1 અને દાઉદે કહ્યું કે, શું શાઉલાના ઘરનું હજી કોઇ બચી રહ્યું છે, કે હું તેના પર યોનાથાનને લીધે કૃપા દેખાડું?
2 ને શાઉલના ઘરનો સીબા નામે એક ચાકર હતો; ને તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા; ને રાજાએ તેને કહ્યું કે, શું તું સીબા છે? ને તેણે કહ્યું કે, તારો દાસ હું તેજ છું.
3 અને રાજાએ કહ્યું કે, શાઉલના ઘરનું હજી કોઇ નથી રહ્યું કે હું તેને દેવની કૃપા દેખાડું? ને સીબાએ રાજાને કહ્યું કે, યોનાથાનનો એક દીકરો હજી છે, તે પગે લંગડો છે.
4 અને રાજાએ તેને કહ્યું કે, તે ક્યાં છે? ને સીબાએ રાજાને કહ્યું કે, જો, લો-દબારમાં આમ્મીએલના દીકરા માખીરના ઘરમાં તે છે.
5 ત્યારે દાઉદ રાજાએ તેને લો-દબારથી આમ્મીએલના દીકરા માખીરને ઘેરથી તેડી મંગાવ્યો.
6 અને શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથ દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કીધા. અને દાઉદે કહ્યું, મફીબોશેથ. અને તેણે ઉત્તર આપ્યો કે, જો તારો ચાકર હાજર છે!
7 અને દાદુએ તેને કહ્યું કે, બી મા; કેમકે તારા બાપ યોનાથાનની ખાતાર્હું નિશ્ચે તારા પર કૃપા રાખીશ, ને તારા દાદા શાઉલનો સઘળો જાગીર હું તને પાછી આપીશ; ને તું હમેશાં મારી મેજ પર ભોજન કરજે.
8 અને તેણે નમસ્કાર કરીને કહ્યું કે, તારો દાસ કોણ છે, કે મારા સરખા મુએલાં કુતરા ઉપર તું નજર રાખે?
9 પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું કે, શાઉલનું તથા તેના આખા ઘરનું જે કંઈ હતું, તે સઘળું મેં તારા ઘણીના દીકરાને આપ્યું છે.
10 અને તારે તથા તારા દીકરાઓએ તથા તારા ચાકરોએ તેની તરફથી તે જાગીર ખેડવી, ને તેની ઉપજ તારે લાવવી, કે તારા ઘણીના દીકરાને ખોરાકી મળે; પણ તારા ઘણીનો દીકરો મફીબોશેથ તો હમેશાં મારી મેજ પર ભોજન કરશે. અને સીબાને પંદર દીકરા તથા વીસ ચાકર હતા.
11 ત્યારે સીબાએ રાજાને કહ્યું કે, મારા ઘણી રાજાએ પોતાના દાસને જે સઘળી આજ્ઞા કીધી છે, તે પ્રમાણે તારો દાસ વર્તશે. રાજાએ કહ્યું કે, મફીબોશેથ તો રાજાના એક દીકરાની પેઠે મારી મેજ પર જમશે.
12 અને મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો હતો; અને સીબાના ઘરમાં જે રહેતા હતા તે સઘળાં મફીબોશેથના ચાકર હતા.
13 એમ મફીબોશેથ યરૂશાલેમમાં રહ્યો; કેમકે તે હમેશાં રાજાની મેજ પર જમતો હતો; ને તે બન્ને પગે લંગડો હતો.