2 તમે સઘળાં વિષે મને સંભારો છો, ને જેમ મેં તમને વિધિઓ સોંપી દીધા, તેમ તમે તે પાળ્યા, માટે હું તમને વખાણું છું.
3 હું તમને જણાવવા ચાહું છું કે પ્રત્યેક પુરૂષનું શીર ખ્રીસ્ત છે, ને બાયડીનું શીર પુરૂષ છે; ને ખ્રીસ્તનું શીર દેવ છે.
4 જે કોઇ પુરૂષ પ્રાર્થના કે ભવિષ્યવાદ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે, તે પોતાના માથાનું અપમાન કરે છે;
5 પણ જે કોઇ બાયડી ઉઘાડે માથે પ્રાર્થના કે ભવિષ્યવાદ કરે છે, તે પોતાના માથાનું અપમાન કરે છે, કેમકે તેમ કરવું તે મુંડાઇ જવા બરાબર છે.
6 કેમકે જો બાયડી ઘુંઘટ ન ધરે તો તેના વાળ કતરાય; પણ જો કતરાઈ જવા કે મુંડાઇ જવાથી બાયડીને લાજ લાગે તો તે માથે કંઈ ઓઢે.
7 કેમકે પુરૂષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો દેવની પ્રતિમા તથા મહિમા છે, પણ બાયડી પુરૂષનો મહિમા છે;
8 કેમકે પુરૂષ બાયડીથી થયો નથી, પણ બાયડી પુરૂષથી;
9 ને પુરૂષ બાયડીને સારૂ સૃજ્યો ન હતો, પણ બાયડી પુરૂષને સારૂ.
10 એ માટે યોગ્ય છે કે દૂતોને લીધે બાયડી પોતાના માથા પર અધિકાર [તળે હોવાની નિશાણી] રાખે છે.
11 તોપણ પ્રભુમાં પુરૂષ બાયડીરહિત નથી, ને બાયડી પુરૂષરહિત નથી.
12 કેમકે જેમ બાયડી પુરૂષથી છે તેમ પુરૂષ બાયડીને આસરે, પણ સર્વ પ્રભુથી છે.
13 તમે પોતામાં [એઓ વિષે] ઠરાવ કરો, બાયડીએ ઘુંઘટ વિના પ્રાર્થના કરવી એ શું શોભે છે?
14 અથવા શું પ્રકૃતિ પોતે તમને શિખવથી નથી, કે જો પુરૂષને લાંબા વાળ હોય તો તેથી તેને અપમાન છે?
15 પણ જો બાયડીને લાંબા વાળ હોય તો તેથી તેને શોભા છે, કેમકે તેના વાળ આચ્છાદનને બદલે તેને આપેલા છે.
16 પણ જો કોઇ વિવાદી દેખાય, તો આપણને તથા દેવની મંડળીને પણ એવી રીત નથી.
17 પણ એ કહીને હું તમને વખાણતો નથી, કે સુધારાને સારૂ નહિ, અણ બગાડને સારૂ તમે એકઠા થાઓ છો.
18 કેમકે પ્રથમ, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ફૂટો છે એવું હું સાંભળું છું, ને હું થોડુંએક ખરૂં માનું છું.
19 કેમકે જરૂર છે કે તમારામાં તડો પડે એ માટે કે જેઓ પસંદ છે તેઓ પ્રગટ થાય.
20 તો તમે એક ઠેકાણે મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ થઇ શકતું નથી.
21 કેમકે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન પહેલાં કરે છે, ને એક ભૂખ્યો ને બીજો પિધેલો હોય છે.
22 શું તમને ખાવા પીવા સારૂ ઘરો નથી? કે શું તમે દેવની મંડળીને ધિક્કારો છો, ને જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? વખાણતો નથી.
23 કેમકે મેં તમને જે કહી દીધું તે હું પ્રભુથી પામ્યો, કે જે રાતમાં પ્રભુ ઇસુ પરસ્વાધીન કરાયો, તેમાં તેણે રોટલી લીધી,
24 ને સ્તુતિ કરીને ભાંજી, ને કહ્યું કે, લો ખાઓ, એ મારૂં શરીર છે, જે તમારે સારૂં ભંજાએલું છે, મારી યાદગીરીને સારૂ એ કરો.
25 અને એમજ ભોજન કર્યા પછી, વાટકો પણ લઈને કહ્યું કે, આ વાટકો મારા રક્તમાં નવો કરાર છે; તમે જેટલી વાર એ પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારૂ તે કરો.
26 કેમકે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, ને આ વાટકો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવ્યા સુધી તેનું મરણ દેખાડો છો.
27 એ માટે જે કોઇ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય, કે તેનો વાટકો પીએ, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.
28 પણ પ્રત્યેક પોતાને પારખવું, ને એમ આ રોટલીમાંથી ખાવું ને વાટકામાંથી પીવું.
29 કેમકે અયોગ્ય રીતે જે ખાય તથા પીએ તે, પ્રભુના શરીરનો ભેદ ન જાણીને, ખાધાથી તથા પીધાથી પોતા પર દંડ આણે છે.
30 એને લીધે તમારામાં ઘણા અબળ તથા રોગી છે; એ ઘણાએક ઉંઘે છે.
31 કેમકે જો આપણે પોતાનો ન્યાય કરીએ, તો આપણા પર ન્યાય ન ઠરાવાશે;
32 પણ આપણા પર ન્યાય ઠરાવાય છે, ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, એ માટે કે જગતની સાથે આપણો દંડ ન થાય.
33 તો મારા ભાઈઓ, તમે ખાવાને એકઠા આવીને, એક બીજાની વાટ જુઓ;
34 ને કોઇ ભૂખ્યો હોય, તો ઘરમાં ખાય, એ માટે કે તમે દંડને સારૂ એકઠા ન આવો.અને જે બાકી તે હું આવીશ ત્યારે સુધારીશ.