2 અને યોનાથાને દુઆદને ખબર આપતાં કહ્યું કે, મારો બાપ શાઉલ તને મારી નાખવા શોધે છે, માટે કૃપા કરીને સવારમાં પોતા વિષે સાવચેત થઈને કોઇ ગુપ્ત જગ્યામાં સંતાઈ રહેજે;

3 ને હું ફરવા નિકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા બાપ પાસે ઉભો રહીશ, ને મારા બાપની સાથે તારા વિષે વાતચિત કરીશ; ને જો હું કંઈ જોઇશ તો હું તને ખબર આપીશ.

4 અને યોનાથાને પોતાના બાપ શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં તેને કહ્યું કે, રાજાથી પોતાના ચાકર દાઉદનો અપરાધ ન થાઓ; કેમકે તેણે તારો અપરાધ કીધો નથી, ને તેનાં કામ તારી પ્રત્યે ઘણાં સારાં થતાં આવ્યાં છે;

5 કેમકે તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને પલિસ્તીઓને માર્યા, ને યહોવાહે સર્વ ઇસ્રાએલને સારૂ મોટી ફતેહ મેળવી; તે જોઇને તને હર્ષ થયો; ત્યારે કારણ વગર મારી નાખીને નિર્દોષ લોહીની વિરુદ્ધ શા સારૂ તારે અપરાધ કરવો?

6 ને શાઉલે યોનાથાનનું કહેવું સાંભળ્યું; ને શાઉલે જીવતા યહોવાહનું સોગન ખાઈને કહ્યું કે, તે માર્યો નહિજ જશે.

7 અને યોનાથાને દાઉદને બોલાવ્યો, ને યોનાથાને તેને એ સર્વ વાતો વિષે વાકેફગાર કીધો. અને યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, ને તે આગળની માફક તેની હજુરમાં રહ્યો.

8 અને ફરીથી વિગ્રહ થયો; ને દાઉદ સામો જઈને પલિસ્તીઓની સાથે લડ્યો, ને મારીને તેઓનો મોટો સંહાર કીધો; ને તેઓ તેની આગળથી નાઠા.

9 અને શાઉલ પોતાનો ભાલો પોતાના હાથમાં લઈને પોતાના ઘરમાં બેઠો હતો, અને અરસામાં તેના ઉપર યહોવાહ તરફથી દુષ્ટાત્મા આવ્યો; ને દાઉદ પોતાના હાથથી વાંજીત્ર વગાડતો હતો.

10 અને શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંતે ચોંટાડી દેવાનો પ્રયત્ન કીધો; પણ તે શાઉલની હજુરમાંથી સટકી ગયો, ને તેનો મારેલો ભાલો ભીંતમા ચોંટ્યો; ને દાઉદ નાસીને તે રાતે બચી ગયો.

11 અને દાઉદ ઉપર ચોકી રાખીને તેને સવારે મારી નાખવા સારૂ શાઉલ તેને ઘેર હુલકારા મોકલ્યા; અને દાઉદની સ્ત્રી મીખાલે તેને ખબર આપીને કહ્યું કે, તો તું આજ રાત્રે તારો જીવને બચાવશે નહિ, તો કાલે તું માર્યો જશે.

12 તેથી મીખાલે દાઉદને બારીએથી ઉતારી મુખ્યો; ને તે નાસી જઇને બચ્યો.

13 અને મીખાલે તરાફિમ લઈને પલંગ પર સુવાડ્યા, ને તેને ઓશીકે બકરાના વાળનો તકિયો મુક્યો ને તેના પર લુંગડા ઓઢાડ્યાં.

14 અને શાઉલે દાઉદને પકડવાને હલકારા મોકલ્યા, ત્યારે તેણીએ કહ્યું કે, તે માંદો છે.

15 અને શાઉલે દાઉદને જોવા સારૂ હલકારા મોકલ્યા, એમ કહીને કે, તેને પલંગમાં મારી પાસે ઉંચકી લાવો, કે હું તેને મારી નાખું.

16 અને હલકારા અંદર આવ્યા, ત્યારે, જુઓ, પલંગ પર તો તરાફીમ હતા, તથા તેને ઓશીકે બકરાના વાળનો તકિયો હતો.

17 અને શાઉલે મીખાલને કહ્યું કે તેં કેમ મને આ રીતે છેતરીને મારા શત્રુને જવા દીધો, કે જેથી તે બચી ગયો છે? ને મીખાલે શૌલને ઉત્તર આપ્યો કે, તેણે મને કહ્યું કે, મને જવા દે, મારી પાસે તારૂં ખૂન કેમ કરાવે છે?

18 હવે દાદુ નાસી છૂટ્યો, ને રામાહમાં શમૂએલ પાસે આવીને જે સઘળું શાઉલે તેના પર વિતાડ્યું હતું તેની ખબર તેને કહી. અને તે તથા શમૂએલ જઈને નાયોથમાં રહ્યા.

19 અને શાઉલને એવા સમાચાર મળ્યા કે, જો, દાઉદ રામાહના નાયોથમાં છે.

20 અને શાઉલે દાઉદને પકડવાને હલકા મોકલ્યા; અને જયારે તેઓએ ભવિષ્યવાદીની તોલીને ભવિષ્યવાણી બોલતી, તથા શમૂએલને તેઓના ઉપરી તરીકે તેઓ મધ્યે ઉભો રહેલો જોયો, ત્યારે શાઉલના હલકારા ઉપર દેવનો આત્મા આવ્યો, અને તેઓ પણ ભવિષ્યવાણી બોલવા લાગ્યા.

21 અને શાઉલને તે સમાચાર મળ્યા, ત્યારે તેણે બીજા હલકારો મોકલ્યા, ને તેઓ પણ ભવિષ્યવાણી વદવા લાગ્યા.

22 પછી તે પણ રામાહમાં ગયો, ને સેખુમાંના મોટા કુવા પાસે આવ્યો; ને તેણે પુછ્યું કે, શમૂએલ તથા દાઉદ ક્યાં છે? ને કોઈએકે કહ્યું કે, જો, તેઓ રામાહમાં નાયોથમાં છે.

23 અને તે રામાહના નાયોથમાં જવા નિકળ્યો; ને દેવના આત્મા તેના પર પણ આવ્યો, ને તેણે રસ્તે ચાલતાં ચાલતાં રામાહના નાયોથમાં પહોંચ્યો ત્યાં સુધી ભવિષ્યવાણી વદ્યા કરી.

24 અને તેણે પોતાના અંગવસ્ત્ર પણ ઉતાર્યા, ને તે પણ શમૂએલની આગળ ભવિષ્યવાણી વદવા લાગ્યો, ને તે આંખો દિવસ તથા રાત નગ્નાવસ્થામાં પડી રહ્યો. એ ઉપરથી લોકોમાં કહેવત ચાલે છે કે, શું શાઉલ પણ ભવિષ્યવાડીઓમાં છે?