2 તે માટે દાઉદે યહોવાહની સલાહ પુછી કે, હું જઈને એ પલિસ્તીઓને મારૂં? ને યહોવાહે દાઉદને કહ્યું કે, જા, ને પલીસ્તીઓને મારીને કઈ'લાહને બચાવ.
3 અને દાઉદના માણસોએ તેને કહ્યું કે, જો, અમને અહીં યહુદાહમાં દર લાગે છે; તો કાઈલાહમાં પલિસ્તીઓનાં લશ્કરો વિરુદ્ધ જતાં કેટલો વિશેષ દર લાગશે!
4 ત્યારે દાઉદે બીજીવાર પણ યહોવાહની સલાહ લીધી, ને યહોવાહે તેને ઉત્તર આપીને કહ્યું કે, ઉઠીને કઈલાહ પર ચઢાઈ કર; કેમકે હું પલિસ્તીઊને તારા હાથમાં સોંપી દઈશ.
5 અને દાઉદ તથા તેના માણસો કઈલાહમાં ગયા, ને પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને તેઓનાં ઢોર હરણ કરી ગયા, ને તેમને કતલ કરીને તેમનો મોટો સંહાર કીધો. એમ દાઉદે કઈલાહવાસીઓને બચાવ્યા.
6 અને એમ થયું કે, અહીમેલેખનો દીકરો આબ્યાથાર દાઉદ પાસે કઈલાહમાં નાસી આવ્ય ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.
7 અને શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલાહમાં આવ્યો છે. અને શાઉલે કહ્યું કે, દેવે તેને મારા હાથમાં સોંપી દીધો છે, કેમકે દરવાજા તથા ભુંગળોવાળા નગરમાં પેઠાથી તે અંદર ગોંધાઈ ગયો છે.
8 અને કઈલાહ ઉપર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરીને લેવા સારૂ શાઉલે સર્વ લોકોને યુદ્ધમાં બોલાવ્યા.
9 અને દાઉદ જાણતો હતો કે શાઉલ મને ઉપદ્રવ કરવાની યુક્તિઓ રચે છે; ને તેણે આબ્યાથાર યાજકને કહ્યું કે, એફોદ અહીં લાવ.
10 પછી દાઉદે કહ્યું કે, હે ઇસ્રાએલના દેવ યહોવાહ, તારા સેવકે નક્કી સાંભળ્યું છે કે, મારે લીધે નગરનો નાશ કરવાને શાઉલ કઈલાહે આવવાનો વગ શોધે છે.
11 કઈલાહના માણસો શું મને તેના હાથમાં સોંપી દેશે? તારા ચાકરના સાંભળ્યા મુજબ શું શાઉલ અહીં આવશે? હે ઇસ્રાએલના દેવ યહોવાહ, હું તારી આજીજી કરૂં છું કે, તારા સેવકને કહે. અને યહોવાહે કહ્યું કે, તે આવશે.
12 ત્યારે દાઉદે કહ્યું, શું કઈલાહના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે? ને યહોવાહે કહ્યું, તેઓ તને સોંપી દેશે.
13 ત્યારે દાઉદ તથા તેના માણસો, જે આસરે છસેં હતા, તેઓ ઉઠીને કઈલાહમાંથી નિકળી ગયા, ને જ્યાં જવાય ત્યાં ગયા અને શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલાહમાંથી નાસી ગયો છે; ને તેણે ત્યાં જવાનું માંડી વાળ્યું.
14 અને દાઉદ રાનમાં મજબુત ગઢોમાં વસ્યો; ને ઝીફના રાનમાં પહાડી મુલકમાં રહ્યો. અને શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ દેવે તેને તેના હાથમાં સોંપ્યો નહિ.
15 અને દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા સારૂ બહાર નીકળેલો છે; બે દાઉદ ઝીફના રાનની એક ઝાડીમાં હતો.
16 અને શાઉંલનો દીકરો યોનાથાન ઉઠીને ઝાડીમાં દાઉદ પાસે ગયો, ને તેના હાથ દેવમાં મજબૂત કીધા.
17 અને તેણે કહ્યું કે, બીશ મા; કેમકે મારા બાપ શાઉલનો હાથ તને ખોળી કાઢી શકશે નહિ; અને તું ઇસ્રાએલ પર રાજા થશે, ને હું તારાથી બીજે દરજ્જે હોઈશ; ને મારો બાપ શાઉલ પણ એ તો જાણે છે
18 અને તે બન્નેએ યહોવાહની આગળ કરાર કીધો; ને દાઉદ ઝાડીમાં રહ્યો ને યોનાથાન પોતાને ઘેર ગયો.
19 ત્યારે ઝીફીઓએ ગિબઆહમાં શાઉલ પાસે આવીને કહ્યું કે, અરણ્યની દક્ષિણે હખીલાહ ડુંગરની ઝાડીમાં મજબુત ગઢોમાં અમારી મધ્યે શું દાઉદ સંતાઈ રહ્યો નથી?
20 માટે હવે, ઓ રાજા, તારા મનની ત્યાં આવવાની સઘળી ઇચ્છા પ્રમાણે ત્યાં આવ; ને તેને રાજાના હાથમાં સોંપી દેવો એ અમારૂં કામ.
21 અને શાઉલે કહ્યું કે, યહોવાહ તમને આશિષ ડો; કેમકે તમે મારા પર દયા કરી છે.
22 કૃપા કરીને જઈને તે વિષે હજી વધારે નક્કી કરો, ને તેના પગફેરની જગ્યા, તથા ત્યાં તેને કોણે જોયો છે, તે જાણો ને જુઓ; કેમકે મને ખબર મળી છે કે તે ઘણી પક્કાઇથી વર્તે છે.
23 માટે જુઓ, ને તેની સંતાઈ રહેવાની સર્વ જગ્યાઓ જાણી લઈને, જરૂર ફરીથી મારી પાસે આવજો, એટલે હું તમારી સાથે આવીશ; ને જો તે દેશમાં હશે તો એમ થશે કે, હું તેને યહુદાહના હજારોમાંથી શોધી કાઢીશ.
24 અને તેઓ ઉઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા; પણ દાઉદ ને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબાહમાં હતા.
25 અને શાઉલ તથા તેના માણસો તેને શોધવા ગયા. ને લોકોએ દાઉદને ખબર આપી; માટે તે ઉતરીને ખડક પાસે આવીને માઓન રાનમાં રહ્યા. અને તે સાંભળીને શાઉલ માઓન રાનમાં દાઉદની શોધમાં ગયો.
26 અને શાઉલ પર્વતની આ બાજુએ ગયો, ને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા; ને દાઉદે શાઉલની બીકને લીધે સટકી જવાને ઉતાવળ કીધી; કેમકે શાઉલ તથા તેના માણસોએ દાઉદને તથા તેના માણસોને પકડવા સારૂ તેઓને ઘેરી લીધા હતા.
27 પણ એક હલ્કારાએ શાઉલ પાસે આવીને કહ્યું કે, જલદી ચાલ; કેમકે પલિસ્તીઓએ દેશમાં ઘાડ પાડી છે.
28 એમ શાઉલ દાઉદની પુઠે લાગવાથી પાછા ફરીને પલિસ્તીઓની સામે ગયો; એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડ્યું.
29 અને દાઉદ ત્યાંથી નિકળી જઈને એન-ગેદીના મજબુત ગઢોમાં રહ્યા.