2 તે પરથી શાઉલ સર્વ ઇસ્રાએલમાંથી ત્રણ હજાર ચુંટી કાઢેલા માણસોને લઈને દાઉદની તથા તેના માણસોની શોધમાં રાની બકરાંઓના ખડકો પર ગયો.

3 અને તે માર્ગે મેંઢવાડાઓ પાસે આવ્યો કે જ્યાં એક ગુફા હતી; ને શાઉલ પોતાના પગ ઢાંકવાને તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી માંહેલા ભાગમાં બેઠેલા હતા.

4 અને દાઉદના માણસોએ તેને કહ્યું કે, જો, જે દિવસે વિષે યહોવાહે તને કહ્યું હતું કે, જો, હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, ને તને જેમ સારૂ લાગે તેમ તું તેને કરજે, તે દિવસ આવ્યો છે. ત્યારે દાઉદે ઉઠીને ગુપ્ત રીતે શાઉલના જભ્ભાની કોર કાપી લીધી.

5 અને પછીથી એમ થયું કે, તેણે શાઉલના જભ્ભાની કોર કાપી લીધી હતી તેને લીધે દાઉદના મને તેને માર્યો

6 અને તેણે પોતાનો માણસોને કહ્યું કે, યહોવાહ એવું ન થવા દો, કે મારો હાથ તેના વિરુદ્ધ લંબાવીને મારો મુરબ્બી, તથા યહોવાહના અભિષિક્ત પ્રત્યે હું એવા કામ કરૂં, કેમકે તે યહોવાહનો અભિષિક્ત છે.

7 એમ દાઉદે આ શબ્દો બોલીને પોતાના માણસોને વાર્યા, ને તેમને શાઉલની સામે ઉઠવા દીધા નહિ. અને શાઉલ ગુફામાંથી ઉઠીને પોતાને માર્ગે પડ્યો.

8 દાઉદ પણ પછીથી ઉઠ્યો, ને ગુફાની બહાર નીકળીને શાઉલને હાંક મારીને કહ્યું કે, હે મારા મુરબ્બી રાજા; ને જયારે શાઉલે પોતાની પાછળ જોયું, ત્યારે દાઉદે સાષ્ટાંગ પ્રણામ કીધાં.

9 અને દાઉદે શાઉલને કહ્યું કે, જો, દાઉદ તારૂં નુકસાન શોધે છે, એવું બોલનારાઓના વચન તું શા માટે સાંભળે છે?

10 જો, આજ તેં તારી નજરે જોયું છે કે, આજે ગુફામાં કેવી રીતે યહોવાહે તને મારા હાથમાં સોંપ્યો હતો; કેટલાંકે તને મારી નાખવાને મને કહ્યું; પણ મેં તને જીવતદાન દીધું; ને મેં કહ્યું કે, હું મારો હાથ મારો મુરબ્બીની વિરુદ્ધ નહિ લંબાવું; કેમકે તે યહોવાહનો અભિષિક્ત છે.

11 વળી, મારા બાપ, જો, હા, મારા હાથમાં તારા જભ્ભાની કોર જો; મેં તારા જભ્ભાની કોર કાપી લીધી તે છતાં તને મારી નાખ્યો નહિ, તે ઉપરથી જાણ ને સમજ કે મારા હાથમાં ઉપદ્રવ કે ઉલ્લંઘન નથી, ને જો કે તું મારો જીવ લેવા સારૂ મારી પૂઠે લાગ્યો છે, તો પણ મેં તારો અપરાધ કીધો નથી.

12 યહોવાહ મારી તથા તારી વચ્ચે ન્યાય કરો, ને યહોવાહ મારૂં વેર તારી પાસેથી લો, પણ મારો હાથ તારા પર નહિજ આવે.

13 પ્રાચીન લોકોની કહેવત શિખવે છે તેમ, દુષ્ટાઈ તો દુષ્ટોમાંથી નીકળે છે; પણ મારા હાથ તારા પર આવશેજ નહિ.

14 ઇસ્રાએલનો રાજા કોણની પાછળ નિકળ્યો છે? તું કોણની પાછળ લાગેલો છે? એક મુએલાં કુતરા પાછળ, એક ચાંચડ પાછળ.

15 યહોવાહ ન્યાયાધીશ થઈને મારો ને તારો વચ્ચે ચુકાદો આપે, ને જોઇને મારા પક્ષની હિમાયતી કરે, ને મને તારા હાથથી છોડાવે.

16 અને દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો, એટલે એમ થયું કે, શાઉલ કહ્યું કે, મારા દીકરા દાઉદ, શું એ તારો સાદ છે?

17 અને તેણે દાઉદને કહ્યું કે, મારા કરતાં તું વધારે ન્યાયી છે; કેમકે તેં મને સારો બદલો દીધો છે, પણ મેં તને માઠો બદલો આપ્યો છે.

18 અને તેં આજ જાહેર કીધું છે કે તું મારી સાથે કેવી રીતે વર્ત્યો છે; કેમકે જયારે યહોવાહે મને તારા હાથમાં સોંપ્યો હતો, ત્યારે તેં મને મારી નાખ્યો નહિ.

19 કેમકે જો કોઇ માણસને તેનો શત્રુ મળે, તો તે તેને સહી સલામત જવા દેશે શું? એ માટે તેં જે આજ મારી પ્રત્યે કીધું છે તેનો સારો બદલો યહોવાહ તને આપો.

20 અને હવે, હો, હું જાણું છું કે તું નક્કી રાજા થશે, ને ઇસ્રાએલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે.

21 એ માટે હવે યહોવાહની સોગન મારી આગળ ખા, તું મારી પાછળનાં મારાં સંતાનને નાબૂદ નહિ કરે, ને તું મારૂં નામ મારા બાપના ઘરમાંથી નષ્ટ નહિ કરે,

22 અને દાઉદે શાઉલ આગળ સોગન્ન ખાધા, ને શાઉલ પોતાને ઘેર; પણ દાઉદ તથા તેના માણસો ઉપર ચઢીને ગઢમાં ગયા.