1 આરંભથી જે નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેમના આપણને કહી દીધેલા પ્રમાણે,
2 આપણામાં પુરી થએલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે;
3 એ માટે, ઓ નેકનામદાર થેઓફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરીને, તને વિગતવાર લખવાને ઠરાવ્યું,
4 કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની નિશ્ચયતા તું જાણે.
5 યહુદાહના રાજા હેરોદના દિવસોમાં ઝખાર્યાહ નામે અબિયાહના વર્ગમાનો એક યાજક હતો; ને તેની વહુ હારૂનની દીકરીઓમાંની હતી, ને તેનું નામ એલીસબેત હતું.
6 અને તે બેહુ દેવની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સઘળી આજ્ઞા તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતાં.
7 અને તેઓને સંતાન નહોતું, કારણ કે એલીસાબેત વાંઝણી હતી, ને તેઓ બેહુ ઘણાં ઘરડાં હતાં.
8 અને એમ થયું કે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો,
9 એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો.
10 અને લોકની આખી સભા ધૂપ કરતી વેળા બહાર પ્રાર્થના કરતી હતી.
11 તેટલામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઉભેલો તેને દેખાયો.
12 અને તેને જોઇને ઝખાર્યાહ ગભરાયો, ને તેને બીક લાગી.
13 પણ દૂતે તેને કહ્યું કે, ઝખાર્યાહ, બી માં; કેમકે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી વહુ એલીસાબેત દીકરો જણશે, ને તેનું નામ તું યોહાન પાડીશ.
14 અને તને હર્ષ તથા આનંદ થશે, ને ઘણાં તેના જન્મના લિખે હરખાશે;
15 કેમકે તે પ્રભુ આગળ મોટો થશે, ને દ્રાક્ષરસ કે દારૂ તે પીશે નહિ; તે પોતાના માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે.
16 અને તે ઇસ્રાએલના વંશમાંના ઘણાને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે.
17 અને તે એલીયાહના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે, એ માટે કે તે બાપોનાં મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાનમાં [ચાલવાને] ફેરવે; તથા પ્રભુને સારું સિદ્ધ થએલી કોમ તૈયાર કરે.
18 અને ઝખાર્યાહે દૂતને કહ્યું કે, એ મને શાથી જણાય? કેમકે હું ઘરડો છું, ને મારી વહુ ઘણાં વરસની થઇ છે.
19 અને દૂતે તેને ઉત્તર આપતા કહ્યું કે, દવની આગળ ઉભો રહનાર ગબ્રીએલ હું છું, ને તારી સાથે બોલવા તથા તને આ સુવાર્તા કહેવા સારું હું મોકલાયો છું;
20 ને જો, એ વાત બનશે તે દિવસ લગી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહિ, કેમકે મારી વાતો જે પોતાને સમયે પુરી થશે તેઓનો વિશ્વાસ તે કીધો નહિ.
21 અને લોક ઝખાર્યાહની વાટ જોહતા હતા, ને તેને મંદિરમાં વાર લાગી, માટે અચંબો પામ્યા.
22 અને તે બહાર આવ્યો ત્યારે તેઓની જોડે તે બોલી શક્યો નહિ; ને મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે એવું તેઓ સમજ્યા; ને તે તેઓને ઈસરો કરતો હતો, ને મુંગો રહ્યો.
23 અને તેના સેવા કરવાના દિવસો પુરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘેર ગયો.
24 અને તે દહાડો પછી તેની વહુ એલીસાબેતને ગર્ભ રહ્યો, ને પાંચ મહિના સુધી તે સંતાઈ રહી, ને કહ્યું કે,
25 માણસોમાંથી મારું મેણું ટાળવા સારૂ મારા પર પોતાના દ્રષ્ટિ કરવાના દિવસોમાં પ્રભુએ મને આવું કીધું છે.
26 અને છઠ્ઠે મહિને ગાબ્રીએલ દૂત નાઝારેથ નામે ગાલીલના શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલાયો હતો.
27 દાઉદના વંશના, યુસફ નામે, એક પુરુષ જોડે તેની સગાઇ થઇ હતી; ને તે કુમારિકાનું નામ મરિયમ હતું.
28 અને દૂતે તેની પાસે આવીને કહ્યું કે, હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે.
29 પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ, ને વિચાર કરવા લાગી કે, આ કઈ જાતની સલામ હશે!
30 અને દૂતે તેને કહ્યું કે, ઓ મરિયમ, બી માં, કેમકે દેવથી તું કૃપા પામી છે.
31 અને જો, તને ગર્ભ રહેશે ને તું દીકરો જણશે, ને તું તેનું નામ ઇસુ પાડશે.
32 તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; ને દેવ પ્રભુ તને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
33 અને તે યાકુબના ઘર પર સર્વકાળ રાજ્ય કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહિ.
34 અને મરિયમે દૂતને કહ્યું કે, એ કેમ કરીને થશે? કેમકે મેં કોઈ પુરુષને જણ્યો નથી.
35 અને દૂતે તેને ઉત્તર આપતા કહ્યું કે, પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે [તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે.
36 અને જો તારી સગી એલીસાબેતે પણ તેના ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે વાંઝણી કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.
37 કેમકે દેવ પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહિ થશે.
38 અને મરિયમ કહ્યું કે, જો, હું પ્રભુની દાસી, તારા કહ્યા પ્રમાણે મને થાઓ. ત્યારે દૂત તેની પાસેથી ગયો.
39 અને તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડી દેશમાં યહુદાહના એક શહેરમાં ઉતાવળથી ગઇ.
