2 અને નાહાશ આમ્મોનીએ તેઓને કહ્યું કે, હું તમારી સાથે કરાર આ સરતે કરૂં કે, હું તમ બધાઓની જમણી આંખો ફોડી નાખીને તેથી સર્વ ઇસ્રાએલને બટ્ટો લગાડું.

3 અને યાબેશના વડીલોએ તેને કહ્યું, અમને સાત દિવસની મુદ્દત આપ, કે ઇસ્રાએલની સર્વ સીમોમાં અમે ખોપીઆ મોકલીએ, ને પછી, જો અમારો બચાવ કરનાર કોઇ નહિ હોય, તો અમે તારી પાસે બહાર આવીશું.

4 પછી ખેપીઆ શાઉલના ગિબઆહ મધ્યે આવ્યા, ને લોકોને એ વચનો કહી સંભળાવ્યા, ને સર્વ લોકો બૂમ પાડીને રડવા લાગ્યા.

5 અને જુઓ, બળદોની પાછળ પાછળ શાઉંલ ખેતરમાંથી આવ્યો, ને શાઉલે કહ્યું, લોકોને શું થયું છે કે તેઓ રડે છે? ને તેઓએ તેને યાબેશના માણસોના વચનો કહી સંભળાવ્યા.

6 અને શાઉલે એ વચનો સાંભળ્યા, ત્યારે તેના પર દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો, ને તે ઘણો ક્રોધાયમાન થયો.

7 અને તેણે બળદની એક જોડ લઈને તેના કાપીને ટુકડા કીધા, ને તેમને ખેપીઆઓની મારફતે ઇસ્રાએલની સર્વ સીમોમાં મોકલીને કહેવડાવ્યું કે, જે કોઇ શાઉલ તથા શમૂએલની પાછળ આવશે નહિ તેના બળદોને એમ કરવામાં આવશે. અને યહોવાહનો ભય લોકોને લાગ્યો, ને એકમતે તેઓ નીકળી આવ્યા.

8 અને તેણે બેઝેકમાં તેઓની ગણત્રી કીધી, ત્યારે ઇસ્રાએલપુત્રો ત્રણ લાખ, ને યહુદાહના માણસો ત્રીસ હજાર થયા.

9 અને જે ખેપીઆ આવ્યા હતા તેઓને તેઓએ કહ્યું કે, તમે યાબેશ-ગિલઆદના માણસોને એવું કહેજો કે, કાલે સૂર્યના તડકા ચઢતા સુધીમાં તમને સહાય મળશે, ને ખેપીઆઓએ જઈને યાબેશના માણસોને તેમ કહ્યું; ને તેઓ આનંદ પામ્યા.

10 માટે યાબેશના માણસોએ કહ્યું કે, કાલે અમે તમારી પાસે બહાર આવીશું, ને તમારી દૃષ્ટિમાં જે સારૂ દેખાય તે સર્વ તમે અમને કરજો.

11 અને સવારે એમ થયું કે, શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કીધી, ને સવારના પહોરમાં તેઓએ છાવણીની મધ્યે પેસી જઈને આમ્મોનીઓને તડકો ચઢતાં સુધી માર્યા, ને એમ થયું કે, જેઓ રહ્યા તેઓ એવા વિખરાઈ ગયા કે કોઇ ઠેકાણે બે જણ ભેગા મળે નહિ.

12 અને લોકોએ શમૂએલને કહ્યું કે, એવું કોણે કહ્યું હતું કે, શું, શાઉલ અમારા ઉપર સરદાર થાય? તે માણસોને રજુ કર, કે અમે તેમને જીવથી મારીએ.

13 ને શાઉલે કહ્યું, અઆજ કોઇ પણ માણસને મારી નાખવું નહિ; કેમકે આજે યહોવાહ ઇસ્રાએલ મધ્યે ઉદ્ધાર કીધો છે.

14 પછી શમૂએલે લૂને કહ્યું કે, ચાલો, આપણે ગિલગાલમાં જઈએ, ને ત્યાં રાજ્ય ફરીથી સ્થાપીએ.

15 પછી સર્વ લોક ગિલગાલમાં ગયા, ને ગિલગાલમાંયહોવાહ આગળ તેઓએ શાઉલને રાજા નિમ્યો; ને ત્યાં યહોવાહ આગળ તેઓએ શાંત્યર્પણો યજ્ઞ કીધા; ને ત્યાં શાઉલે તથા ઇસ્રાએલના સર્વ માણસોએ ઘણો આનંદ કર્યો.