2 જો હું બીજાઓને પ્રેરિત ન હોઉં, તોપણ ખરેખરો હું તમને છું. કેમકે પ્રભુમાં તમે મારા પ્રેરિતપણાની મુદ્રા છો.
3 મારી તપાસ કરનારાને મારો પ્રત્યુત્તર એ છે;
4 શું અમને ખાવા પીવાનો અધિકાર નથી?
5 શું જેવો બીજા પ્રેરિતોને તથા પ્રભુના ભાઇઓને તથા કેફાને છે તેવો મને પણ વિશ્વાસી વહુ સાથે લઇ ફરવાનો અધિકાર નથી?
6 અથવા મહેનત ન કરવી એવો અધિકાર કેવળ મને તથા બાર્નાબાસનેજ નથી શું?
7 પોતાના ખરચથી કોણ કદી લડાઈમાં જાય છે? કોણ દ્રાક્ષવાડી રોપીને તેનું ફળ ખાતો નથી? અથવા કોણ ટોળું પાળીને ટોળાનું દૂધ ખાતો નથી?
8 હું માણસની રીતે એ વાતો બોલું છું શું? કે નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી શું?
9 કેમકે મુસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે, કે પારે ફરનાર બળદના મ્હો પર શેંકી ન બાંધ. શું દેવ બળદની ચિંતા કરે છે?
10 કે વિશેષ આપણને લીધે તે એમ કહે છે? આપણને લીધે તો લખ્યું છે, કે જે ખેડે છે તે આશાથી ખેડે, ને જે પર કરે છે તે ફળ પામવાની આશાથી કરે.
11 જો અમે તમારે સારૂ આત્મિક વસ્તુઓ વાવી છે, તો અમે તમારી દૈહિક વસ્તુઓ લણીએ એ શું ઘણું છે?
12 જો બીજાઓ તમારા પર એ અધિકારના ભાગીદાર છે, તો અમે વિશેષે નથી શું? તોપણ એ અધિકાર અમે વાપર્યો નથી, પણ ખ્રીસ્તની સુવાર્ત્તાને કંઈ અટકાવ ન પાડીએ માટે સર્વ ખમીએ છીએ.
13 એ શું તમે નથી જાણતા કે જેઓ મંદિરમાં સેવન કરે છે તેઓ મંદિરનું ખાય છે; ને જેઓ હોમવેદી પાસે હાજર રહે છે, તેઓ હોમવેદીના ભાગીદાર છે?
14 એમજ પ્રભુએ ઠરાવ્યું કે, જેઓ સુવાર્ત્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્ત્તાથી જીવે છે.
15 પણ એવા કશાનો વહીવટ મેં નથી કર્યો; ને મને એવું મળે, એ સારૂ મેં આ વાતો લખી નથી; કેમકે કોઇ મારો અભિમાન વ્યર્થ કરે, એ કરતાં મરવું તે મારે વાસ્તે સારૂં છે.
16 કેમકે જો હું સુવાર્ત્તા પ્રગટ કરૂં, તો મને અભિમાનનું કારણ નથી; કેમકે મને અગત્ય પડે છે, ને જો હું સુવાર્ત્તા પ્રગટ ન કરૂં, તો મને હાય હાય થાય છે.
17 કેમકે જો હું ખુશીથી તે કરૂં, તો મને વેતન મળે છે; પણ જો ખુશીથી નહિ, તો મને કારભાર સોંપાએલો છે.
18 માટે મારૂં વેતન શું છે? એ કે સુવાર્ત્તા પ્રગટ કરતાં હું ખ્રીસ્તની સુવાર્ત્તા મફત મળે એવું કરૂં, એ માટે કે સુવાર્ત્તામાં જે મારો અધિકાર તે હું વિપરીત રીતે ન ચલાવું.
19 કેમકે સર્વથી મોકળો છતાં, ઘણાઓને પ્રાપ્ત કરવા સારૂ, મેં પોતાને સર્વનો દાસ કીધો.
20 યહુદીઓને પ્રાપ્ત કરવા સારૂ, હું યહુદીઓમાં યહુદી જેવો થયો; નિયમાધીનોને પ્રાપ્ત કરવા સારૂ, હું નિયમાધીન જેવો;
21 નિયમરહિતોને પ્રાપ્ત કરવા સારૂ, નિયમરહિત જેવો થયો; દેવને તો નિયમરહિત નહિ પણ ખ્રીસ્તને નિયમસહિત;
22 અબળોને પ્રાપ્ત કરવા સારૂ, અબળોની સાથે હું અબળ જેવો થયો. હરેક રીતે કેટલાએકને તારવા સારૂ સર્વની સાથે સર્વ જેવો થયો.
23 હું સુવાર્ત્તાને લીધે બધું કરૂં છું, એ માટે કે હું તેનો સહભાગીદાર થાઉં.
24 શું તમે નથી જાણતા કે અખાડામાં સર્વ દોડનારા દોડે છે, પણ એકનેજ ઇનામ મળે છે? એમ દોડો કે તમને મળે.
25 અને પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે; તેઓ તો વિનાશી મુગટ પામવા સારૂ કરે છે; પણ આપણે અવિનાશી.
26 એ માટે હું એમ દોડું છું, પણ સંશય રાખનારી પેઠે નહિ; હું મુક્કીએ મારૂં છું, પણ પવનને મારનારની પેઠે નહિ;
27 ને હું મારા શરીરને દબાવું છું, તથા વશ કરૂં છું, રખે બીજાઓને સુવાર્ત્તા પ્રગટ કીધા છતાં હું પોતે નાપસંદ થાઉં.