1 તો ભાઈઓ, છેલ્લું, પ્રભુ ઇસુમાં તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે ચાલવું ને દેવે પ્રસન્ન કરવો, એ અમારાથી સાંભળ્યું તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ વધારે ને વધારે ચાલતા જાઓ.
2 કેમકે અમે પ્રભુ ઇસુથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો.
3 કારણ એ દેવની ઈચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય કે છિનાળાથી તમે દૂર રહો;
4 કે તમારામાંના હરેક, દેવને ન જાણનારા વિદેશીઓની પેઠે વિષયની ઈચ્છા નહિ,
5 પણ પવિત્રાઈમાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે;
6 કે તે બાબતમાં કોઈ ઉલ્લંઘન કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવા સઘળાને બદલો લેનાર છે, જેમ અમે અગાઉ પણ તમને કહ્યું ને પ્રમાણે આપ્યું તેમ.
7 કેમકે દેવે આપણને અશુદ્ધપણાને સારૂ નહિ, પણ પવિત્રાઈમાં તેડ્યા છે.
8 એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ દેવ જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે, તેનો અનાદર કરે છે.
9 પણ ભાઇ પરની પ્રીતિ વિષે કી તમારા પર લખે, ત=એની તમને કંઈ જરૂર નથી, કેમકે તમે પોતે એક બીજા પર પ્રેમ રાખવાને દેવથી શિખાવેલા છો.
10 અને આખા માકેદોન્યાના સઘળા ભાઈઓ પર તેમ એજ કરો છો; પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે વધારે ને વધારે કરો;
11 ને જેમ અમે તમને આજ્ઞા આપી, તેમ શાંત રહેવાને તથા પોતપોતાનાંજ કામ કરવાને, તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને, તમે યત્ન કરો;
12 એ સારૂ કે બહારનાઓની આગળ તમે સારી રીતે ચાલો, ને તમને કશાની અગત્ય ન રહે.
13 પણ, ભાઈઓ, ઉંઘી ગયલા વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી, એ સારૂ કે બીજા જેઓને આશા નથી તેઓની પેઠે તમે ખેદ ન કરો.
14 જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઇસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો, તો તેમજ ઇસુમાં જેઓ ઉંઘી ગયા તેઓને પણ દેવ તેની સાથે લાવશે.
15 કેમકે પ્રભુની વાતથી અને તમને કહીએ છીએ કે, કે પ્રભુના આવવાની વેળાએ આપણે જે જીવતા રહેનારા તે ઉંઘેલાઓની આગળ જનારા નથી.
16 કેમકે સાદથી, પ્રમુખ્ય દૂતની વાણીથી, તથા દેવના રણશિંગડાથી પ્રભુ પોતે આકાશથી ઉતરશે; ને ખ્રીસ્તમાં જેઓ મુએલા તેઓ પહેલે ઉઠશે.
17 પછી આપણ જીવતા રહેનારા ગગનમાં પ્રભુને મળવા સારૂ તેઓની અઠે વાદળોમાં તણાઈ જઈશું, ને તેમજ સદા પ્રભુની સાથે થઈશું.
18 તો એ વાતોથી એક બીજાને સુબોધ કરો.