1 અને એમ થયું કે, અમે તેઓથી જુદાં થયા પછી હંકારીને પાધરે રસ્તે કોસ આવ્યા, ને બીજે દિવસે રોદસ, ને ત્યાંથી પાતરા આવ્યા.

2 અને ફેનીકે જનાર એન વહાણ મળ્યાથી અમે તેમાં બેસીને ઉપડી ગયા.

3 પછી કુપરસ નજરે પડ્યું, એટલે તેને ડાબી ગામ મુકીને અમે સુરિયા ગયા, ને તુરમાં ઉતર્યા; કેમકે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો.

4 અને અમને શિષ્યો મળી આવ્યાથી અમે સાત દિવસ ત્યાં રહ્યા; અને તેઓએ આત્મા [ની સુચના] થી પાઉલને કહ્યું કે, તારે યરુશાલેમમાં પગ મુકવો નહિ.

5 અને તે દિવસો પુરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, બાયડી છોકરાં સુદ્ધાં, શહેર બહાર સુધી અમને વળાવવા આવ્યાં; ને અમે સમુદ્રકાંઠે ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી,

6 ને એક બીજાને ભેટીને અમે વહાણમાં બેઠા, ને તેઓ પાછા ઘેર ગયાં.

7 પછી અમે ટુરથી સફર પુરી કરીને તાલેમાઈસ આવી પહોંચ્યા; ને ભાઈઓને ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા.

8 અને બીજે દિવસે અમે [ત્યાંથી] નીકળીને કાઈસારીઆમાં આવ્યા, ને ફીલીપ સુવાર્તિક જે સાતમાંનો એક હતો તેને ઘેર જઈને તેની સાથે રહ્યા.

9 હવે આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, ને તેઓ ભવિષ્યવાદેણો હતી.

10 અને અમે ત્યાં ઘણા દીવાસ રહ્યા, તેટલામાં અગાબસ નામે એક ભવિષ્યવાદી યહુદાહથી આવ્યો.

11 અને તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, ને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, પવિત્ર આત્મા એમ કહે કે કે, જે માણસનો આ કમરબંધ છે તેને યારુશાલેમમાંના યહુદીઓ આ રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે.

12 અને અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકે પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી.

13 ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમ શું કરવા રડો છો, ને મારું દિલ દુખવો છો? હું to એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારૂ યરુશાલેમમાં મારવાને પણ તૈયાર છું.

14 અને તેણે ન માન્યું, ત્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે થાઓ, એમ કહીને અમે છાના રહ્યા.

15 અને તે દિવસો પછી અમે અમારો સામાન લઇ યરુશાલેમ ગયા.

16 અને શિષ્યોમાંના કેટલાએક કાઈસારીઆથી અમારી ઉતરવાનું હતું તેને સાથે તેડતા આવ્યા.

17 અને અમે યારુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કીધો.

18 અને બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ત્યાં ગયો, ને સઘળા વડીલો હાજર હતા.

19 અને તેણે તેઓને ભેટીને દેવે તેને સેવા વડે વિદેશીઓમાં જે જે કારવ્યું હતું તે વિગતવાર કહી સંભળાવ્યું.

20 અને તેઓએ તે સાંભળીને દેવની સ્તુતિ કીધી, ને તેને કહ્યું કે, ભાઈ, યહુદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તું જુએ છે, ને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમ પાળે છે.

21 અને તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું વિદેશીઓન રહેનાર સર્વ યહુદીઓને મુસા [ના નીયમશાસ્ત્ર]નો ત્યાગ કરવાનું શીખવે છે, ને કહે છે કે, તમારે તમારા છોકરાઓની સુન્નત કરાવવી નહિ, ને રીત રીવાજ પ્રમાણે ચાલવું નહિ.

22 તો શું કરવું? લોકો નિશ્ચે સાંભળશે કે તું આવ્યો છે.

23 માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ માનતા લીધેલી છે;

24 તેઓને લઈને તેઓ સાથે તું પોતાને શુદ્ધ કર, ને તેઓને સારૂ ખરચ કર, ક તેઓ પોતાના માથાં મુંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરતું તું પોતે પણ નીયમશાસ્ત્ર પાળીને રીત સર ચાલે છે.

25 પણ વિદેશી વિશ્વાસીઓ સંબંધી તો અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી,તથા લોહીથી , તથા ગુંગળાઈને મરેલાથી, તથા વ્યભિચારથી દૂર રહે.

26 ત્યારે પાઉલ તે માણસોને લઈને બીજે દિવસે તેઓની સાથે શુદ્ધ થઈને મંદિરમાં ગયો, ને એવું જાહેર કીધું કે તેઓમાંના હરેકને સારૂ અર્પણ ચઢાવવા આવશે ત્યારેજ શુદ્ધિકરણના દિવસો પુરા થશે.

27 અને તે સાત દિવસ પુરા થવા આવ્યા ત્યારે આસિયાના યહુદીઓએ તેને મંદિરમાં જોઇને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખ્યા;

28 અને બૂમ પડી કે, રે ઇસ્રાએલી માણસો, સહાય કરો, જે માણસ સર્વ ઠેકાણે લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સઘળાને શીખવે છે તે આ છે; ને વળી તેણે હેલેનીઓને પણ મંદિરમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.

29 કેમકે તેઓએ એફેસી ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં દીઠો હતો, ને પાઉલ તને મંદિરમાં લાવ્યો હશે એમ તેઓએ ધાર્યું.

30 ત્યારે આખું શહેર ખભળી ઉઠ્યું, ને લોકો દોડીને એકઠા થઇ ગયા, ને તેઓએ પાઉલને પકડીને મંદિરમાંથી કાઢ્યો, ને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.

31 અને તેઓ તેને મારી નાખવાની તજવીજમાં હતા એટલામાં પલટણના સરદારને સમાચાર મળ્યાં કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.

32 અને એકદમ સિપાઈઓને તથા સુબેદારોને લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, ને તેઓએ સરદારને તથા સિપાઈઓને દીઠાં ત્યારે પાઉલને મારવાનું મૂકી દીધું.

33 ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; ને પછી પૂછ્યું કે, એ કોણ છે, ને એણે શું કર્યું છે?

34 ત્યારે લોકોમાંના કોઇએ એક વાત પોકારી, ને કોઈએ બીજી, ને ગડબડના કરણથી તે કંઈ નિશ્ચે જાણી શક્યો નહિ, ત્યારે તેને કિલ્લામાં લઇ જવાની તેણે આજ્ઞા આપી.

35 અને તે પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ઘસારોને લીધે સિપાઈઓને તેને ઉચકી લઇ જવો પાડ્યો;

36 કેમકે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, એને મારી નાખો.

37 ન પાઉલને કિલ્લામાં લઇ જતાં હતાં, એટલામાં તેણે સરદારને કહ્યું કે, મને તારી સાથે બોલવાની રજા છે? ત્યારે તેણે કહ્યું કે, શું તું હેલેની ભાષા જાણે છે?

38 મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખુનીઓનેઉશ્કેરીને ફિતુર કરાવ્યું અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર રાન્માંલાઈ ગયો તે શું તું નથી?

39 પણ પાઉલ કહ્યું કે, હું કીલકીના તાર્સસનો યહુદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; ને હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.

40 અને તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઉભા રહીને લોકોને હાથે ઇસારો કીધો, ને તેઓ પુરેપુરા ચુપ થઇ ગયા, ત્યારે તેણે હેબ્રી ભાષામાં બોલતા કહ્યું,