2 અને શાઉલે તે દિવસથી તેને રાખ્યો, ને ત્યાર પછી તેને તેના બાપને ઘેર જવા દીધો નહિ.

3 અને યોનાથાને તથા દાઉદે કોલકરાર કર્યા, કેમકે તે તેના પર પોતાના જીવના જેવી પ્રીતિ કરતો હતો.

4 અને જે જભ્ભો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગપરથી કાઢીને દાઉદને આપ્યો, તથા પોતાનું કવચ, પોતાની તરવાર, તથા ધનુષ્ય, તથા કમરબંધ સહિત આપ્યું.

5 અને જ્યાં કંઈ શાઉલ દાઉદને મોકલતો હતો, ત્યાં તે ચાલ્યો જતો, ને ડાહપણથી વર્તતો; ને શાઉલે તેણે લડવૈયા માણસો ઉપર નિમ્યો, ને એ સર્વ લોકની નજરમાં તથા શાઉલના ચાકરોની નજરમાં પણ સારૂં લાગ્યું.

6 અને દાઉદ પલિસ્તીઓનો સંહાર કરીને પાછો આવ્યો ત્યાર પછી તેઓ ચાલ્યા આવતા હતા, ત્યારે એમ બન્યું કે, સ્ત્રીઓ ડફ તથા વાંજીત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી શાઉલને મળવા સારૂ ઇસ્રાએલના સર્વ નગરોમાંથી નીકળી આવતી.

7 અને તે સ્ત્રીઓ રમતમાં ગાઈને એક બીજાને કહેતી કે, શાઉલે પોતાના સહસ્ત્રોને, અને દાદુએ પોતાના દસ સહસ્ત્રોને સંહાર્યા છે.

8 અને શાઉલને ઘણો ક્રોધ ચઢયો, ને આ રાસડાથી તેને ખોટું લાગ્યું, ને તેણે કહ્યું કે, તેઓને દાઉદને દસ સહસ્ત્રોનું માન આપ્યું છે, ને મને તો તેઓએ માત્ર સહસ્ત્રોનુંજ માન આપ્યું છે; રાજ્ય વિના તેને બીજા શાની કમી રહી છે?

9 ને તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખવા માંડ્યો.

10 અને તેને બીજે દિવસે એમ થયું કે, દેવ તરફથી એક દુષ્ટાત્મા શાઉલ પર જોસભેર આવ્યો, ને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો; ને દાઉદ પોતાના નિત્યના વહિવટ મુજબ પોતાના હાથથી વાંજીત્ર વગાડતો હતો; ને શાઉલના હાથમાં ભાલો હતો.

11 અને શાઉલ તે ભાલો ફેંક્યો, કેમકે તેણે કહ્યું કે, હું દાઉદને મારીનને ભીંત સાથે ચોંટાડીશ. આને દાઉદ તેની આગળથી બે વખત બચી ગયો.

12 અને શાઉલ દાઉદથી બીતો હતો, કેમકે યહોવાહ તેની સાથે હતો, પણ શાઉલની પાસેથી તે દૂર થયો હતો.

13 માટે શાઉલે તેને પોતાની હુજુરમાંથી ખસેડીને તેને પોતાને લશ્કરમાં સહસ્ત્રાધિપતિ બનાવ્યો; ને તે લોકોની અંદર જવા આવવાનો વહિવટ રાખવા લાગ્યો.

14 ને દાઉદ પોતાના સર્વ માર્ગોમાં ડાહપણથી વર્તતો હતો, ને યહોવાહ તેની સાથે હતો.

15 ને તે ઘણા ડાહપણથી વર્તે છે એ જોઇને શાઉલને તેની બીક લાગતી હતી.

16 પણ સર્વ ઇસ્રાએલ તથા યહુદાહ દાઉદ ઉપર પ્રીતિ રાખતાં હતા; કેમકે તે તેઓની અંદર જવાનો વહેવાર રાખતો હતો.

