2 વળી કારભારીઓમાં એમ જોઈએ કે હરેક વિશ્વાસુ જણાય.

3 પણ તમારાથી કે માણસના ઇનસાફથી મારો ન્યાય કરાય, એ વિષે મને કંઈ ચિંતા નથી; હું પોતાનો પણ ન્યાય કરતો નથી.

4 કેમકે હું પોતાને ઉલટું કંઈ જાણતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર પ્રભુ છે.

5 માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન ઠરાવો; તે અંધકારની ગુપ્ત વસ્તુઓને દર્શાવશે, ને હૃદયોની ધારણા પ્રગટ કરશે; ને તે વેળા હરેકનું વખાણ દેવથી થશે.

6 પણ, ભાઈઓ, મેં એ વાતો દાખલારૂપે તમારે લીધે પોતાને તથા અપોલાને લગાડી છે, એ માટે કે તમે અમારાથી એવું શિખો કે જે લખેલું છે તેથી અધિક વિચારવું નહિ, એ સારૂ કે એકને વાસ્તે બીજાને વિરુદ્ધ કોઇ ન ફુલે.

7 કેમકે કોણ તને જુદો પાડે છે? અને તું પામ્યો નહિ એવું તારૂં શું છે? પણ જો તું પામ્યો, તો જેમ પામ્યો ન હોય, તેમ તું કેમ અભિમાન કરે છે?

8 હવે તમે તૃપ્ત થયા, હવે દ્રવ્યવંત થયા, અમારા વિના તમે રાજ્ય કર્યું. અમારી ઈચ્છા એ છે કે તમે રાજ્ય કરો, કે અમે પણ તમારી સાથે રાજ્ય કરીએ.

9 કેમકે મને એમ દીસે છે, કે દેવે છેલ્લા અમ પ્રેરિતોને જાણે કે મરણાધીન ઠરેલા એવા દેખાડ્યા છે; કેમકે અમે જગતને તથા દૂતોને તથા માણસોને તમાશાના જેવા થયા છીએ.

10 ખ્રીસ્તને લીધે અમે મૂર્ખો, પણ તમે ખ્રીસ્તમાં બુદ્ધીવંત; અને આબળ પણ તમે જોરાવર; તમે માનવંતા, પણ અમે અપમાન પામેલા.

11 હાલના સમય સુધી અમે ભૂખ્યા તથા તરસ્યા તથા નાગા છીએ, તથા માર ખાઈએ છીએ, તથા ભટકીએ છીએ,

12 તથા પોતાને હાથે કામ કરીને મહેનત કરીએ છીએ; નિંદાયલા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવેલા છતાં સહીએ છીએ;

13 ધિક્કારેલા છતાં વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી જગતના મેલ તથા સર્વના કચરા સરખા થયા છીએ.

14 હું તમને લજાવવાને એ વાતો લખતો નથી; પણ જેમ મારાં પ્રિય બાળકોને તેમ તમને બોધ કરું છું.

15 કેમકે જો તમને ખ્રીસ્તમાં દસ હજાર ગુરુઓ હોય, તોપણ ઘણા બાપ નથી; કેમકે ખ્રીસ્ત ઇસુમાં, સુવાર્ત્તાને આસરે, મેં તમને જન્માવ્યા છે.

16 એ માટે હું તમારી વિનંતી કરું છું કે, મારા અનુસારી થાઓ.

17 એ કારણ માટે મેં તમારી પાસે તીમોથીને મોકલ્યો, તે ખ્રીસ્તમાં મારૂં પ્રિય બાળક તથા પ્રભુમાં વિશ્વાસુ છે; તે, જેમ હું બધે સર્વ મંડળીમાં શિખવું છું તેમ, ખ્રીસ્તમાં મારા માર્ગો વિષે તમને યાદ દેવડાવશે.

18 હું તમારી પાસે આવવાનો ન હોઉં, એવું સમજીને કોઇ ફુલ્યા છે.

19 પણ પ્રભુની ઇચ્છા હોય, તો હું તમારી પાસે વહેલો આવીશ, ને ફુલનારાઓનું બોલવું તે નહિ, પણ તેઓનું સામર્થ્ય જાણીશ.

20 કેમકે દેવનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે.

21 તમારી શી ઈચ્છા છે? હું તમારી પાસે કાઠી લઇને આવું, કે પ્રેમથી તથા નમ્રતાના આત્માથી આવું?