2 કેમકે ઇસુ ખ્રીસ્ત એટલે વધસ્તંભે જડાએલા, તે વિના હું તમારામાં કંઇજ ન જાણું, એવું મેં ઠરાવ્યું.
3 અને હું અબળપણામાં તથા ભયમાં તથા ઘણી ધ્રુજારીમાં તમારી સાથે હતો.
4 અને મારી વાત તથા મારૂં ભાષણ માનવા જ્ઞાનની મનોહર વાતોથી નહિ, પણ આત્માના તથા પરાક્રમના પ્રમાણથી હતાં,
5 કે તમારો વિશ્વાસ માણસોના જ્ઞાનથી નહિ, પણ દેવના પરાક્રમથી થાય.
6 પણ જેઓ સંપૂર્ણ છે તેઓમાં અમે જ્ઞાનની વાત બોલીએ છીએ; પણ આ કાળનું જ્ઞાન નહિ,
7 પણ દેવનું જ્ઞાન,એટલે જે ગુપ્ત રખાએલું જ્ઞાન યુગોથી અગાઉ, દેવે આપણા મહિમાને સારૂ ઠરાવ્યું હતું, તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ.
8 તે આ કાળના કોઇ અધિકારીએ ન જાણ્યું; કેમકે જો જાણ્યું હોત તો તેઓ મહિમાના પ્રભુને વધસ્તંભે ન જડત.
9 પણ જેમ લખ્યું છે તેમ, આખે જે જોયું નથી, ને કાને જે સાંભળ્યું નથી, ને માણસના મનમાં જે પેઠું નથી, દેવે પોતાના પ્રેમ કરનારાઓને સારૂ જે સિદ્ધ કર્યું છે;
10 તે તો દેવે પોતાના આત્માથી આપણને પ્રગટ કર્યું છે; કેમકે આત્મા સર્વને હા, દેવની ઉંડી વાતોને પણ શોધે છે.
11 કેમકે માણસનો આત્મા જે તેનામાં છે તે વિના કયું માણસ માણસોની વાતું જાણે છે? એમજ દેવના આત્મા વિના દેવની વાતો કોઇ જાણતો નથી.
12 પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મ દેવથી છે તે પામ્યા છીએ, એ માટે કે દેવે આપણને કૃપાએ કરીને જે આપ્યું તે જાણીએ.
13 તેજ અમે બોલીએ છીએ, માનવી જ્ઞાનની શિખવેલી વાતોથી નહિ, પણ પવિત્ર આત્માની શિખવેલી વાતોથી, આત્મિક આત્મિકની સાથે સરખાવતાં બોલીએ છીએ.
14 પ્રાણિક માણસ દેવના આત્માની વસ્તુઓનો અંગીકાર કરતુ નથી; કેમકે તેઓ મૂર્ખપણું એવું તેને લાગે છે; ને તેઓ આત્મિક રીતે સમજાય છે, માટે તે તેઓને જાની શકતું નથી.
15 પણ જે આત્મિક તે સર્વને પારખે છે, પણ પોતે કોઇથી પરખાતો નથી.
16 કેમકે કોણે પ્રભુનું મન જાણ્યું છે, કે તે તેને બોધ કરે? પણ અમને ખ્રીસ્તનું મન છે.