1 પણ સુદ્ધ ઉપદેશને જે શોભે છે તે વાત તું બોલ,
2 એવી કે ઘરડાઓએ સાવધાન ગંભીર, બુદ્ધિવાન, ને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં ખરા થવું જોઈએ;
3 ને એવી કે ધરડીઓએ આચરણમાં ધર્મશોભિત, ચાડી કરનારી નહિ, ઘણો દ્રાક્ષરસ પીનારી નહિ, [પણ] સારી વાતો શિખવનારી થવું જોઈએ,
4 એ સારૂ કે તેઓ જુવાન બાયડીઓને પોતાના વારોને પ્રેમ કરવાનું, બાળકોનો પ્રેમ કરવાનું,
5 ને બુદ્ધિવાન, પવિત્ર, ઘરનાં કામ કરનારી, માયાળુ તથા પોતાના વરને આધીન થવાનું સમજાવે, એ માટે કે પ્રભુની વાતની નિંદા ન થાય.
6 તે પ્રમાણે જુવાન માણસોને બુદ્ધિવાન થવાને બોધ કર.
7 સર્વ વિષે સાર્રી કરણીનો નમુનો એવો પોતાને દેખાડ, ઉપદેશમાં શુદ્ધપણું, ગંભીરપણું,
8 ને જે પર દોષ નહિ મુકાય એવી ખરી વાત દેખાડ; એ સારૂ કે જે ઉલટો તે આપણા વિષે કંઇ ભુંડું બોલવાનું [નિમિત્ત] ન પામતાં શરમાઈ જાય.
9 દાસોને પોતાને ઘણીઓને આધીન થવાને, સર્વ વિષે પ્રસન્ન કરનારા થવાને, આડું ન બોલવાને,
10 ચોરી ન કરવાને, પણ સર્વમાં વિશ્વાસુપણું દેખાડવાને બોધ કર; એ સારૂ કે તેઓ સર્વ વિષે આપણા તારનાર દેવના ઉપદેશને શોભાવે.
11 કેમકે દેવની કૃપા જે સઘળાં માણસને સારૂ તારણ લાવે છે તે પ્રગટ થઇ છે;
12 તે આપણને શિખવે છે કે, અભક્તિ તથા દૈહિક વિષયોને નકારીને બુદ્ધિથી તથા ન્યાયીપણાથી તથા ભક્તિથી હાલના જમાનામાં વર્તવું;
13 અને ધન્યઆશાપ્રાપ્તિની ને મોટા દેવ તથા આપણા તારનાર ઇસુ ખ્રીસ્તના મહિમાના પ્રગટ થવાની વાટ જોવી;
14 તેણે પોતાને આપણે સારૂ આપ્યો એ માટે કે, સર્વ અન્યાયથી તે આપણને છોડાવી લે, ને પોતાને સારૂ ખાસ લોક તથા સર્વ સારાં કામ વિષે આસ્થિત એવા આપણને શુદ્ધ કરે.
15 આ વાતો તું બોલ, બોધ કર, ને પુરા અધિકારથી ઠપકો દે; કોઈ તને તુચ્છ ન કરે.