2 અને પલિસ્તીઓએ ઇસ્રાએલ સામે યુદ્ધવ્યૂહ રચ્યો; ને લડાઇ થવા લાગી, ત્યારે પલિસ્તીઓની સામે ઇસ્રાએલે હાર ખાધી; ને તેઓએ રણક્ષેત્રમાં સૈન્યના આસરે ચાર હજાર માણસ માર્યા.

3 અને લોક છાવણીમાં આવ્યા, ત્યારે ઇસ્રાએલના વડીલોએ કહ્યું, આજે યહોવાહે પલિસ્તીઓની સામે આપણને કેમ માર ખવડાવ્યો છે? શીલોહ મધ્યેથી યહોવાહના કરારનો કોષ આપણે પોતાની પાસે લાવીને કે તે આપણા મધ્યે આવીને આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે.

4 અને લોકોએ શીલોહમાં માણસ મોકલ્યા, ને તેઓ સૈન્યનો યહોવાહ, જે કરૂબીમની વચ્ચે બિરાજમાન છે, તેના કરારનો કોષ ત્યાંથી લાવ્યા; ને એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ દેવના કરારના કોષ સાથે ત્યાં આવ્યા હતા.

5 અને યહોવાહના કરારનો કોષ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇસ્રાએલીઓએ એવો મોટો હોકારો કીધો કે, પૃથ્વીમાંથી પડધા પડ્યા.

6 અને પલિસ્તીઓએ હોકારાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું કે, હેબ્રીઓની છાવણીમાં આવ્યો છે.

7 અને પલિસ્તીઓએ ભયભીત થયા, કેમકે તેઓએ કહ્યું કે, દેવ છાવણી મધ્યે આવ્યો છે. અને તેઓએ કહ્યું, આપણને અફસોસ; કેમકે આજ સુધી આવું કદી થયું નથી.

8 આપણને અફસોસ; આ પરાક્રમી દેવોના હાથમાંથી આપણને કોણ છોડાવશે? જે દેવોએ મિસરીઓને રાનમાં સર્વ પ્રકારના મરાઓથી માર્યો હતા તે એ છે.

9 ઓ પલિસ્તીઓ, તમે બળવંત થાઓ, ને હિમ્મત રાખો, કે જેમ હેબ્રીઓ તમારા દાસ થયા હતા, તેમ તમે તેઓના દાસ ન થાઓ; હિમ્મત રાખીને લડો.

10 અને પલિસ્તીઓ લડ્યા, ને ઇસ્રાએલીઓએ માર ખાધો, ને તેઓમાંનો પ્રત્યેક પોતપોતાના તંબુમાં નાસી ગયો, ને ઘણી મોટી કતલ થઇ; કેમકે ઇસ્રાએલના પાયદળમાંથી ત્રીસ હજાર પડ્યા.

11 અને દેવનો કોષ શત્રુના હાથમાં પડ્યો; ને એલીના બે દીકરા, હોફની તથા ફીનહાસ, માર્યા ગયા.

12 અને બિન્યામીનનો એક પુરૂષ સૈન્યમાંથી દોડ્યો, ને તેના વસ્ત્ર ફાટી ગયેલા તથા તેના માથા ધૂળ ભરેલી, એવી સ્થિતિમાં તે તેજ દિવસે શીલોહ મધ્યે આવી પહોંચ્યો.

13 અને તે આવ્યો ત્યારે, જુઓ, એલી રસ્તાની કોરે આસન ઉપર બેસીને વાટ જોતો હતો; કેમકે તેનું હૃદય દેવના કોષ વિષે થરથરતું હતું. અને જયારે તે માણસે નગરમાં આવીને તે ખબર કહી, ત્યારે આખું નગર પોંક મુકીને રડ્યું.

14 અને એલીએ તે પોકનો આવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, ખળભલાટ તથા શોરબકોર કેમ થાય છે? ને તે માણસે ઉતાવળથી આવીને અલીને કહ્યું.

15 એલી તો અઠ્ઠાણું વર્ષની વયનો હતો; ને તેની આંખો એટલી ઝાંખી પડી ગઇ હતી કે તે દેખી શકતો નહોતો.

16 અને તે માણસે એલીને કહ્યું, સૈન્યમાંથી જે આવ્યો તે હું છું, ને સૈન્યમાંથી આજજ હું દોડતો આવ્યો છું. અને તેણે કહ્યું, મારા દીકરા, ત્યાં શું થયું?

17 ને સંદેશો લાવનારે ઉત્તર આપીને કહ્યું, ઇસ્રાએલ પલિસ્તીઓ આગળથી નાઠા છે, નને વળી લોકોમાં ઘણી કતલ થઇ છે, ને તારા બન્ને દીકરા, હોફની તથા ફીનહાસ, પણ મરણ પામ્યા છે, ને દેવનો કોષ શત્રુના હાથમાં પડ્યા છે.

18 અને તેણે દેવના કોષ વિષે કહ્યું ત્યારે એમ થયું કે, એલી દરવાજાની બાજુ પાસેન આસન ઉપરથી ચત્તોપાટ પડી ગયો, ને તેની ગરદન ભાંગી ગઇ ને તે પરાંન પામ્યો; કેમકે તે માણસ વૃદ્ધ તથા શરીરે ભારે હતો. અને તેણે ઇસ્રાએલીઓનો ન્યાય ચાળીસ વર્ષ કીધો હતો.

19 અને તેની પુત્રવધૂ, એટલે ફિન્હાસની પત્ની ગર્ભવતી હતી તથા તેનો પ્રસૂતિનો વખત નજીક હતો; ને તેણીએ જયારે એવી ખબર સાંભળી કે, દેવના કોશનું હરણ થયું છે, ને તેનો સસરો તથા તેનો વાર મરણ પામ્યો છે, ત્યારે તે વાંકી વળીને જણી, કેમકે તેને ચૂંક આવતી હતી

20 અને તેના મરણની વખતે જે સ્ત્રીઓ તેની પાસે ઉભેલી હતી તેઓએ કહ્યું કે, બી મા, કેમકે તને દીકરો જનમ્યો છે. પણ તેણીએ ઉત્તર આપ્યો નહિ, ને પરવા પણ કંઈ કીધી નહિ.

21 અને તેણીએ છોકરાનું નામ ઇખાબોદ પાડીને કહ્યું કે, ઇસ્રાએલ મધ્યેથી ગૌરવ ગયું છે; કારણ કે દેવનો કોષ લઇ જવાયો હતો, ને તેના સસરાનું તથા વરનું મોત થયું હતું.

22 અને તેણીએ કહ્યું, ઇસ્રાએલ નાધ્યેથી ગૌરવ ગયું છે; કેમકે દેવના કોશનું હરણ થયું છે.