17 અને શાઉલે દાઉદને કહ્યું, જો, મારી જ્યેષ્ઠપુત્રી મેરાબ છે, તેને હું તારી સાથે પરણાવીશ; ફક્ત એટલુંજ કે મારે સારૂ બળવાન થા, ને યહોવાહની લડાઈઓ લાડ. કેમકે શાઉલે કહ્યું કે, મારો હાથ એના પર ન આવે, પણ પલિસ્તીઓનો હાથ એના પર આવે.

18 અને દાઉદ શાઉલને કહ્યું કે, હું કોણ છું, તથા મારા સગાંવહાલાં તથા ઇસ્રાએલમાં મારા બાપનું કુટુંબ કોણ છે, કે હું રાજાનો જમાઇ થાઉં?

19 પણ જયારે શાઉલની દીકરી મેરાબ દાઉદને આપવી જોઈતી હતી, ત્યારે એમ થયું કે તેને આદ્રીએલ મહોલાથીની સાથે પરણાવી દીધી.

20 અને શાઉલની દીકરી મીખાલને દાઉદ સાથે પ્રીતિ લાગી હતી; ને તેઓએ શાઉલને કહ્યું, ને તે વાત તેને સારી લાગી.

21 અને શાઉલે કહ્યું, હું તેણીને તેને આપીશ, કે તે તેને ફાંદારૂપ થાય, ને પલિસ્તીઓનો હાથ તેની વિરુદ્ધ થાય. તે માટે શાઉલે દાઉદને કહ્યું કે, આજે તું બીજી વાર મારો જમાઇ થશે.

22 અને શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા કીધી કે, તમારે દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચિત કરીને કહેવું કે, જો, રાજા તારા ઉપર બહુ પ્રસન્ન છે, ને તેના સર્વે ચાકરો તને ચાહે છે; માટે હવે રાજાનો જમાઇ થા.

23 અને શાઉલના ચાકરોએ એ શબો દાઉદના કાનમાં કહ્યા; ને દાઉદે કહ્યું કે, હું કંગાલ તથા અલ્પ આબરૂવાન માણસ છતાં રાજાનો જમાઇ થાઉં, એ વાત તમને જુજ લાગે છે કે શું?

24 ને શાઉલના ચાકરોએ તેને ખબર આપીને કહ્યું કે, દાઉદ આમ બોલ્યો.

25 અને શાઉંલે કહ્યું કે, તમારે દાઉદને એમ કહેવું કે, રાજાને કંઈ પણ પલ્લું જોઈતું નથી, પણ રાજાના શત્રુઓ પર વેર વાળવા સારૂ પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મ જોઈએ છે. હવે શાઉલનો ઇરાદો એવો હતો કે દાઉદ પલિસ્તીઓના હાથથી માર્યો જાય.

26 અને તેના ચાકરોએ એ વાતો દાઉદને કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઇ થવાનું બહુ સારૂં લાગ્યું. અને દિવસો પૂરા થયા નહોતા,

27 એટલામાં દાઉદ ઉઠ્યો, ને તેણે પોતાના માણસો સુદ્ધાં જઈને બસેં પલિસ્તીઓને મારી નાખ્યા; ને દાઉદ તેઓના અગ્રચર્મ લાવ્યો, ને તે રાજાનો જમાઇ થાય, તે માટે તેઓએ રાજાને પૂરેપૂરા ગણી આપ્યાં. અને શાઉલે પોતાની દીકરી મીખાલને તેની સાથે પરણાવી.

28 અને શાઉલે જોયું ને જાણ્યું કે, યહોવાહ દાઉદની સાથે છે; ને શાઉલની દીકરી મીખાલને તેની સાથે પ્રીતિ લાગી હતી.

29 અને શાઉલ દાઉદથી અગાઉ કરતાં પણ વધારે બીવા લાગ્યો; ને શાઉલ જથુ દાઉદનો વેરી રહ્યો.

30 ત્યાર પછી પલિસ્તીઓના સરદારો સવારીએ નિકળવા લાગ્યા; ને તેઓ જેટલા વખત સ્વારીએ નિકળતા તેટલા વખત એમ થતું કે, દાઉદ શાઉલના સર્વ ચાકરો કરતાં ચતુરાઈથી વર્તતો; તેથી તેનું નામ ઘણુંજ લોકપ્રિય થયું.