1 અને તેઓ યરૂશાલેમની નજદીક, જૈતુનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનીઆની પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે,
2 ને તેઓને કહે છે કે, તમારી સામેના ગામમાં જાઓ; ને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેનાં પર કોઇ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો.
3 અને જો કોઇ તમને કહે કે, તમે શા માટે કરો છો? તો કહો કે, પ્રભુને તેનો ખપ છે; ને તરત તે એને અહીં મોકલશે.
4 અને તેઓ ગયા, ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો; ન તેઓ તેને છોડે છે.
5 અને જેઓ ત્યાં ઉભા હતા તેઓમાંના કેટલાકે તેઓને કહ્યું કે, વછેરાને તમે શું કરવા છોડો છો?
6 ને જેમ ઇસુએ તેઓને ફરમાવ્યું હતું, તેમ તેઓએ તેઓને કહ્યું; ને તેઓએ તેમને જવા દીધા.
7 અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; ને તેના પર પોતાનાં લૂગડાં નાખ્યાં; ને તેના પર તે બેઠો.
8 અને ઘણાઓએ પોતાના લૂગડાં રસ્તામાં પાથર્યાં; ને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને [રસ્તામાં પાથરી].
9 અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતાં કહ્યું કે, હોસાના, પ્રભુને નામે જે આવે છે, તેને ધન્ય!
10 આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઉંચામાં હોસાના.
11 અને ઇસુ યરૂશાલેમ જઈને મંદિરમાં ગયો, ને ચોતરફ બધું જોઇને સાંજ પડ્યા પછી બારે સુદ્ધાં નીકળીને તે બેથાનીઆમાં ગયો.
12 અને બીજે દહાડે તેઓ બેથાનીઆમાંથી નીકળી આવ્યા પછી, તે ભૂખ્યો થયો.
13 અને એક અંજીરી જેને પાંદડા હતાં તેને આધેથી જોઇને તેની પાસે ગયો, ને કદાપિ તેને તે પરથી કંઈ મળે; ને તેની પાસે આવ્યો, ત્યારે પાંદડા વિના તેને કંઈ મળ્યું નહિ; કેમકે અંજીરોની ઋતુ ન હતી.
14 અને ઇસુએ તેને કહ્યું કે, હવેથી કદી કોઇ તારા પરથી ફળ ન ખાઓ; ને તેના શિષ્યોએ એ સાંભળ્યું.
15 અને તેઓ યરૂશાલેમમાં આવે છે; ને તે મંદિરમાં પેસીને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મુકવા લાગ્યો; ને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઉંધા વાળ્યાં.
16 અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઇ જવા ન દીધું.
17 અને તેઓને બોધ કરતાં તેણે કહ્યું કે, શું એમ લખ્યું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને સારૂ પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાનું કોતર કીધું છે.
18 અને મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું, ને તેના નાશ શી રીતે કરીએ તે વિષે શોધ કીધી; કેમકે તેઓ તેનાથી બીધા,
19 અને દર સાંજે તે શહેર બહાર જતો.
20 અને તેઓએ સંવારે અંજીરીની પાસે થઈને જતાં તેને જડથી સુકાએલી જોઈ.
21 અને પીતર સંભારીને તેને કહે છે કે, સ્વામી, જો, જે અંજીરીને તે શાપ દીધો હતો તે સુકાઇ ગઇ છે.
22 અને ઇસુ ઉત્તર અઆપી તેઓને કહે છે કે, દેવ પર વિશ્વાસ રાખો.
23 કેમકે હું તમને ખચિત કહું છું, કે જે કોઇ આ પર્વતને કહે છે કે ખસેડાઈ જા, ને સમુદ્રમાં નંખા, ને પોતાના હૃદયમાં સંદેહ ન આણતા વિશ્વાસ રાખશે કે, જે હું કહું છું તે થશે, તો તે વાસ્તે થશે.
24 એ માટે હું તમને કહું છું કે, જે સર્વ તમે પ્રાર્થના કરતાં માગો છો, ને અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.
25 અને જયારે જયારે તમે પ્રાર્થના કરતાં ઉભા રહો છો, ત્યારે ત્યારે જો કોઇ તમારો અપરાધી હોય, તો તેણે માફ કરો, એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે.
26 પણ જો તમે માફ નહિ કરો, તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ માફ નહિ કરશે.
27 અને ફરી તેઓ યરૂશાલેમમાં આવે છે; ને તે મંદિરમાં ફરતો હતું, ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તથા વડીલો તેની પાસે આવ્યા,
28 ને તેને કહ્યું કે, કયા અધિકારથી તું આ કામો કરે છે, અથવા કોણે તને આ કામો કરવાને અધિકાર આપ્યો?
29 અને ઇસુએ તેઓને કહ્યું કે, હું એક નાત તમને પુછીશ; ને તમે મને જવાબ ડો તો ક્યાં અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ.
30 યોહાનનું બાપ્તિસ્મા શું આકાશથી હતું કે માણસોથી? મને જવાબ ડો.
31 અને તેઓએ માહોમાંહે વિચારીને કહ્યું કે, જે કહીશ કે, આકાશથી, તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નથી કીધો?
32 પણ જો કહીશ કે, માણસથી, ત્યારે તેઓ લોકથી બીધા, કેમકે બધા યોહાનને નિશ્ચે ભવિષ્યવાદી માનતા હતા.
33 અને તેઓ ઉત્તર આપીને ઇસુને કહે છે કે, અમે જાણતા નથી. અને ઇસુ તેઓને કહે છે કે, કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.