1 અને દાઉદે પર્વતના શિખરની પેલી મેર થોડેક ગયો, એટલે જુઓ, મફીબોશેથનો ચાકર સીબા તેને મળ્યો, ને તે જીવ બાંધેલા, તથા બસેં રોટલી, તથા સુકી દ્રાક્ષોની એક સો લૂમો, તથા ઉન્હાળાનાં એક સો ફળ, તથા દ્રાક્ષરસની એક કુંડીથી લાદેલાં બે ગધેડાં સાથે લાવ્યો હતો.
2 અને રાજાએ સીબાને કહ્યું કે, આ સઘળાં વાનાં તુષા માટે લાવ્યો છે? ને સીબાએ કહ્યું કે, ગધેડાં રાજાના ઘરનાંને સવારી કરવા સારૂ; ને રોટલી તથા ઉન્હાળાનાં ફળ જુવાનોને ખાવા; તથા દ્રાક્ષરસ રાનમાં જેઓ થાકે તેઓને સારૂ છે.
3 અને રાજાએ કહ્યું કે, તારા ઘણીનો દીકરો ક્યાં છે? ને સીબાએ કહ્યું કે, જો, તે યરૂશાલેમમાં રહેલો છે; કેમકે તે કહે છે કે, આજ ઇસ્રાએલનું ઘર મારા બાપનું રાજ્ય મને પાછું સોંપશે.
4 ત્યારે રાજાએ સીબાને કહ્યું કે, જો, જે સઘળું મફીબોશેથનું હતું, તે તારૂં છે; ને સીબાએ કહ્યું કે, હું નમસ્કાર કરૂં છું; હે મારા મુરબ્બી રાજા, હું તારી દૃષ્ટિમાં કૃપા પામું.
5 અને દાઉદ રાજા બાહૂરીમ પહોંચ્યો, ત્યારે જુઓ, શિમઇ નામનો એક માણસ, જે ગેરાનો દીકરો હતો, ને શાઉલના સગાંમાંનો હતો, તે અંદરથી બહાર નિકળી આવ્યો; તે શ્રાપ દેતો દેતો આવ્યો.
6 અને તેણે દાઉદ પર, તથા દાઉદ રાજાના સર્વ ચાકરો પર, પત્થર ફેંક્યો; ન સઘળાં લોક તથા સઘળાં યોદ્ધાઓ તેને જમણે હાથે તથા તેને ડાબે હાથે હતા.
7 અને શિમઇએ શ્રાપ દેતાં દેતાં કહ્યું કે, હે ખૂની તથા બલીયઆલના માણસ, જતો રહે, જતો રહે;
8 શાઉલ, કે જેને ઠેકાણે તે રાજ્ય કીધું છે, તેના ઘરનાં સઘળાં રક્તનો બદલો યહોવાહે તારી પાસેથી લીધો છે; ને યહોવાહે રાજ્ય તારા દીકરા આબ્શાલોમના હાથમાં સોંપ્યું છે; ને તારી ભુંડાઇમાં તું પોતે સપડાયો છે; કેમકે તું ખુની માણસ છે.
9 ત્યારે સરૂયાહના દીકરા અબીશાયે રાજાને કહ્યું કે, આ મુએલો કુતરો મારા મુરબ્બી રાજાને શા માટે શ્રાપ દે છે? કૃપા કરી મને જવા દે કે હું તેનું માથું કાપી નાખું.
10 અને રાજાએ કહ્યું કે, હે સરૂયાહના દીકરાઓ, મારે ને તમારે શું લેવા દેવા છે? તે છો શ્રાપ દેતો, કેમકે યહોવાહે તેને કહ્યું છે કે દાઉદને શ્રાપ દે, તો એવું કોણ કહી શકે કે, તેં એમ કેમ કર્યું છે?
11 અને દાઉદે અબીશાયને તથા પોતાના સઘળાં ચાકરોને કહ્યું કે, જુઓ, મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવાને શોધે છે; તો હવે એ બિન્યામીની એ પ્રમાણે કરે એ કેટલું વિશેષ સંભવિત છે? તેને રહેવા દો; તે છો શ્રાપ દે, કેમકે યહોવાહે તેને ફરમાવ્યું છે.
12 કદાપિ યહોવાહ મારા પર ગુજરેલા અન્યાય પર નજર કરશે, ને જે શ્રાપ તે આજ દે છે તેનો સારો બદલો યહોવાહ મને આપશે.
13 અને દાઉદ તથા તેના માણસો માર્ગે માર્ગે ચાલતા હતા, ને શિમઇ સામેના પર્વતની બાજુ પર રહીને તેમની પડખે પડખે ચાલતો હતો, ને તે ચાલતાં ચાલતાં શ્રાપ દેતો હતો, ને તેની ઉપર પત્થર ફેંકતો, તથ્હા ધૂળ નાખતો હતો.
14 અને રાજા તથા તેની સાથેના સર્વ લોક થાકી ગયા,ને તેણે ત્યાં વિસામો લીધો.
15 અને આબ્શાલોમ તથા ઇસ્રાએલના સર્વ લોકો યારૂશાલેમમાં આવ્યા, ને અહીથોફેલ તેઓની સાથે હતો.
16 અને એમ થયું કે, દાઉદનો મિત્ર હૂશાય આર્કી આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે હૂશાયે અબ્શાલોમને કહ્યું કે, “નામદાર રાજા, ઘણું જીવો! નામદાર રાજા ઘણું જીવો.”
17 પરંતુ આબ્શાલોમે તેને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યેની તારી આવી જ વફાદારી છે? તું તારા મિત્ર દાઉદ સાથે શા માંટે ન ગયો?”
18 હૂશાયે તેને જવાબ આપ્યો, “એ શી રીતે બને? જેને યહોવાએ, આ લોકોએ તથા ઇસ્રાએલના સર્વ માંણસોએ પસંદ કર્યો, તેનો જ હું થઈશ, ને તેના જ પક્ષમાં હું રહીશ.
19 વળી, જો હું માંરા ધણીના પુત્રની સેવા ન કરું તો કોની સેવા કરવાનો હતો? મેં આપના પિતાની હજૂરમાં સેવા કરી હતી તેમ તારી હજૂરમાં પણ હું સેવા કરીશ.”
20 પછી આબ્શાલોમે અહીથોફેલને કહ્યું, “હવે આપણે શું કરવું તે વિષે તું મને તારી સલાહ આપ.”
21 અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”
22 તેથી તે લોકોએ મહેલની અગાસી ઉપર માંડવો કર્યો અને સૌ ઇસ્રાએલીઓના દેખતાં તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે સૂતો.
23 તે સમયમાં અહિથોફલની સલાહ દેવનીવાણી જેવીજ માંનવામાં આવતી હતી. દાઉદ અને આબ્શાલોમ પણ અહીથોફેલની સલાહને એ જ પ્રમાંણે માંનતા હતા.