2 મેં તમે દૂધથી પાળ્યા છે, ને અન્નથી નહિ; કેમકે હજુ સુધી તમે સમર્થ ન હતા, ને હમણાં પણ સમર્થ નથી; કેમકે તમે હજી દૈહિક છો.
3 કેમકે તમારામાં અદેખાઈ તથા કજીઆ તથા ફાટફૂટો છે, માટે તમે દૈહિક છો કે નહિ, ને માણસોની પેઠે ચાલો છો કે નહિ?
4 કેમકે જયારે એક કહે કે, હું પાઉલનો છું, ને બીજા કહે કે હું અપોલાનો, ત્યારે તમે દૈહિક છો કે નહિ?
5 તો પાઉલ તે શું છે? ને અપોલો તે શું? તેઓ સેવાકોજ, જેમ પ્રભુએ પ્રત્યેકને દીધું તેમ તમે તેઓને આસરે વિશ્વાસ કીધો.
6 મેં તો રોપ્યું, અપોલાએ પાયું, પણ દેવે ઉગાવ્યું.
7 રોપનાર કંઈ નથી; ને પાનાર કંઈ નથી; પણ ઉગાવનાર દેવ તેજ [બધું] છે.
8 રોપનાર તથા પાનાર એક છે; ને પ્રત્યેક પોતાની મહેનત પ્રમાણે પોતાનું વેતન પામશે.
9 કેમકે અમે દેવની સાથે કામ કરનારા છીએ; તમે દેવની ખેતી, દેવની રચના છો.
10 દેવની જે કૃપા મને અપાઇ, તે પ્રમાણે જ્ઞાની મુખ્ય બાંધનાર થઈને મેં પાયો નાખ્યો છે, ને બીજો તે પર બાંધે છે; પણ પ્રત્યેક સાવધાન રહેવું કે તે પર કેવી રીતે બાંધે.
11 કેમકે નંખાયલો પાયો જે ઇસુ ખ્રીસ્ત તે વિના બીજાને કોઇ નાખી શકતું નથી.
12 પણ જો આ પાયા પર કોઇ સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ, કાષ્ટ, ઘાસ, ખુંપરા, બાંધે,
13 તો પ્રત્યેકનું કામ પ્રગટ કરાશે; કાંજે તે દિવસ તે દેખાડશે; કેમકે અગ્નિથી તે પ્રગટ કરાશે; ને પ્રત્યેકનું કામ કેવું છે એ અગ્નિ પારખશે.
14 જે કામ કોઇએ તે પર બાંધ્યું હોય, તે જો ટકે તો તે વેતન પામશે.
15 જો કોઈનું કામ બાળી નંખાશે, તો તેને નુકસાન થશે; પણ જાણે કે અગ્નિમાં થઈને તે જાતે બચશે.
16 તમે દેવનું મંદિર છો, ને દેવનો આત્મા તમારામાં વસે છે, એ શું તમે જાણતા નથી?
17 જો કોઇ દેવના મંદિરનો નાશ કરે, તો દેવ તેનો નાશ કરશે.કેમકે દેવનું મંદિર જે તમે છો તે પવિત્ર છે.
18 કોઇ પોતાને ન ભુલાવે; જો આ કાળમાં તમારામાંનો કોઇ પોતાને જ્ઞાની જાણે તો જ્ઞાની થવા સારૂ તે મૂર્ખ થાય.
19 કેમકે જગતનું જ્ઞાન દેવની આગળ મૂર્ખપણું છે; કેમકે લખ્યું છે કે, જ્ઞાનીઓને તેઓની ચતુરાઈમાં તે પકડે છે.
20 અને વળી, પ્રભુ જ્ઞાનીઓના વિચાર જાણે છે કે તેઓ વ્યર્થ છે.
21 તો માણસો વિષે અભિમાન કોઇ ન કરે, કેમકે સર્વ તમારાં છે.
22 પાઉલ કે અપોલો કે કેફા કે જગત કે જીવન કે મરણ કે વર્તમાન વસ્તુઓ કે ભવિષ્ય વસ્તુઓ, સર્વ તમારાં છે;
23 ને તમે ખ્રીસ્તના; ને ખ્રીસ્ત દેવનો.