2 તમે જાણો છો કે, તમે વિદેશી હતા, ત્યારે જેમ દોરાયા તેમ મુંગી મૂર્તિઓ કને દોરાઇ જતા હતા.
3 માટે હું તમને જણાવું છું કે, કોઇ માણસ, દેવના આત્માથી બોલીને ઇસુને શાપપાત્ર કહેતો નથી; ને કોઇ માણસ, પવિત્ર આત્મારહિત, ઇસુ પ્રભુ છે, એમ કહી શકતો નથી.
4 પણ કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા એકનોએક;
5 ને સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનોએક.
6 અને કાર્યો અનેક પ્રકારના છે, પણ દેવ એકનોએક છે, તે સર્વમાં સર્વ કરાવે છે.
7 પણ આત્માની પ્રસિદ્ધતા પ્રત્યેકને ઉપયોગને સારૂ અપાએલી છે.
8 કેમકે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઇ છે; ને બીજાને એજ આત્માથી વિદ્યાની વાત;
9 ને બીજાને એજ આત્માથી વિશ્વાસ; ને બીજાને એજ આત્માથી સાજા કરવાનાં કૃપાદાન;
10 ને બીજાને ચમત્કારનાં કાર્યો; ને બીજાને ભવિષ્યવાદ; ને બીજાને આત્માઓને પારખી જાણવાનું; ને બીજાને જાતજાતની ભાષાઓ; ને બીજાને ભાષાઓનું વ્યાખ્યાન અપાયું છે.
11 પણ એકજ તથા એજ આત્મા પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને વહેંચી એ સર્વ કરાવે છે.
12 કેમકે જેમ શરીર એક છે, ને તેના અવયવો ઘણા છે, ને તે એક શરીરના અવયવો ઘણા છતાં પણ સર્વ મળીને એક શરીર છે, તેમ ખ્રીસ્ત પણ છે.
13 કેમકે આપણે યહુદી કે હેલેની, દાસો કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; ને સર્વને એક આત્મા પીવાડવામાં આવ્યો છે.
14 અને શરીર તો એક અવયવ નથી, પણ ઘણા.
15 જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તે કારણ માટે શું તે શરીરનો નથી?
16 અને જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું એ કારણ માટે તે શરીરનો નથી?
17 જો આખું શરીર આંખ હોત તો શ્રવણ ક્યાં હોત? જો આખું શરીર શ્રવણ હોત તો ઘ્રાણ ક્યાં?
18 પણ હવે દેવે અવયવોમાંના હરેકને જેમ ચાહ્યું તેમ શરીરમાં મુક્યો છે.
19 અને જો સર્વ એક અવયવ હોત, તો શરીર ક્યાં હોત?
20 પણ હવે અવયવો ઘણા તો પણ શરીર એક છે.
21 આંખથી હાથને કહેવાતું નથી કે તારી અગત્ય નથી; અથવા ફરી માથાથી પગોને કહેવાતું નથી કે, મને તમારી અગત્ય નથી;
22 પણ શરીરના જે અવયવો ઘણા અબળ દીસે છે તેઓનો વિશેષ અગત્ય છે;
23 ને શરીરના જે [ભાગો] અધમ દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; ન એમ આપણા કુરૂપ અવયવો વધારે સુરૂપ થાય છે.
24 પણ જે સુરૂપ તેઓને અગત્ય નથી, પણ જેને ઓછું હતું તેને દેવે વધતું માન આપીને, શરીરને ગોઠવ્યું છે,
25 એવું કે શરીરમાં ફૂટ ન હોય, પણ અવયવો એક બીજાની એક સરખી ચિંતા રાખે.
26 અને જો એક અવયવ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુઃખી થાય છે; જો એક અવયવને માન મળે, તો તેની સથે સર્વ અવયવો આનંદ કરે છે.
27 હવે તમે ખ્રીસ્તનું શરીર, ને જૂદા જૂદા અવયવો છો.
28 અને દેવે મંડળીમાં કેટલાએક મુક્યા છે, પ્રથમ પ્રેરિતો, બીજા ભવિષ્યવાદીઓ, ત્રીજા ઉપદેશકો, પછી ચમત્કારો, પછી સાજા કરવાનું કૃપાદાન, મદદગારો, અધિકારો, જાત જાતની ભાષાઓ.
29 શું સઘળા પ્રેરિતો છે? શું સઘળા ભવિષ્યવાદીઓ છે? શું સઘળા ઉપદેશકો છે? શું સઘળા ચમત્કારો [કરનારા] છે?
30 શું સઘળાને સાજા કરવાના કૃપાદાન છે? શું સઘળા ભાષાઓ બોલે છે? શું સઘળા વ્યાખ્યાન કરે છે?
31 તો સારાંજ કૃપાદાનો આસ્થાથી શોધો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.