1 પણ ભાઈઓ, વખતો તથા સમયો વિષે તમને લખવું એની કંઈ તમને અગત્ય નથી.

2 કેમકે તમે પોતે સારી પેઠે જાણો છો કે, જેમ રાતમાં ચોર એમ પ્રભુનો દિવસ આવે છે.

3 કેમકે જયારે તેઓ કહેશે કે, શાંતિ તથા કુશળતા છે ત્યારે જેમ ગર્ભવતીનું દુઃખ તેમ તેઓ પર અકસ્માત નાશ આવશે, ને તેઓ નહિજ બચશે.

4 પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવે.

5 તમે સઘળા અજવાળાના દીકરા તથા દહાડાના દીકરા છો; આપણે રાત તથા અંધકારનાં નથી.

6 એ માટે બીજાઓની પેઠે આપણે ઉંઘીએ નહિ, પણ જાગીએ તથા સાવધાન રહીએ.

7 કેમકે ઉંઘનારાઓ રાતમાં ઊંઘે છે, ને છાટકા રાતમાં છાટકા થાય છે.

8 પણ આપણે દહાડાના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, ને તારણની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ.

9 કેમકે દેવે આપણને કોપનો સારૂ નહિ, પણ આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તથી તારણની પ્રાપ્તિને સારૂ ડરાવ્યા છે;

10 તે આપણે સારૂ મરણ પામ્યો, જે સારૂ કે આપણે જાગીએ કે ઉંઘીએ તો તેની સંઘાતે જીવીએ.

11 માટે જેમ તમે કરો છો તેમજ અરસપરસ સુબોધ કરો, તથા એકબીજાને સ્થિર કરો.

12 પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારામાં મહેનત કરે છે તથા પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓને તને જાણો;

13 ને તેઓના કામને લીધે પ્રેમમાં તેઓને અતિ ઘણું માં આપો; તમે માહોમાંહે શાંતિમાં રહો.

14 અને ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે અડીએલોને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, અબળોને આધાર આપો, સઘળાની સાથે સહનશીલ થાઓ.

15 જુઓ, કે કોઈ કોઈને ભુંડાઇને બદલે ભુંડાઇ ન વાળે; પણ સદા એક બીજાનું તથા સઘળાનું સારૂં કરવાને યત્ન કરો.

16 સદા હરખાઓ.

17 જાથુ પ્રાર્થના કરો.

18 હરેક વાતમાં ઉપકારસ્તુતિ કરો, કેમકે તમારા વિષે ખ્રીસ્ત ઇસુમાં દેવની મરજી એવીજ છે.

19 આત્માને ન હોલવો.

20 ભવિષ્યવાદોને તુચ્છ ન ગણો.

21 સઘળાંને પારખો, જે સારૂ તે ઝાલી રાખો.

22 હરેક પ્રકારની ભુંડાઈથી દૂર થાઓ.

23 અને શાંતિનો દેવ પોતે તમને પુરા પવિત્ર કરો. અને આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તના આવવા સુધી તમારો આત્મા તથા પ્રાણ તથા શરીર સંપૂર્ણ [તથા] નિર્દોષ રખાઓ.

24 તમારો તેડનાર જે વિશ્વાસુ છે, તે તે કરશે.

25 ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.

26 પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને ક્ષેમ કુશળ કહેજો.

27 હું તમને પ્રભુના સમ ઘાલું છું કે, આ પત્ર સઘળા પવિત્ર ભાઈઓને વાંચી સંભળાવવામાં આવે.

28 આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તની કૃપા તમારા પર થાઓ. આમેન.