1 એમ સર્વ ઇસ્રાએલની ગણત્રી વંશાવળી પ્રમાણે કરવામાં આવી; ને જુઓ, તેઓ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં નોંધેલા છે; ને યહુદાહ પોતાના ઉલ્લંઘનને લીધે બાબેલમાં કેડી તરીકે લઇ જવાયા હતા.

2 હવે તેઓનાં નગરોમાં તેઓનાં વતનમાં પહેલાં રહેનાર તે ઇસ્રાએલીઓ, યાજકો, લેવીઓ, તથા નથીનીમ હતા

3 અને યહુદાહના પુત્રોમાંના તથા બિન્યામીનના પુત્રોમાંના તથા એફ્રાઈમ તથા મનાશ્શેહના પુત્રોમાંના જે યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે;

4 યહુદાહના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમ્મીહૂદનો પુત્ર ઉથાય.

5 અને શીલોનીઓમાં; તેનો જ્યેષ્ઠ પુત્રી અસાયાહ તથા તેનો પુત્રો.

6 અને ઝેરાહના પુત્રોમાંના; યેઉએલ તથા તેઓના ભાઈઓ, છસેં ને નેવુ.

7 અને બિન્યામીનના પુત્રોમાંના, હાસ્સેનુઆહના પુત્ર હોદાવ્યાહના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ;

8 ને યરોહામનો પુત્ર યિબ્નયાહ; ને મિખ્રીના પુત્ર ઉઝઝીનો પુત્ર એલાહ; ને યિબ્નીયાહના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાહનો પુત્ર મશુલ્લામ;

9 ને તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના ભાઈઓ નવસે ને છપ્પન. એ સર્વ પુરૂષો પોતાના પિતૃઓના ઘરો પ્રમાણી પિતૃઓના ઘરોના મુખ્યો હતા.

10 અને યાજકોમાંના; યદાયાહ તથા યહોયારીબ તથા યાખીન;

11 ને અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કીયાહનો પુત્ર અઝાર્યાહ દેવના ઘરનો કારભારી;

12 ને માલ્કીયાહના પુત્ર પાશ્હૂરના પુત્ર યરોહામનો પુત્ર અદાયાહ; ને ઇમ્મેરના પુત્ર મશિલ્લેમીથના પુત્ર મશુલ્લામના પુત્ર યાહઝેરાહના પુત્ર અદીએલનો પુત્ર માઅસાય;

13 ને તેઓના ભાઈઓ, પોતાના પિતૃઓના ઘરના મુખ્યો, એક હજાર સાતસે ને સાઠ હતા; તેઓના દેવના ઘરની સેવાના કામ સારૂ ઘણા કુશળ પુરૂષો હતા.

14 અને લેવીઓમાંના એટલે મરારીના પુત્રોમાંના; હશાબ્યાહના પુત્ર અઝીકામના પુત્ર હાશ્શૂબનો પુત્ર શમાયાહ;

15 ને બાકબાક્કાર, હેરેશ તથા ગાલાલ, ને આસાફના પુત્ર ઝિખ્રીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યાહ;

16 ને યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શમાયાહનો પુત્ર ઓબાદ્યાહ, ને એલ્કાનાહના પુત્ર આસાનો પુત્ર બેરેખ્યાહ, તેઓ નાટોફાથીઓનાં ગામોના રહેવાસીઓ હતા.

17 અને દ્વારપાળો; શાલ્લુમ તથા આક્કૂબ તથા ટાલ્મોન તથા અહીમાન તથા તેઓના ભાઈઓ; શાલ્લુમ મુખ્ય હતો;

18 તે ત્યાં લગી રાજાના પૂર્વ ગમના દરવાજાનો રક્ષક હતો; તેઓ લેવી પુત્રોની છાવણીને માટે દ્વારપાળો હતા.

19 અને કોરાહના પુત્ર એબ્યાસાફના પુત્ર લોરેનો પુત્ર શાલ્લુમ, ને તેના બાપના ઘેરના તેના ભાઈઓ, એટલે કોરાહીઓ, સેવાના કામ પર હતા, મંડપના દ્વારપાળો હતા; ને તેઓના પિતૃઓ યહોવાહની છાવણીનું નાકું સંભાળનારા હતા.

20 ને ગતકાળમાં એલઆઝારનો પુત્ર ફીનહાસ તેઓનો ઉપરી હતો, ને યહોવાહ તેની સાથે હતો.

21 મશેલેમ્યાહનો પુત્ર ઝખાર્યાહ મુલાકાતમંડપનો દ્વારપાળ હતો.

