1 હવે ભાઈઓ, આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તના આવવા તથા તેની પાસે આપણે એકઠા થવા વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે,
2 પ્રભુનો દહાડો જાણે હમણાંજ આવ્યો હોય તેમ તમે એકએક મનમાં ન ધુજો, ને ગભરાઓ ના, આત્માથી નહિ, વાતથી નહિ, ને અમારા [લખેલા] એવા પત્રથી નહિ.
3 કોઈ પ્રકારે કોઈ તમને ન ભુલાવે, કેમકે ત્યાર પહેલાં ધર્મત્યાગ થશે તથા પાપનું માણસ જે વિનાશનો દીકરો, તે પ્રગટ થશે;
4 તે અટકાવીને જે સર્વ દેવ અથવા પૂજ્ય કહેવાય છે તેઓ સામે પોતાને ઉંચો કરે છે, એવો કે પોતે દેવ છે એમ પોતાને દેખડાવતાં દેવના મંદિરમાં દેવ તરીકે બેસે છે.
5 શું તમને યાદ નથી કે, હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી?
6 અને તે પોતાના વખતમાં પ્રગટ થાય, માટે શું અટકાવ કરે છે તે હવે તમે જાણો છો.
7 કેમકે અધર્મનો મર્મ હમણાં અસર કરે છે, પણ જે હાલ અટકાવનાર છે તે વચમાંથી કઢાય ત્યાં સુધી [અટકાવશે];
8 ને ત્યારે તે અધર્મી પ્રગટ થશે, જેમે પ્રભુ ઇસુ પોતાના મુખના શ્વાસથી તેનો સંહાર કરશે તથા પોતાના આવવાના પ્રકાશથી તેનો નાશ કરશે;
9 એટલે તેનો નાશ જેનું આવવું શેતાનના કરાવ્યા પ્રમાણે જુઠાઈનાં સર્વ પરાક્રમ તથા ચિન્હો તથ ચમત્કારો સાથે છે,
10 ને જેઓ નાશ પામે છે તેઓને સારૂ અન્યાયની સર્વ ઠગાઈ સાથે છે, કેમકે તેઓએ પોતાના તારણને અર્થે સત્યની પ્રીતિ પામી લીધી નહિ.
11 અને તે માટે દેવ તેઓમાં ભ્રાંતિની ઉશ્કેરણી મોકલે છે કે, તેઓ તે જૂઠાઈ માને;
12 એ સારૂ કે જેઓએ સત્ય પર વિશ્વાસ કીધો નથી, પણ અન્યાયમાં સંતોષી હતા, તે સઘળા પર દંડ ઠરાવાય.
13 પણ ભાઈઓ, પ્રભુથી પ્રીતિ પામેલા, તમારા વિષે સદા દેવની સ્તુતિ કરવાને અમે બંધાએલા છીએ, કેમકે આત્માના પવિત્રીકરણથી તથા સત્યના વિશ્વાસથી તારણને અર્થે દેવે તમને આરંભથી પસંદ કીધા છે.
14 અને સારૂ તેણે તમને આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તનો મહિમા પામવાને અર્થે અમારી સુવાર્તાથી તેડ્યા છે.
15 માટે, ભાઈઓ, સ્થિર રહો, ને જે સંપ્રદાય તને વાતથી કે અમારા પત્રથી શિખ્યા તે પકડી રાખો.
16 હવે આપણો પ્રભુ ઇસુ ખ્રીસ્ત પોતે તે દેવ આપણો બાપ, જેણે આપણા પર પ્રેમ કીધો, ને સર્વકાળનો દિલાસો ને સારી આશા કૃપાથી આપણને આપ્યાં,
17 તે તમારાં હૃદયને દિલાસો આપો, ને સર્વ સારાં કામમાં તથા વાતમાં તમને સ્થિર કરો.