2 અને પલિસ્તીઓએ યાજકોને તથા શુકન કહેનારાઓને બોલાવીને તેઓને કહ્યું કે, યહોવાહના કોષનું અમે કેમ કરીએ? અમે તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીને એ અમને કહો.
3 અને તેઓએ કહ્યું, જો તમે ઇસ્રાએલના દેવનો કોષ પાછો મોકલો તો તે ખાલી મોકલશો મા, પણ તેની સાથે ગમે તેમ કરીને દોષાર્થાર્પણ મોકલજો; ત્યારે તમે સમા થશો, ને તેનો હાથ તમારા ઉપરથી નિવારણ થતો નથી એનું કારણ તમને જણાશે.
4 ત્યારે તેઓએ કહ્યું, અમે કેવું દોષાર્થાર્પણ તેની પ્રત્યે મોકલીએ? ને તેઓએ કહ્યું, પલિસ્તીઓના સરદારોની ગણના પ્રમાણે સોનાની પાંચ ગાંઠો ને સોનાનાં પાંચ ઉંદરો; કેમકે તમ સર્વને તથા તમારા સરદારોને એકજ જાતનો રોગ લાગ્યો છે.
5 માટે તમારી ગાંઠોની પ્રતિમા બનાવો, ને તમારા ઉંદરો જે દેશમાં રંજાડ કરે છે તેઓની પણ પ્રતિમા તમે બનાવો; ને ઇસ્રાએલના દેવનું ગૌરવ તમે કરો; કદાચ તે પોતાનો હાથ તમારા ઉપરથી, ને તમારા દેવો ઉપરથી, હલકો કરશે.
6 તો જેમ મિસરીઓએ તથા ફારૂને પોતાનાં અંતઃકરણ કઠણ કીધાં, તેમ તમે તમારાં અંતઃકરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદ્દ્ભૂતકૃત્યો કીધાં, ત્યાર પછી, શું, એમ ન થયું કે, તેઓએ લોકને જવા દીધા, ને તેઓ ગયા?
7 તો હવે એક નવું ગાડું લઇને તૈયાર કરો, ને બે દુઝણી ગાયો જેઓ ઉપર કદી ઝુંસરી આવી ન હોય તેવી લો; ને તે ગાયોને તે ગાડે જોડો, ને તેઓના વાછરડા તેઓની પાસેથી ઘેર લાવો.
8 અને યહોવાહનો કોષ લઈને તે ગાડા ઉપર મુકો, ને જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેની પ્રત્યે મોકલો છો, તેઓને તેની બાજુએ એક ડબ્બામાં મુકો, ને તેને વિદાય કરો કે તે જાય.
9 અને, જુઓ, જો તે તેની પોતાની સીમને માર્ગે બેથ-શેમેશ તરફ જાય, તો તેજ આપણા પર આ મોટી આફત લાવ્યો છે; પણ જો તેમ તે જાય નહિ તો આપણે જાણીશું, કે તેના હાથે આપણને માર્યા નથી, પણ દૈવયોગે એ આપણા ઉપર વિત્યું હતું.
10 અને તે માણસોએ તેમ કીધું, એટલે તેઓએ બે દુઝણી ગાયો લઈને ગાડે જોડી ને તેઓના ઉંદરો તથા ગાથોની પ્રતિમા ડબ્બામાં રાખીને એમને પણ ગાડામાં મુક્યા.
11 અને તેઓએ યહોવાહના કોષને, ને સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમા ડબ્બામાં રાખીને એમને પણ ગાડામાં મુક્યાં.
12 અને ગાયોએ સીધો બેથ-શેમેશનો રસ્તો પકડ્યો; રાજમાર્ગે ચાલતી ચાલતી તે બરાડતી હતી, ને જમણી કે ડાબી ગમ વળીજ નહિ; ને પલિસ્તીઓના સરદારો તેઓની પાછળ બેથ-શેમેશની સીમ સુધી ગયા.
13 અને બેથ-શેમેશના માણસો નીચાણમાં ઘઉં કાપતા હતા; ને તેઓએ પોતાની આંખો ઉંચી કરીને કોષ દીઠો, ન તે જોઇને તેઓ આનંદ પામ્યા.
14 અને તે ગાડું યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં આવ્યું, ને એક મોટો પત્થર હતો ત્યાં થોભ્યું, ને તેઓએ ગાડાનાં લાકડાં ચીરીને યહોવાહ આગળ તે ગાયોનું દહનીયાર્પણ કીધું.
15 અને લેવીઓએ યહોવાહના કોષને તથા તેની સાથેના સોનાના દાગીનાવાળા ડબ્બાને ઉતારીને તે મોટા પત્થર પર મુક્યાં, ને બેથ-શેમેશના માણસોએ તેજ દિવસે યહોવાહને દહનીયાર્પણો તથા યજ્ઞો કીધાં.
16 અને પલિસ્તીઓના પાંચ સરદારો તે જોઇને તેજ દિવસે એક્રોનમાં પાછા આવ્યા.
17 અને યહોવાહને સારૂ દોષાર્થાર્પણ તરીકે સોનાની જે ગાંઠો પલિસ્તીઓએ મોકલી હતી તે આ પ્રમાણે; આશ્દોદને સારૂ એક, ગાઝ્ઝાહને સારૂ એક, અશ્ક્લોનને સારૂ એક, ગાથને સારૂ એક, ને એક્રોનને સારૂ એક;
18 ને જે મોટા પત્થર ઉપર તેઓએ યહોવાહનો કોષ મુક્યો હતો, જે પત્થર આજ સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે, ત્યાં સુધી આવેલા પલિસ્તીઓનાં સર્વ નગરો, એટલે કોઠવાલાનગરો તથા સીમનાં ગામડાં, જે એ પાંચ સરદારોના હતા, તે નગરીની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા.
19 અને તેણે બેથ-શેમેશના માણસોને, એટલે તે લોકોમાંના પચાસ હજાર ને સિત્તેરને માર્યા, કેમકે તેઓએ યહોવાહના કોશમાં જોયું, ને લોકોએ વિલાપ કીધો, કેમકે યહોવાહે તેમને મારીને મોટો ઘાણ વાળ્યો હતો.
20 અને બેથ-શેમેશના માણસોએ કહ્યું કે, આ પવિત્ર દેવ યહોવાહની આગળ કોણ ઉભું રહી શકે? ને અમારી પાસેથી કોને ત્યાં તે જાય?
21 અને તેઓએ કિર્યાથ યઆરીમના લોકો પાસે સંદેશીઆ મોકલીને કહેવડાવ્યું કે, પલિસ્તીઓ યહોવાનો કોષ પાછો લાવ્યા છે, તમે નીચે આવીને તે તમારે ત્યાં લઇ જાઓ.