22 એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાએલા હતા તેઓ બસેં ને બાર હતા. એ પોતાની ગામોમાં પોતાની વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓને દાઉદે તથા શમૂએલ ભવિષ્યદર્શકે તેઓના મુકરર કીધેલા કામ પર નિમ્યા.

23 એમ તેઓનું તથા તેઓના પુત્રોનું કામ યહોવાહના ઘરનાં દ્વારોની, એટલે મંડપના ઘરની, જિલ્લાવાર ચોકી કરીન સંભાળ રાખવાનું હતું.

24 ચારે બાજુએ દ્વારપાળો હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ.

25 અને તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત સાત દિવસને આંતરે વારાફરતી તેઓની સાથે સામેલ થવા સારૂ આવવાનું હતું;

26 કેમકે ચાર મુખ્ય દ્વારપાળો જે લેવીઓ હતા, તેઓ અમુક કામ પર હતા, અને દેવના ઘરની ઓરડીઓ પર તથા ભંડારો પર નીમેલાં હતા.

27 અને તેઓ દેવના ઘરની આસપાસ રહેતા હતા, કેમકે તે તેમના હવાલામાં હતું, ને દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.

28 અને તેઓમાંના કેટલાએકના હવાલામાં સેવાનાં પાત્રો હતા; કેમકે તેઓને ગણીને બહાર લઇ જતાં, ને ગણીને તેઓને માંહે લાવતા.

29 વળી તેઓમાંના કેટલાક રાચરચીલા પર તથા પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો પર તથા મેંદા પર તથા દ્રાક્ષરસ તથા તેલ તથા લોબાન તથા સુગંધીઓ પર નિમાયલા હતા.

30 અને યાજકના પુત્રોમાંના કેટલાએક સુગંધીઓની મેળવણી તૈયાર કરનારા હતા.

31 અને શાલ્લુમ કોરાહીનો જ્યેષ્ઠ પુત્ર માત્તિથ્યાહ, જે એક લેવી હતો, તેનું મુકરર કીધેલું કામ તવાઓ પર શેકાયલી ચીજો સંભાળી રાખવાનું હતું.

32 અને કહાથીઓના પુત્રોમાંના, તેઓના કેટલાક ભાઈઓ, અર્પેલી રોટલી દર વિશ્રામવારે તૈયાર કરવાના કામ પર હતા.

33 અને આ ગવૈયાઓ હતા, તેઓ લેવીઓના પિતૃઓના ઘરોના મુખ્યો હતા, ને તેઓ ઓરડાઓમાં રહેતા હતા, ને તેઓ બીજા કામથી મુક્ત હતા, કેમકે તેઓ રાત દહાડે તેમના કામમાં ગુંથાયલા રહેતા હતા.

34 એ લેવીઓના પિતૃઓના ઘરોના મુખ્યો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા; એ યરૂશાલેમમાં રહેતા હતા.

35 અને ગિબઓનના બાપ યેઇએલ ગિબઓનમાં રહેતો હતો, ને તેની સ્ત્રીનું નામ માઅખાહ હતું.

36 આબ્દોન તેનો જ્યેષ્ઠ પુત્ર, તથા સૂર, તથા કીશ તથા બઆલ તથા નેર તથા નાદાબ,

37 તથા ગાદોર તથા આહ્યો તથા ઝખાર્યાહ તથા મિલ્કોથ હતા.

38 અને મિલ્કોથથી શિમઆમ થયો; ને તેઓ પણ પોતાના ભાઇઓની સાથે, પોતાના ભાઇઓની સામે, યરૂશાલેમમાં રહેતા હતા.

39 અને નેરથી કીશ થયો; ને કીશથી શાઉલ થયો; ને શાઉલથી યોનાથાન તથા માલ્કી-શૂઆ તથા અબીનાદાબ તથા એશ્બઆલ થયા.

40 અને યોનાથાનનો પુત્ર મરીબ-બઆલ હતો; ને મારીબ-બઆલથી મિખાહ થયો.

41 અને મીખાહના પુત્રો; પીથોન તથા મેલેખ તથા તાહરેઆ તથા આહાઝ.

42 અને આહાઝથી યારાહ થયો; ને યારાહથી આલેમેથ તથા આઝ્માવેથ તથા ઝિમ્રી થયા; ને ઝિમ્રીથી મોસા થયો;

43 ને મોસાથી બિનઆ થયો; ને તેનો પુત્ર રફાયાહ, તેનો પુત્ર એલઆસાહ, તેનો પુત્ર આસેલ;

44 ને આસેલને છ પુત્રો હતા, ને તેઓનાં નામ આ છે; આઝ્રીકામ, બોખરૂ, તથા ઇશ્માએલ તથા શઆર્યાહ તથા ઓબાદ્યાહ તથા હાનાન; એ આસેલના પુત્રો હતા.