2 હવે તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું; ને બીજાનું નામ અબીયાહ હતું; બેરશેબામાં તેઓ ન્યાયાધીશ હતા.
3 અને તેના માર્ગોમાં તેના દીકરા ચાલ્યા નહિ; પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા, ને તેઓએ લાંચ લઈને ન્યાયને ઉંધો વાળ્યો.
4 ત્યારે ઇસ્રાએલના સર્વ વડીલો એકઠા થયા, ને શમૂએલ પાસે રામાહ મધ્યે આવ્યા;
5 ને તેઓએ તેને કહ્યું, જો, તું વૃદ્ધ થયો છે, ને તારા દીકરા તારા માર્ગમાં ચાલતા નથી; માટે સર્વ દેશજાતિઓની પેઠે અમારો ન્યાય કરવા સારૂ અમને રાજા ઠરાવી આપ.
6 પણ જયારે તેઓએ કહ્યું કે, અમારો ન્યાય કરવા સારૂ અમને રાજા કરાવી આપ, ત્યારે એ વાતથી શમૂએલએ માઠું લાગ્યું અને શમૂએલે યહોવાહની પ્રાર્થના કીધી.
7 અને યહોવાહે શમૂએલને કહ્યું, લોકો જે સર્વ તને કહે છે તેમાં તેમનું કહેવું તું સાંભળ; કેમકે તેઓએ તને નકાર્યો નથી, પણ મને નકાર્યો છે કે હું તેઓ પર રાજ્ય કરૂં.
8 હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો, તે દિવસથી આજ સુધી જે સર્વ કામ તેઓએ કીધા છે, એટલે મને છોડીને અન્ય દેવોની સેવા કીધો છે, તે પ્રમાણે તેઓ તારી સાથે કરે છે.
9 તો હવે તેઓનું કહેલું સાંભળ, તથાપિ ગંભીર રીતે તેમની આગળ વાંધો કાઢજે, અને તેઓ પર કેવા પ્રકારના રાજા રાજ્ય કરશે તે તેમને બતાવજે.
10 અને શમૂએલે, જે લોકો રાજા માગતા હતા, તેઓને યહોવાહના સર્વ વચનો કહ્યા.
11 અને તેણે કહ્યું, જે રાજા તમારા ઉપર રાજ્ય કરશે તે આવો થશે; તે તમારા દીકરાઓને લઈને તેઓને પોતાના રથોને સારૂ, ને પોતાના સવારો થવા સારૂ રાખશે, ને તેઓ તેના રથ આગળ દોડશે.
12 અને તે પોતાને વાસ્તે તેઓને હજાર હજારના સુબેદારો, ને પચાસ પચાસના સુબેદારોને બનાવશે; ને તે પોતાનાં ખેતરો ખેદ્વાને, ને પોતાની ફસલ કાપવાને, ને પોતાના યુદ્ધશસ્ત્રો, ને પોતાના રથોનો સામાન બનાવવાને કામે લગાડશે.
13 અને તે કંદોયણો, ને રસોઈએણો, ને ભઠિયારણો થવા સારૂ તમારી દીકરીઓ લેશે.
14 અને તમારા ખેતરો, ને તમારી દ્રાક્ષવાડીઓ, ને તમારી જૈતવાડીઓ, એટલે તેઓમાંથી જે ઉત્તમ તે લઈને પોતાના ચાકરોને આપશે.
15 અને તમારા દાણા ને તમારી દ્રાક્ષવાડીઓનો દસમો ભાગ લઈને પોતાના કારભારીઓને તથા પોતાના ચાકરોને આપશે.
16 અને તે તમારા દાસો, ને તમારી દાસીઓ, ને તમારા જુવાનોમાં જે ઉત્તમ, ને તમારાં ગધેડા, એઓને લઈને પતાના કામમાં લગાડશે.
17 તમારાં ઘેટાંનો દશમાંશ તે લેશે, ને તમે તેના દાસો થશો.
18 અને જે રાજા તમે તમારે સારૂં પસંદ કર્યો હશે તેના કારણથી તે દિવસે તમે બૂમ પાડશો, ને યહોવાહ તે દિવસે તમને ઉત્તર આપશે નહિ.
19 અને લોકોએ શમૂએલની વાણી માનવાને ના પાડી; ને તેઓએ કહ્યું, એમ નહિ; પણ અમારે અમારા ઉપર રાજા જોઈએજ;
20 કે અમે પણ સર્વ દેશજાતિઓના જેવા થઈએ, અને અમારો રાજા અમારો ન્યાય કરે, ને અમારી આગળ ચાલે, ને અમારી લડાઈઓ લડે.
21 અને શમૂએલે લોકોનાં સર્વ શબ્દ સાંભળ્યા, ને તેણે તે ય્હોવાહના કાનમાં કહી સંભળાવ્યા.
22 અને યહોવાહે શમૂએલને કહ્યું, તેઓની વાણી સાંભળ, ને તેઓને સારૂ રાજા ઠરાવી આપ. અને શમૂએલે ઇસ્રાએલી માણસોને કહ્યું, તમે પોતપોતાના નગરમાં જાઓ.