાએલીઓની ગણત્રી ચાર લાખ તરવારીઆ પુરૂષોની થઇ; એ સર્વ લડવૈયા પુરૂષો હતા.

18 અને ઇસ્રાએલપુત્રો ઉઠીને બેથેલ ગયા, ને ઈશ્વરની સલાહ પુછતા તેઓએ કહ્યું કે, બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા સારૂ અમારી તરફથી પહેલો કોણ ચઢાઈ કરે? અને યહોવાહે કહ્યું કે, યહુદાહ પહેલો જાય.

19 અને ઇસ્રાએલપુત્રોએ સવારે ઉઠીને ગિબઆહની સામે છાવણી કરી.

20 અને ઇસ્રાએલીઓ બિન્યામીનીઓ સાને યુદ્ધ કરવાને ચાલી નિકળ્યા, ને ઇસ્રાએલીઓ ગિબઆહ પાસે તેમની વિરુદ્ધ યુદ્ધવ્યૂહ રચ્યો.

21 અને બિન્યામીનપુત્રોએ ગિબઆહમાંથી ઘસારો કરીને તે દિવસે બાવીસ હજાર ઇસ્રાએલીઓનો નાશ કરીને જમીનદોસ્ત કીધા.

22 અને લોકોએ એટલે ઇસ્રએલીઓએ હિમ્મત પકડીને જે જગ્યાએ તેઓએ પહેલે દિવસે વ્યૂહ રચ્યો હતો ત્યાંજ ફરીથી યુદ્ધવ્યૂહ રચ્યો.

23 (અને ઇસ્રાએલપુત્રો યહોવાહની હજુરમાં જઈને સાંજ સુધી રડ્યા; ને તેઓએ યહોવાહની સલાહ પુછતાં કહ્યું કે, શું, હું મારા ભાઇ બિન્યામીનના વંશજો સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં? અને યહોવાહે કહ્યું કે, તેની સામે ચઢાઈ કર).

24 અને ઇસ્રાએલપુત્રો બીજે દિવસે બિન્યામીનપુત્રોની સામે ચઢાઈ કરીને નજીક ગયા.

25 અને બિન્યામીનીઓ બીજે દિવસે ગિબઆહમાંથી તેની સામે ઘસી નિકળ્યા, અને ફરીથી ઇસ્રાએલપુત્રોમાંના અરાઢ હજાર પુરૂષોને સંહાર કરીને તેમને જમીનદોસ્ત કીધા; એ સઘળાં તરવારીઆ હતા.

26 ત્યારે સર્વ ઇસ્રાએલપુત્રો તથા સઘળાં લોકો ચાલી નિકળીને બેથેલમાં જઈને રડ્યા, ને ત્યાં યહોવાહની હજુરમાં બેઠા, ને તે દિવસે સાંજ સુધી તેઓએ ઉપવાસ કીધો; ને તેઓએ યહોવાહ પ્રત્યે દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.

27 અને ઇસ્રાએલપુત્રોએ યહોવાહની સલાહ પુછી, (કેમકે તે દિવસોમાં દેવનો કરારકોષ ત્યાં હતો,

28 ને હારૂનનો દીકરો એલઆઝારનો દીકરો ફીનહાસ તે દિવસોમાં તેની સમ્મુખ ઉભો રહેતો હતો) અને કહ્યું, શું હું હજીએ ફરીથી મારા ભાઇ બિન્યામીનના વંશજો સામે યુદ્ધ કરવાને જાઉં, કે પાછો રહું? અને યહોવાહે કહ્યું કે, જા; કેમકે કાલે હું તેને તારા હાથમાં સોંપી દઈશ.

29 અને ઇસ્રએલીઓએ ગિબઆહની ચોમેરે સંતાઈ રહેનારાઓને મુક્યા.

30 અને ત્રીજે દિવસે ઇસ્રાએલપુત્રોએ બિન્યામીનપુત્રોની સામે ચઢાઈ કરીને ગિબઆહની સામે અગાઉની પેઠે યુદ્ધવ્યૂહ રચ્યો.

31 અને બિન્યામીનપુત્રો એ લોકોને સામે ઘસી નિકળ્યા, ને [તેઓની પાછળ પાછળ] નગરથી દૂર સુધી ખેંચાયા; અને તેઓએ શરૂઆતમાં અગાઉની પેઠે ધોરી રસ્તાઓ પર સુમારે ત્રીસ ઇસ્રાએલી માણસોને ખુલ્લા મેદાનમાં મારીને કાપી નાખ્યા, તે [રસ્તા]ઓમાંનો એક બેથેલમાં જાય છે, ને બીજો ગિબઆહમાં જાય છે.

32 અને બિન્યામીનપુત્રોએ કહ્યું કે, એઓ પહેલાંની પેઠે આપણી સામે માર્યો જાય છે. પણ ઇસ્રાએલપુત્રોએ કહ્યું કે, આપણે નાસીને તેઓને નગરમાંથી ધોરી રસ્તાઓ ઉપર આકર્ષી લાવીએ.

