1 ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુતર તમને આપું છે તે સાંભળો.
2 અને તેને હેબ્રી ભાષામાં બોલતો સાંભળીને તેઓ વધારે છાના રહ્યા; ત્યારે તેણે કહ્યું કે,
3 હું યહુદી માણસ છું, ને કીલકીના તાર્સસમાં જન્મેલો, પણ અ શેહેરમાં ગમાલીએલના ચરણમાં ઉછરેલો, ને અપના પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, ને તમે સર્વ જેવા આજ દેવ વિષે આવેશી છો તેવો હું પણ હતો.
4 અને હું આ માર્ગના પુરુષોને તેમજ સ્ત્રીઓને બાંધીને તથા બન્દીખામાંના નાખીને મરણ સુધી સતાવતો હતો.
5 અને પ્રમુખ્ય યાજક તથા આખા વડીલ વર્ગ [એ વિષે] મારા શાહેદી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્ક જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા દેવા સારૂ યરુશાલેમમાં લાવું.
6 અને ચાલતાં ચાલતાં હું દમસ્ક પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાન્હે મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો.
7 ત્યારે હું ભોંય પર પડી ગયો, ને મારી સાથે બોલતી એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
8 ત્યારે મેં ઉત્તર દીધો કે, પ્રભુ, તું કોણ છે? ને તેણે મને કહ્યું કે, હું ઇસુ નાઝારી છું, જેને તું સતાવે છે.
9 અને મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો to ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી.
10 ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? ને પ્રભુએ મને કહ્યું કે, ઉઠીને દમસ્ક જ, ને જે સઘળું તારે કરવાનું ઠરાવેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે.
11 અને તે પ્રકાશના તેજના કારણથી હું દેખી શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કમાં આવ્યો.
12 અને અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને ધોરણે સુભક્ત હતો અને જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહુદીઓ સારૂ બોલતા હતા.
13 તે મારી પાસે આવ્યો, ને તેને મારે પડખે ઉભા રહીને મને કહ્યું કે, ભાઈ શાઉલ તું દેખતો થા. અને તેજ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
14 પછી તેને કહ્યું કે, આપણા પૂર્વજોના દેવે એ માટે તેને પસંદ કીધો છે કે, તું તેની ઈચ્છા જાણે, ને તે ન્યાયીને જુએ, ને તેના મ્હોની વાણી સાંભળે.
15 કેમકે જે તે જોયું છે, ને સાંભળ્યું કે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેનો શાહેદી થશે.
16 અને હવે તું કેમ ઢીલ કરે છે? ઉઠ ને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસમાં લે, ને તારાં પાપ ધોઈ નાખ.
17 પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો ને મંદિરમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઇ ગયો,
18 અને [પ્રભુએ] અને દર્શન દેતા કહ્યું કે, ઉતાવળ કર, ને યરુશાલેમથી વહેલો નીકળ, કેમકે મારા વિષે તારી શાહેદી તેઓ માનશે નહિ.
19 ત્યારે મેં કહ્યું કે, પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું બંદીખાનામાં નાખતો હતો, અને હરેક સભાસ્થાનમાં તેઓને મારતો હતો;
20 ને તારા શાહેદ સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઉભો હતો, ને તેમાં રાજી હતો, ને તેના મારી નાખનારાઓના લુગડાં હું સાચવતો હતો.
21 ત્યારે તેણે મને કહ્યું કે, તું ચાલ્યો જા, કેમકે હું તને અહિથીવેળગે વિદેશીઓની પાસે મોકલી દઈશ.
22 અને તેઓએ આટલે સુધી તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમકે એ જીવવા યોગ્ય નથી.
23 અને તેઓ બૂમ પાડતા, તથા પોતાનાં લુગડાં નાખી દેતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;
24 ત્યારે સરદાર તેને કીલ્લામાં લાવવાની આજ્ઞા કીધી, ને તેઓએ શા કરણ માટે તેની સામે એવી બૂમ પાડી,તે જાણવા સારૂ તેને કોરડા મારીને તજવીજ કરવાનું ફરમાવ્યું.
25 અને તેઓએ તેને વાધરીઓથીબાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઉભેલા સુબેદારને કહ્યું કે, જે માણસ રૂમી છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેં તમારે કોરડા મારવા શું કાયદેસર છે?
26 અને સુબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, તું શું કરવા માગે છે? એ માણસ to રૂમી છે.
27 ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, મને કહે, તું શું રોમી છે? ને તેને કહ્યું, હા.
28 ત્યારે સરદારે ઉત્તર દીધો કે, મોટી રકમ આપીને આ વતનીપાણાનો હક મેં ખરીદ્યો છે. પણ પુલે કહ્યું, હું to જન્મથી [વતની] છું.
29 ત્યારે જેઓ તેની તજવીજ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મુકીને ગયા; ને તે રૂમી છે, એ જાણ્યાથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ બીધો.
30 અને યહુદીઓ શા માટે તેના પર દોષ મુકે છે એ ખચિત જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેના બંધનો છોડ્યો; ને મુખ્ય યાજકોનેતથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી પાઉલને લાવીને તેઓની આગળ ઉભો રાખ્યો.