1 અને સર્વ ઇસ્રાએલે હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું કે, જો, અમે તારાં હાડકાં તથા તારૂં માંસ છીએ.
2 ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇસ્રાએલને બહાર લઇ જનાર તથા અંદર લાવનાર તુંજ હતો; ને તારા દેવ યહોવાહે તને કહ્યું હતું કે, તું મારા ઇસ્રાએલ લોકનું પાળણ કરશે, ને તુંજ મારા ઇસ્રાએલ લોકો પર અધિકારી થશે.
3 એમ ઇસ્રાએલના સર્વ વડીલો હેબ્રોનમાં રાજા પાસે આવ્યા; ને દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કીધો; ને શમૂએલની હસ્તક અપાયલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇસ્રાએલ પર રાજા તરીકે અભિષિક્ત કીધો.
4 અને દાઉદ તથા સર્વ ઇસ્રાએલ યરૂશાલેમમાં એટલે યબૂસમાં ગયા; ને દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
5 અને યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું કે, તારે અહીં આવવું નહિ, તો પણ દાઉદે સિયોનનો કિલ્લો લીધો; તેજ દાઉદનું નગર છે.
6 અને દાઉદે કહ્યું કે, જે કોઇ યબૂસીઓને પ્રથમ મારશે, તે મુખ્ય તથા સેનાપતિ થશે. અને સરૂયાહનો પત્ર યોઆબ પ્રથમ ચઢી ગયો, ને મુખ્ય ઠર્યો.
7 અને દાઉદ કિલ્લામાં રહ્યો; એ માટે તેઓએ તેનું નામ દાઉદનું નગર એવું પાડ્યું.
8 ને તેણે ચોતરફ નગર બાંધ્યું, મિલ્લોથી માંડીને ચોતરફ; ને યોઆબે બાકીના નગરને સમાર્યું.
9 અને દાઉદ વધારે ને વધારે મોટો થતો ગયો; કેમકે સૈન્યનો યહોવાહ તેની સાથે હતો.
10 હવે આ દાઉદના મુખ્ય યોદ્ધાઓ છે, કે જેઓ, ઇસ્રાએલ વિષે યહોવાહના વચન પ્રમાણે તેને રાજા કરવા માટે ઇસ્રાએલની સાથે મક્કમપણે તેના રાજ્યમાં તેની કુમકે રહ્યા.
11 અને દાઉદના યોદ્ધાઓની ગણત્રી આ છે; એટલે હાખ્મોનીનો પુત્ર યશોબઆમ, એ ત્રાસનો મુખ્ય; તેણે પોતાની બરછી ત્રણસેંની વિરુદ્ધ ઉઠાવીને તેઓને એકી વખતે મારી નાખ્યા.
12 અને તેથી ઉતરતો આહોહી દોદોનો પુત્ર એલઆઝાર હતો, ને તે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો,
13 તે પાસ-દામ્મીમમાં દાઉદની સાથે હતો, ને ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારૂ એકઠા થયા હતા, ને લોક પલિસ્તીઓની આગળથી નાસતા હતા.
14 અને તેઓએ તે ખેતરની મધ્યે ઉભા રહીને તેનો બચાવ કીધો, ને પલિસ્તીઓને મારી નાખ્યા; ને યહોવાહે મોટો જયથી તેઓનો બચાવ કીધો.
15 અને ત્રીસ મુખ્યોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા; ને પલિસ્તીઓના સૈન્યે રફાઈમના મેદાનમાં છાવણી કરેલી હતી.
16 ને દાઉદ તે વેળા ગઢમાં હતો, ને પલિસ્તીઓનું થાણું બેથલેહેમમાં હતું.
17 અને દાઉદે તલપ તલપ થઈને કહ્યું કે, કોઇ મને બેથલેહેમના દરવાજા પાસેના કુવાનું પાણી પાય તો કેવું સારૂ!
18 ને પલિસ્તીઓની છાવણીમાં પેલા ત્રણે ઘસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કુવામાંથી પાણી કાઢ્યું, ને તે દાઉદની પાસે લઇ આવ્યા; પણ દાઉદે તે પીવા ઈચ્છતો નહોતો, પણ યહોવાહની આગળ તે રેડીને,
19 તેણે કહ્યું કે, મારો દેવ મને એવું કરવા ન દો; આ પુરૂષો જેઓએ પોતાનો જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી શું હું પીઉં? કેમકે તેઓ તો પોતાનો જીવનો જોખમે તે લાવ્યા છે, એ માટે તે પીવાને રાજી ન હોતો . એ ત્રણ યોદ્ધાઓએ એ કાર્ય કીધાં.