33 અને સર્વ ઇસ્રાએલીઓ પોતાની જગ્યાએથી ઉઠ્યા, ને તેઓએ બઆલ-તામર આગળ યુદ્ધવ્યૂહ રચ્યો; અને ઇસ્રાએલના સંતાઈ રહેલા માણસો તેમની જગ્યામાંથી એટલે માઅરેહ-ગેબમાંથી નીકળી આવ્યા.

34 અને સર્વ ઇસ્રાએલમાંથી ચુંટી કાઢેલા દસ હજાર માણસોએ ગિબઆહ ઉપર હલ્લો કીધો ને દારૂણ યુદ્ધ મચ્યું; પણ તેઓ જાણતા નહોતા કે અમારૂં તો આવી બન્યું છે.

35 અને યહોવાહે ઇસ્રાએલની સામે બિન્યામીનનો પરાજય કીધો; ને ઇસ્રાએલપુત્રોએ તે દિવસે બિન્યામીનના પચીસ હજાર ને એકસો માણસોનો સંહાર કીધો; એ બધા તરવારીઆ હતા.

36 હવે બિન્યામીનપુત્રોએ જોયું કે અમે હાર ખાધી છે; કેમકે ઇસ્રાએલીઓએ બિન્યામીનીઓના આગળથી હઠી ગયા, કેમકે જેઓએને તેઓએ ગિબઆહની સામે છુપાવી રાખ્યા હતા તેઓ ઉપર તેમનો ભરોસો હતો.

37 અને છુપાઈ રહેલાઓએ એકદમ ગિબઆહ ઉપર ઘસારો કીધો; અને છુપાઈ રહેલાઓએ બધે પસરી જઈને આખા નગરનો તરવારની ધારથી સંહાર કીધો.

38 હવે ઇસ્રાએલીઓની તથા સંતાઈ રહેલાઓની વચ્ચે ઠરાવેલું ચિન્હ આ હતું, કે તેઓએ નગરમાંથી ધુમાડાના ગોટેગોટા ચઢાવવા.

39 અને ઇસ્રએલીઓએ યુદ્ધમાં પૂઠ ફેરવી, અને બિન્યામીનીઓએ શરૂઆતમાં ઇસ્રાએલીઓના સુમારે ત્રીસેક પુરૂષોને ઘાયલ કરીને મારી નાખ્યા; કેમકે તેઓએ કહ્યું કે, જેમ પહેલાં યુદ્ધમાં થયું હતું તેમ નિશ્ચે તેઓ આપણી સામે માર્યા જાય છે.

40 પણ જયારે નગરમાંથી ધુમાડાના સ્તંભરૂપે ગોટેગાટા ચઢવા લાગ્યા ત્યારે બિન્યામીનીઓએ પાછળ જોયું, તો જુઓ, આખું નગર ધુમાડારૂપે ગગનમાં ચઢતું હતું.

41 અને ઇસ્રાએલીઓ પાછા ફર્યા ને બિન્યામીનીઓ સ્તબ્ધ થઇ ગયા; કેમકે તેઓએ જોયું કે અમારૂં આવું બન્યું છે.

42 માટે તેઓ ઇસ્રાએલીઓ સામે પૂઠ ફેરવીને અરણ્યને માર્ગે દોડ્યા; પણ યુદ્ધ તેઓની પાછળ ને પાછળ લાગુ રહ્યું; ન જેઓ નગરોમાંથી આવ્યા હતા તેઓએ તેની મધ્યે તેઓનો સંહાર કીધો.

43 તેઓ બિન્યામીનીઓને ચોતરફથી ઘેરીને ઉગમણી દિશાએ ગિબઆહની સામે સુધી તેઓની પૂઠે લાગ્યા, ને તેઓની આરામ લેવાની જગ્યાએ તેઓને ખુંદી નાખ્યા.

44 અને બિન્યામીનના અરાઢ હજાર માણસો પડ્યા; એ સર્વ શૂરવીર પુરુષો હતા.

45 અને તેઓ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા, ને રિમ્મોન ગઢમાં જતાં રહ્યા; ને તેઓએ રાજમાર્ગોમાં વેરાએલા પાંચ હજાર માણસોનો સંહાર કીધો.

46 એમ તે દિવસે સર્વ મળી બિન્યામીનના પચ્ચીસ હજાર તરવારીઆ પડ્યા; ને એઓ સર્વ શૂરવીર પુરૂષો હતા.

47 પણ છસે માણસ પાછા ફરીને અરણ્ય તરફ નાઠા, ને રિમ્મોન ગઢમાં જતાં રહ્યા, ને રિમ્મોન ગઢમાં ચાર માસ સુધી રહ્યા.

48 અને ઇસ્રએલીઓએ પાછા ફરીને પાછા બિન્યામીનપુત્રો ઉપર હલ્લો કીધો, ને આખા નગરની વસ્તીનો, તેમજ ઢોરઢાંકનો તથા જે સર્વ તેમની નજરે પડ્યાં તેમનો, તેઓએ તરવારની ધારથી નાશ કીધો; વળી જે નગરો તેઓના જોવામાં આવ્યાં તે સર્વને તેઓએ બાળી દીધાં.