2 અને એમ થયું કે, જે દિવસથી કોષ કિર્યાથ-યઆરીમમાં રહેવા લાગ્યો ત્યારથી લાંબો કાળ વિતી ગયો; કેમકે તેને વીસ વર્ષ થઇ ગયાં, ને ઇસ્રાએલના ઘરનાં સઘળાંએ યહોવાહ વિષે વિલાપ કર્યો.
3 અને શમૂએલે ઇસ્રાએલના ઘરનાં સર્વને કહ્યું કે, જો તમે પોતાના પુરા હૃદયથી યહોવાહની ગમ ફરો છો, તો તમારા મધ્યેથી અન્ય દેવો તથા આશ્તારોથ દૂર કરો, ને પોતાનાં અંતઃકરણો યહોવાહની પ્રત્યે લગાડો, ને કેવળ તેની સેવા કરો; એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે
4 ત્યારે ઇસ્રાએલપુત્રોએ બઆલીમ તથા આશ્તારોથને દૂર કરીને કેવળ યહોવાહના સેવા કીધી.
5 અને શમૂએલે કહ્યું, સર્વ ઇસ્રાએલીઓને મિસ્પાહ મધ્યે એકઠા કરો, પછી હું તમારે સારૂ યહોવાહની વિનંતી કરીશ.
6 અને તેઓ મિસ્પાહ મધ્યે એકઠા થયા, ને તેઓએ પાણી કાઢીને યહોવાહ આગળ રેડ્યું, ને તે દિવસે ઉપવાસ કીધો, ને ત્યાં કહ્યું કે, અમે યહોવાહ વિરૂદ્ધ પાપ કીધું છે. અને શમૂએલે મિસ્પાહ મધ્યે ઇસ્રાએલપુત્રોનો ન્યાય કીધો.
7 અને પલિસ્તીઓએ સાંભળ્યું ક, ઇસ્રાએલપુત્રો મિસ્પાહ મધ્યે એકઠા થયા છે, ત્યારે પલિસ્તીઓના સરદાર ઇસ્રાએલીઓ ઉપર ચઢી આવ્યા; ને ઇસ્રાએલપુત્રોએ એ સાંભળ્યું, ત્યારે તેઓ પલિસ્તીઓથી બીધા.
8 અને ઇસ્રાએલપુત્રોએ શમૂએલને કહ્યું કે, આપણા દેવ યહોવાહની આગળ આપણે સારૂ વિનંતી કરવાનું જારી રાખ, કે તે આપણને પલિસ્તીઓના હાથમાંથી છોડાવે.
9 અને શમૂએલે ધાવણું હલવાન લઈને તેનું સકળ દહનીયાર્પણ યહોવાહને કીધું; ને શમૂએલે ઇસ્રાએલીઓને સારૂ યહોવાહની આગળ પોકાર કીધો, ને યહોવાહે તેને ઉત્તર દીધો.
10 અને શમૂએલ દહનીયાર્પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇસ્રાએલ સામે લડાઇ કરવાને પાસે આવ્યા; પણ તે દિવસે યહોવાહે પલિસ્તીઓ ઉપર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજય કીધો; ને તેઓ ઇસ્રાએલીઓ સામે માર્યા ગયા.
11 અને ઇસ્રાએલના માણસો મિસ્પાહમાંથી નિકળ્યા, ને પલિસ્તીઓની પાછળ લાગીને બેથ-કારણી તળેટી સુધી તેઓને મારતા ગયા.
12 ત્યારે શમૂએલે પત્થર લઈને મિસ્પાહ તથા શેનની વચ્ચે ઉભો કીધો, ને તેનું નામ એબેનેઝેર પાડીને કહ્યું કે, અત્યાર સુધી યહોવાહે આપણી સહાય કીધી છે.
13 એમ પલિસ્તીઓ પરાજિત થઈને ફરીથી ઇસ્રાએલની સીમમાં આવ્યા નહિ; ને શમૂએલના સર્વ દિવસોમાં યહોવાહનો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ હતો.
14 અને એક્રોનથી ઠેઠ ગાથ સુધી જે નગરો પલિસ્તીઓએ ઇસ્રાએલ પાસેથી લીધાં હતા, તેઓ ઇસ્રાએલના હાથમાં પાછાં આવ્યાં, ને તેઓની સીમાઓ ઇસ્રાએલે પલિસ્તીઓના હાથમાંથી છોડાવી. અને ઇસ્રાએલીઓ તથા અમોરીઓ વચ્ચે સલાહ હતી.
15 અને શમૂએલે પોતાના આયુષ્યના સર્વ દિવસ ઇસ્રાએલનો ન્યાય કીધો.
16 અને વર્ષોવર્ષ બેથેલ તથા ગિલ્ગાલ તથા મિસ્પાહમાં ને અનુક્રમે જતો હતો; ને તે સઘળે ઠેકાણે ઇસ્રાએલનો ન્યાય કરતો હતો.
17 અને રામાહમાં તે પાછો આવતો હતો કેમકે ત્યાં તેનું ઘર હતું; ને ત્યાં ઇસ્રાએલનો ન્યાય કરતો હતો, ને ત્યાં તેણે યહોવાહને સારૂ વેદી બાંધી.