1 હવે પલિસ્તીઓએ ઇસ્રાએલની સામે યુદ્ધ કીધું; ને ઇસ્રાએલના પુરૂષો પલિસ્તીઓની આગળથી નાઠા, ને ગિલ્બોઆ પર્વત પર કાપી નંખાયા.
2 અને પલિસ્તીઓ શાઉલની તથા તેના પુત્રોની પાછળ લગોલગ લાગ્યા, ને પલિસ્તીઓએ શાઉલના પુત્ર યોનાથાનને તથા અબીનાદાબને તથા માલ્કી-શુઆને માર્યા.
3 અને શાઉલની સામે યુદ્ધ દારૂણ મચ્યું, ને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો, ને ધનુર્ધારીઓએ તેને ઘાએલ કીધો.
4 ત્યારે શાઉલે પોતાના શાસ્ત્રધારને કહ્યું કે, તારી તરવાર તાણીને મને વિંધી નાખ, રખે એ બેસુન્નતીઓ આવીને મારૂં અપમાન કરે. પણ તેના શાસ્ત્રધારે ના પાડી; કેમકે તે ઘણો બિહીધો. માટે શાઉલ તેની તરવાર લઈને તે પર પડ્યો.
5 અને શાસ્ત્રધારે જોયું કે શાઉલ મરણ પામ્યો છે, ત્યારે તે પણ પોતાની તરવાર પર પડીને મારી ગયો.
6 એમ શાઉલ તથા તેના ત્રણ પુત્રો મરણ પામ્યા; ને તેનું આખું ઘર સાથે મરણ પામ્યું.
7 અને મેદાનમાં જે ઇસ્રાએલના માણસો હતા તે સર્વેએ જોયું કે તેઓ નાઠા છે, ને શાઉલ તથા તેના પુત્રો માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો તજી દઈને નાસી ગયા; ને પલિસ્તીઓ આવીને તેઓમાં રહ્યા.
8 અને તેને બીજે દિવસે એમ થયું, કે પલિસ્તીઓ ઘવાએલાઓને લૂટવા સારૂ આવ્યા, ત્યારે શાઉલ તથા તેના પુત્રો ગિલ્બોઆ પર્વત પર પડેલા તેઓને મળ્યા.
9 અને તેઓએ તેની ઉપરથી સઘળું ઉતારી લીધું, ને તેનું માથું તથા તેનું કવચ લીધાં, ને તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને વધામણી આપવા સારૂ ચારોગમ પલિસ્તીઓના દેશમાં સંદેશિયા મોકલ્યા.
10 અને તેઓએ તેનું કવચ પોતાના દેવોના ઘરમાં મૂક્યું, ને દગોનના ઘરનાં તેનું માથું ટાંગ્યું.
11 અને પલિસ્તીઓએ જે સર્વ શાઉલને કર્યું હતું તે યાબેશ-ગિલઆદના સઘળાઓએ સાંભળ્યું,
12 ત્યારે સર્વ શૂરવીર પુરૂષોએ ઉઠીને શાઉલની લાસ તથા તેના પુત્રોની લાશે લીધા ને તેમને યાબેશમાં આણી, ને યાબેશના આલોન ઝાડ તળે તેઓનાં હાડકાં દાટ્યા, ને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.
13 એમ શાઉલે યહોવાહનું વાચા ન પાળવાથી જે ઉલ્લંઘન તેણે યહોવાહ વિરુદ્ધ કર્યું હતું, ને વળી ખબર મેળવવા માટે યહોવાહને ન પૂછતાં ભૂતવૈધની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો;
14 તે માટે એણે તેને મારી નાખ્યો, ને રાજ્યને ફેરવીને યીશાઇના દીકરા દાઉદના હાથમાં આપ્યું.