20 અને યોઆબનો ભાઇ આબ્શાય તે ત્રણમાંનો મુખ્ય હતો; કેમકે તેણે પોતાની બર્છી ત્રણસેં વિરુદ્ધ ઉઠાવીને તેઓને માર્યા, ને ત્રણમાં નામ મેળવ્યું.
21 એ ત્રણેમાં બાકીના બેઉથી તે વધારે નામીચો હતો, ને તે તેઓનો ઉપરી થયો; તો પણ તે પહેલાં ત્રણની બરોબરી કરી શક્યો નહિ.
22 કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂર પુરૂષના પુત્ર યહોયાદાનો પુત્ર બનાયાહ, એણે મોઆબી અરીએલના બે પુત્રોને મારી નાખ્યા; વળી એણે જઈને હીમની રૂતુમાં ગુફાની મધ્યે એક સિંહને મારી નાખ્યો;
23 ને એણે એક મોટા કદાવર પાંચ હાથના મિસરી પુરૂષને મારી નાખ્યો; ને તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી; ને એ લાકડી લઈને તેની પાસે જઈ પહોંચ્યો, ને બરછી મિસરીના હાથમાંથી છિનવી લઈને તેનીજ બરછીથી તેને મારી નાખ્યો,
24 યહોયાદાના પુત્ર બનાયાહે એ કાર્ય કીધાં, ને એ ત્રણ યોદ્ધાઓમાં તે નામાંકિત થયો,
25 જુઓ, તે ત્રીસ કરતાં વધારે નામીચો હતો, પણ તે પહેલાં ત્રણની બરોબરી કરી શક્યો નહિ; અને દાઉદે તેને પોતાની રક્ષકટોળીનો ઉપરી ઠરાવ્યો.
26 વળી સૈન્યના યોદ્ધાઓ પણ હતા; એટલે યોઆબનો ભાઇ અસાહેલ, બેથલેહેમનો દોદોના પુત્ર એલ્હાનાન;
27 શામ્મોથ હરોરી, હેલેસ પલોની;
28 તકોઈ ઇક્કેશનો પુત્ર ઇરા, અબીએઝેર અનાથોથી;
29 સિબ્બ્ખાય હુશાથી, ઇલાય અહોહી;
30 માહરાય નાટોફાથી, નાટોફાથી બાઆનાહનો પુત્ર હેલેદ;
31 બિન્યામીનપુત્રોના ગિબઆહના રીબાયનો પુત્ર ઇથાય, બનાયાહ પિરઆથોની;
32 ગાઆશનાં નાળાંવાળો હૂરાય, અબીએલ આર્બાથી;
33 આઝ્માવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની;
34 ગીઝોની હાશેમના પુત્રો, હારારી શાગેનો પુત્ર યોનાથાન;
35 હારારી સાખારનો પુત્ર અહીઆમ, ઉરનો પુત્ર અલીફાલ;
36 હેફેર મખેરાથી, અહીયાહ પલોની;
37 હેસ્રો કાર્મેલી, અઝ્બાયનો પુત્ર નાઅરાય;
38 નાથાનનો ભાઇ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર;
39 સેલેક આમ્મોની, સરૂયાહના પુત્ર યોબાબનો શાસ્ત્રધાર નાહરાય બેરોથી;
40 ઇરા યિથ્રો, ગારેબ યિથ્રી;
41 ઉરીયાહ હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ;
42 રેઉબેની શીઝાનો પુત્ર અદીના, રેઉબેનીઓનો મુખ્ય, ને તેની સાથે ત્રીસ હતા.
43 માઆખાહનો પુત્ર હાનાન, ને યોશાફાટ મિથ્ની;
44 ઉઝઝીયા આશ્તરાતી, અરોએરી હોથામના પુત્ર શામા તથા યેઇએલ;
45 શિમ્રીનો પુત્ર યદીઅએલ, ને તેનો ભાઇ યોહા તીસી;
46 અલીએલ માહવી, ને એલ્નાઆમના પુત્ર યરીબાય તથા યોશાવ્યાહ, ને યિથ્માહ મોઆબી;
47 અલીએલ, તથા ઓબેદ, તથા યાઅસીએલ મસોબાયી.