2 આને તમે ફુલી ગયા છો, ને તે કરતાં શોક ન કર્યો, કે જેણે આ કામ કીધું તે તમારામાંથી કાઢી નંખાય.
3 કેમકે શરીરે ગેરહાજર, પણ આત્માએ હાજર છતાં, હાજરની પેઠે, હવે એ કામ એવી રીતે કરનારનો મેં ન્યાય ઠરાવ્યો છે કે,
4 આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તને નામે, જયારે તમે એકઠા થએલા છો ત્યારે તમે તથા મારો આત્મા, આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તના પરાક્રમ સહિત,
5 એવાને દેહની હાનિને સારૂ શેતાનને સોંપે, એ માટે કે પ્રભુ ઇસુના દિવસમાં આત્મા તારણ પામે.
6 તમારું અભિમાન સારૂ નથી; શું તમે નથી જાણતા, કે થોડું ખમીર આખા લોદાંને ફુલાવે છે?
7 તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા લોંદો થઇ જાઓ, કેમકે આપણો પાસ્ખા યજ્ઞ, એટલે ખ્રીસ્ત, તે આપણી વતી મરાયો છે.
8 એ માટે જૂના ખમીરથી નહિ, ને ભુંડાઇ તથા દુષ્ટપણાના ખમીરથી નહિ, પણ નિષ્કપટપણાની તથા ખરાપણાની બેખમીર રોટલીથી આપણે પર્વ પાળીએ.
9 મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો;
10 પણ આ જગતના વ્યભિચારીઓ તથા લોભીઓ કે જુલમીઓ કે મૂર્તિભક્તોની સોબત છેક ન કરો એમ નહિ; કેમકે એમ હોય તો જગતમાંથી નીકળવાની તમને અગત્ય પડે.
11 પણ હમણાં મેં તમને લખી જણાવ્યું છે, કે ભાઇ કહેવાયલો એવો જો કોઇ વ્યભિચારી કે લોભી કે મૂર્તિભક્ત કે નિંદક કે છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત કરવી નહિ, ને તેની સાથે ખાવું પણ નહિ.
12 કેમકે બહારનાઓનો ન્યાય ઠરાવવાનું મારે શું કામ છે? માંહેનાઓનો તમે ન્યાય ઠરાવો છો કે નહિ?
13 દેવ બહારનાઓનો ન્યાય કરે છે.તો તમે પોતાનામાંથી તે દુષ્ટને કાઢી નાખો.