2 ને સર્વ મુસાને સારૂ મેઘમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા;
3 ને સર્વએ એકજ આત્મિક અન્ન ખાધું,
4 ને સર્વેએ એકજ આત્મિક પાણી પીધું; કેમકે સાથે ચાલનાર આત્મિક ખડકનું તેઓએ પીધું; તે ખડક તો ખ્રીસ્ત હતો.
5 પણ તેઓમાંના ઘણાખરા પર દેક પ્રસન્ન ન હતો, કેમકે તેઓ રાનમાં પાડી નંખાયા.
6 હવે આ વાત આપણને નિદર્શન જેવી થઇ, એ સારૂ કે જેમ તેઓએ ભુંડી વસ્તુઓનો લોભ કર્યો તેમ આપણે ન કરીએ.
7 અને જેમ તેઓમાંના કેટલાએક મૂર્તિભક્ત થયા, તેમ તમે ન થાઓ; જેમ લખ્યું છે તેમ, કે લોક ખાવા પીવા બેઠા ને રમવા ઉઠ્યા.
8 અને જેમ તેઓમાંના કેટલાએકે વ્યભિચાર કર્યો, ને એક દિવસમાં તેવીસ હજાર પડ્યા, તેમ તમે ન કરો.
9 અને જેમ તેઓમાંના કેટલાએકે ખ્રીસ્તનું પરીક્ષણ કીધું, ને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેનું પરીક્ષણ કરવું નહિ.
10 અને જેમ તેઓમાંના કેટલાંએકે કચકચ કીધી, ને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે કચકચ ન કરો.
11 એ સર્વ નિદર્શન થવા સારૂ તેઓને થયાં. અને આપણા બોધને સારૂ તે લખ્યું છે જેઓના ઉપર કાળોનો અંત આવ્યો છે.
12 એ માટે જે પોતાને સ્થિર ધારે છે, તે ન પડે માટે સંભાળે.
13 માણસથી સહેવાય તે વગર બીજું કંઈ પરીક્ષણ તમને થયું નથી. પણ દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ કરતાં વત્તા પરીક્ષણ તમ પર આવવા ન દેશે, પણ તમે સહી શકો, માટે પરીક્ષણ સાથે છુટકાનો રસ્તો કરશે.
14 એ માટે, મારા વહાલાઓ, મૂર્તિપૂજાથી નાસી જાઓ.
15 જેમ સમજુકોને, તેમ હું તમને કહું છું, મારી વાતનો વિચાર કરો.
16 આશીર્વાદનો વાટકો જે પર અમે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રીસ્તના રક્તની સંગત નથી? અમે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રીસ્તના શરીરની સંગત નથી?
17 માટે આપણે ઘણા છતાં એક રોટલી, એક શરીર, એવા છીએ, કેમકે આપણ સર્વ એજક રોટલીના ભાગીઆ છીએ.
18 દેહ પ્રમાણે ઇસ્રાએલને જુઓ, શું હોમનું ખાનારાં હોમવેદીના સહભાગીદાર નથી?
19 તો હું શું કહું છું? કે મૂર્તિનું નૈવેદ કંઈ છે? અથવા મૂર્તિ કંઈ છે?
20 પણ વિદેશીઓ જે હોમ કરે છે તે દેવને નહિ, પણ ભૂતોને કરે છે. તમે ભૂતોની સંગત કરનારા થાઓ, એવી મારી ઈચ્છા નથી. તમે પ્રભુના વાટકામાનું તથા ભૂતોના વાટકામાનું પી શકતા નથી.
21 તમે પ્રભુની મેજના તથા ભૂતોની મેજના ભાગીદાર થઇ શકતા નથી.
22 શું આપણે પ્રભુને ચીડવીએ? શું આપણે તેના કરતાં જોરાવર છીએ?
23 સઘળાં તો મને ઉચિત છે, પણ સઘળાં ઉપયોગી નથી; સઘળાં મને ઉચિત છે, પણ સઘળાં સંસ્થાપનકારક નથી.
24 કોઇ પોતાનુંજ નહિ, પણ પ્રત્યેક બીજાનું હિત શોધે.
25 જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિને લીધે કંઈ પુછ્યા વિના ખાઓ.
26 કેમકે પૃથ્વી તથા તેનું ભરપુરપણું પ્રભુના છે.
27 જો કોઈઓ અવિશ્વાસી તમને નહોતરૂં કરે, ને તમે જવા ચાહો, તો તમને જે કંઈ પિરસાય તે પ્રેરકબુદ્ધિને લીધે કંઈ પુછ્યા વિના ખાઓ.
28 પણ જો કોઇ તમને કહે કે, તે મૂર્તિનું નૈવેદ છે, તો જેણે તે દેખાડ્યું તેને લીધે તથા પ્રેરકબુદ્ધિને લીધે ન ખાઓ.
29 પ્રેરકબુદ્ધિ, હું તો કહું છું, તારી નહિ પણ બીજાની; કેમકે બીજાની પ્રેરકબુદ્ધિ મારા મોકળાપણા વિષે ઇનસાફ કેમ ઠરાવાય છે.
30 પણ જો હું કૃપાએ ભાગીદાર થાઉં, તો જેને સારૂ હું ઉપકાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરાય છે?
31 એ માટે જો તમે ખાઓ, કે પીઓ , કે જે કંઈ કરો તો દેવના મહિમાને અર્થે સર્વ કરો.
32 તમે યહુદીઓને તથા હેલેનીઓને તથા દેવની મંડળીને ઠોકર ખવડાવનાર ન થાઓ;
33 એ પ્રમાણે હું પણ સર્વને રાજી કરીને પોતાનો નહિ, પણ ઘણાઓનો લાભ શોધું છું, એ સારૂ ક તેઓ તારણ પામે.