40 અને ઝખાર્યાહને ઘેરે જઈને એલીસાબેતને સલામ કહી.
41 અને એમ થયું કે એલીસાબેતે મરિયમની સલામ સાંભળી, ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું, ને એલીસાબેત પવિત્ર આત્માથી ભરપુર થઇ;
42 ને મોટો ઘાટો પાડીને કહ્યું કે, બાયડીઓમાં તને ધન્ય છે, ને તારા પેથના ફળને ધન્ય છે.
43 અને એ [કુપા] મને ક્યાંથી, કે મારા પ્રભુની માં મારી પાસે આવે?
44 કેમકે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં હરખે કૂદ્યું.
45 અને જેણે વિશ્વાસ કીધો તેણીને ધન્ય છે, કેમકે તેને પ્રભુ તરફથી જે વાતો કહેવામાં આવી છે તેઓ પુરી થશે.
46 અને મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મોટો માને છે,
47 અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે,
48 કારણ કે તેણે પોતાની દાસીની દીનાવસ્થા પર દ્રષ્ટિ કીધી છે; કેમકે, જો, હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે.
49 કેમકે પરાક્રમીએ મારે સારું મોટાં કામ કીધાં છે, ને તેનું નામ પવિત્ર છે.
50 અને જેઓ તેનું ભય રાખે છે, તેઓ પર પેઢી દર પેઢી તેની દયા રહે છે.
51 તેણે પોતાને ભુજ બળ દેખાડ્યું છે, ને ગર્વિષ્ઠોને તેઓની હૃદય ની કલ્પનામાં વેરી નાખ્યા છે.
52 તેને સરદારોને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, ને દીન જનોને તેણે ઉંચો કીધા છે.
53 તેણે ભુખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કીધા છે, ને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 આપણા બાપદાદાઓને, તેના કહ્યા પ્રમાણે, ઈબ્રાહીમ પર તથા તેના વંશ પર
55 સદા દયા કરવાનું સંભારીને, તેણે પોતાના સેવક ઇસ્રાએલને સહાય કીધી,
56 અને મરિયમ આસરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, ને પાછા પોતાને ઘેર પાછી ગઈ.
57 હવે એલીસાબેતના જણવાના દહાડા પૂરા થયા, એટલે તેની દીકરો જણી.
58 અને તેના પડોસીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે પ્રભુએ તેના પર મોટી દયા કીધી છે, ને તેઓ તેણીની સાથે હર્ષ પામ્યા.
59 અને એમ થયું કે આઠમે દિવસે તેઓ છોકરાની સુનંત કરવા આવ્યા, ને તેઓ તેના બાપના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યાહ પાડત;
60 અને તેની માએ ઉત્તર આપતાં કહ્યુ કે, એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.
61 અને તેઓએ તેને કહ્યું કે, તારા સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.
62 અને તેઓએ ઈસારો કરીને તેના બાપને પુછ્યું કે, તું તેનું શું નામ પાડવા ચાહે છે?
63 ને તેણે પાટી માગી, ને એમ લખ્યું કે, તેનું નામ યોહાન છે.
64 અને તેઓ સર્વ અચંબો પામ્યા. અને તરત તેનું મ્હોડું ઉધડી ગયું, ને તેની જીભ [છુટી થઇ], ને તે દેવની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.
65 અને તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, ને યહુદાહના આખા પહાડી દેશમાં એ સઘળી વાતોની ચર્ચા ચાલી.
66 અને જેઓએ તે વાતો સાંભળી તેઓ સઘળાએ તે પોતાના મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે! કેમકે પ્રભુનો હાથ તેના પર હતો.
67 અને તેનો બાપ ઝખાર્યાહ પ્રવિત્ર આત્માએ ભરપુર થયો; ને તેણે એવું ભવિષ્ય કહ્યું કે,
68 ઇસ્રાએલનો દેવ પ્રભુ સ્તુતિવાન થાઓ, કેમકે તેણે પોતાના લોકની મુલકાત લઈને તેઓનો ઉદ્ધાર કીધો છે.
69 અને તેણે જગતના આરંભથી તથા આવેલા પવિત્ર ભવિષ્યવાદીઓના મ્હોથી કહ્યું હતું તે પ્રમાણે,
70 તેણે પોતાના સેવક દાઉદના કુળમાં આપણને સારું તારણનું શીંગ ઉભું કીધું છે,
71 એટલે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી તારણ;
72 એ સારૂ કે તે આપણા બાપદાદાઓ પ્રત્યે દયા દેખાડે, તથા પોતાનો પવિત્ર કરાર સંભારે,
73 એટલે તેણે આપણા બાપ ઈબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;
74 એ માટે કે તે આપણે સારૂ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છુટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેની આગળ
75 શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી તેની સેવા કરીએ.
76 અને, ઓ છોકરા, તું પરાત્પરનો ભવિષ્યવાદી કહેવાશે; કેમકે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે,
77 તથા તેના લોકના પાપની માફી મળવાથી જે તારણ તેનું જ્ઞાન તું તેઓને આપે.
78 [અને આ માફી] આપણા દેવની ઘણી દયાને લીધે થાય છે; જેણે કરીને અરૂણોદય ઉપરથી આપણા પર આવ્યો છે,
79 એ માટે કે અંધારામાં તથા મરણથી છાયામાં જેઓ બેઠેલા તેઓને તે પ્રકાશ પમાડે તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય.
80 અને છોકરો મોટો થયો, ને આત્મામાં બળવાન થતો ગયો, અને ઇસ્રાએલમાં તેના પ્રગટ થવાના દિવસ સુધી તે રાનમાં રહ્યો.