1 અને ઇસુએ ઉત્તર દેતાં ફરીથી તેઓને દૃષ્ટાંતોમાં કહ્યું કે,
2 આકાશનું રાજ્ય એજ રાજાના જેવું ચ, જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કીધું.
3 અને લગ્નમાં નહોતરેલાઓને તેડવા સારૂ તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવાનું ન ચાહ્યું.
4 ફરી તેણે બીજા ચાકરોને મોકલતાં કહ્યું કે, નહોતરેલાઓને કહો, જુઓ, મેં મારૂં જમણ તૈયાર કીધું છે, મારા બળદ તથા પુષ્ટ જનાવરો કાપ્યાં છે, ને સઘળાં વાના તૈયાર છે, લગ્નમાં આવો.
5 પણ તેઓએ તે ગણકાર્યું નહિ; ને પોતપોતાના માર્ગે ગયા, એક પોતાના ખેતરમાં, ને બીજા પોતાને વેપારે ગયો;
6 અને બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા, ને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા.
7 પણ રાજા ગુસ્સે થયો, ને તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખુનીઓનો નાશ કીધો, ને તેઓનું નગર બાળી નાખ્યું.
8 પછી તે પોતાના ચાકરોને કહે છે કે, લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નહોતરેલા યોગ્ય ન હતા.
9 એ માટે તમે રસ્તાઓના નાકા પર જાઓ, ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો.
10 અને તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને ભુંડા ભલા જેટલા તેઓને મળ્યા તે સહગલને એકઠા કીધા, એટલે મેમાનોથી લગ્નની ભરતી થઇ.
11 અને મેમાનોને જોવા સારૂ રાજા માંહે આવ્યો, ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને દીઠો.
12 ત્યારે તે તેને કહે છે કે, ઓ મિત્ર, તું લગ્નના પોશાક વિના અહીં કેમ આવ્યો? ને તે અણબોલ્યો રહ્યો.
13 ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, એના હાથ પગ બાંધીને એને બહારના અંધારામાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
14 કેમકે તેડેલા ઘણા, પણ પસંદ કરેલા થોડા છે.
15 ત્યારે ફરોશીઓએ જઈને તેને શી રીતે વાતમાં સપડાવવો, એ સંબંધી મનસુબો કીધો.
16 પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સુદ્ધાં તેની પાસે મોકલીને કહાવ્યું કે, ઓ ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું સાચો છે, ને સાચાઈથી દેવનો માર્ગ શિખવે છે, ને તું કોઈનની દરકાર નથી કરતો, કેમકે માણસોનું મ્હો તું નથી રાખતો.
17 માટે તું શું ધારે છે? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ? તે અમને કહે.
18 પણ ઇસુએ તેઓની ભુંડાઇ જાણીને કહ્યું કે, ઓ ઢોંગીઓ, તમે મારૂં પરીક્ષણ કેમ કરો છો?
19 કરનું નાણું મને દેખાડો.ત્યારે તેઓ એક દીનાર તેની પાસે લાવ્યા.
20 ત્યારે તે તેઓને કહે છે કે, આ સુરત તથા લેખ કોનાં છે?
21 તેઓ તેને કહે છે કે કાઈસારનાં. ત્યારે તે તેઓને કહે છે કે, જે કાઈસારના તે કાઈસારને, તથા જે દેવનાં તે દેવને ભરી આપો.
22 અને એ સાંભળીને તેઓ અચરત થયા, ને તેને મુકીને ચાલ્યા ગયા.
23 તે દહાડે સાદુકીઓ, જે કહે છે કે પુનરૂત્થાન નથી, તેઓએ તેની પાસે આવીને તેને પુછતાં
24 કહ્યું, ઓ ઉપદેશક, મુસાએ કહ્યું છે કે, જો કોઇ નછોરવો મરી જાય, તો તેનો ભાઇ તેની બાયડી પરણે, ને પોતાના ભાઇને સારૂ વંશ ઉપજાવે.
25 તો અમારામાં સાત ભાઇ હતા, ને પહેલો પરણીને મારી ગયો. અને તે નછોરવો છતાં પોતાના ભાઇને સારૂ પોતાની બાયડી મુકી ગયો.
26 તે પ્રમાણે બીજો તથા ત્રીજો સાતમાં સુધી મારી ગયા.
27 અને સહુથી છેલ્લી તે બાયડી પણ મારી ગઇ.
28 એ માટે પુનરૂત્થાનમાં પેલા સાતમાંથી તે કોણની બાયડી થશે? કેમકે તે સહુની થઇ હતી.
29 ત્યારે ઇસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, ધર્મલેખો તથા દેવનું પરાક્રમ ન જાણતાં તમે ચુકો છો.
30 કેમકે પુનરૂત્થાનમાં તેઓ પરણતા નથી, ને પરણાવતા નથી, પણ આકાશમાંના દૂતો જેવા છે.
31 પણ મુએલાંઓના પુનરૂત્થાન સંબંધી દેવે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું?
32 કે હું ઇબ્રાહીમનો દેવ તથા ઇસ્હાકનો દેવ, તથા યાકુબનો દેવ છું; તે મુએલાંઓનો દેવ નથી, પણ જીવતાંઓનો છે.
33 ત્યારે લોકો એ સાંભળીને તેના બોધથી અચરત થયા.
34 અને જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેણે સાદુકીઓનું મ્હો બંધ કીધું ત્યારે તેઓ એકઠા થયા;
35 અને તેઓમાંથી એક પંડિતે તેનું પરીક્ષણ કરવા સારૂ તેને પુછ્યું કે,
36 ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં કયી આજ્ઞા મોટી છે?
37 ત્યારે તેણે તેને કહ્યું કે, પ્રભુ જે તારો દેવ, તે પર તું તારા આખા હૃદયથી, ને તારા આખા જીવથી, ને તારા આખા મનથી પ્રીતિ કર.
38 પહેલી ને મોટી આજ્ઞા એ છે.
39 અને બીજી એના જેવી એ છે કે જેવી પોતા પર તેવી પોતાના પડોસી પર તું પ્રીતિ કર.
40 આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા ભવિષ્યવાદીઓનો પાયો છે.
41 અને ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઇસુએ તેઓને એવું પુછ્યું કે,
42 મસીહ સંબંધી તમે શું ધારો છો? તે કોણનો દીકરો છે? તેઓ તેને કહે છે કે, દાઉદનો.
43 તે તેઓને કહે છે, તો દાઉદ આત્માવડે તેને પ્રભુ કેમ કહે છે?
44 [જેમ કે,] પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારૂં પાયાસન કરૂં ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
45 હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે, તો તે શી રીતે તેનો દીકરો છે?
46 અને એક પણ શબ્દનો ઉત્તર આપી શક્યો નહિ, વળી તે દહાડેથી તેને કંઈ પુછવાને કોઇએ છાતી ચલાવી નહિ.