1 અને ઇબ્રામ નવ્વાણું વર્ષનો થયો, ત્યારે યહોવાહે ઇબ્રામને દર્શન આપ્યું, ને તેને કહ્યું, સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ, ને પરિપૂર્ણ થા.
2 અને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ, ને તેને ઘણોજ વધારીશ.
3 અને ઇબ્રામ ઉંઘો પડ્યો, ને દેવે તેની સાથે બોલતા કહ્યું,
4 જો, તારી સાથે મારો કરાર છે, ને તું ઘણી દેશજાતિઓનો બાપ થશે
5 અને હવે પછી તારું નામ ઇબ્રામ નહિ કહેવાશે, પણ ઈબ્રાહીમ એવું તારું નામ થશે; કેમકે મેં તને ઘણી દેશજાતિઓનો બાપ કર્યો છે.
6 અને હું તને અતિશય સફળ કરીશ, ને તારાથી હું દેશજાતિઓને પેદા કરીશ, ને તારામાંથી રાજાઓ ઉત્પન્ન થશે.
7 અને તારો દેવ તથા તારા પછીના તારા વંશનો દેવ થવા સારું, હું મારો કરાર, સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દર પેઢી તારા પછીના તારા વંશની વચ્ચે કરીશ.
8 જે દેશમાં તું પ્રવાસ કરે છે, એટલે આંખો કનાન દેશ તે હું તને ને તારા પછીના તારા વંશને સદાનું વતન થવા સારું આપીશ;
9 અને દેવ ઈબ્રાહીમને કહ્યું કે, તું તો મારો કરાર પાળ, એટલે તું તથા તારા પછીના તારો વંશ પેઢી દરપેઢી પાળો.
10 મારી તથા તારી વચ્ચે, ને તારા પછી તારા વંશ વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એજ, કે તમારામાંનો જે દરેક પુરુષ તેની સુનત થવી.
11 અને તમારે તમારી ચામડીની સુનત કરાવવી, ને એ મારી તથા તમારી વચ્ચેના કરારની નિશાની થશે.
12 અને તમારામાં આઠ દિવસના હરેક છોકરાની, એટલે તમારી પેઢી દરપેઢી હરેક નાર બાળક જે તમારા ઘરમાં જન્મ્યો હોય તેની, અથવા કોઈ પરદેશી પાસેથી પૈસે વેચાતો લીધો હોઈ, કે જે તમારા વંશનો ન હોય, તેની પણ સુનત કરવી.
13 જે તારા ઘરમાં જન્મેલો હોય, તેની સુનત જરૂર કરવી; ને મારો કરાર તમારા માંસમાં સનાતન કરારને સારું રહેશે.
14 અને સુનત વગરનો પુરુષ જેની ચામડીની સુનત કરવામાં આવી નહિ હોય, તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે, તેણે મારો કરાર તોડ્યો છે.
15 પછી દેવે ઈબ્રાહીમને કહ્યું કે, તારી બાયડીનું નામ સારાય ન કહે, પણ સારાહ તેનું નામ થશે.
16 અને હું તેને આશીર્વાદ દઈશ, ને હું તને તેને પેટે દીકરો આપીશ; હું ખચિત તેને આશીર્વાદ દઈશ, ને તે દેશજાતિઓના માતા થશે, ને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.
17 અને ઈબ્રાહીમ ઉંધો પડીને હસ્યો, ને મનમાં બોલ્યો, જે સો વર્ષનો તેને શું દીકરો થશે? ને નેવું વર્ષની સારાહ તે જણશે શું?
18 અને ઇબ્રાહીમે દેવને કહ્યું કે, ઈશ્મએલ તારી સમ્મુખ જીવતો રહે તો બસ.
19 અને દેવે કહ્યું કે, તારી બાયડી સારાહ ખચિત તારી વાસ્તે દીકરો જણશે, ને તું તેનું નામ ઇસ્હાક પાડશે ને તેની સાથે તેના પછીના તેના વંશને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કરીશ.
20 અને ઈશ્માએલ વિશે મેઈન તારું સાંભળ્યું છે; જો, મેં તેને આશીર્વાદ દીધો છે, ને હું તેને સફળ કરીશ, ને તેને અતિ ઘણો વધારીશ; તે બાર શેખને જન્મ દેશે, ને હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ.
21 પણ ઇસ્હાક જેને આવતા વર્ષમાં ઠરાવેલે વખતે સારાહ તારે સારું જણશે તેની સાથે હું મારો કરાર સ્થાપીશ.
22 પછી દેવ ઈબ્રાહીમની સાથે વાત પૂરી કરીને તેની પાસેથી ગયો.
23 અને ઇબ્રાહીમે પોતાના દીકરા ઈશ્માએલને તથા પોતાના ઘરમાં જે સર્વ જન્મેલાં, તથા પોતાને પૈસે જે સર્વ વેચાતાં લીધેલા, એવા ઈબ્રાહીમના ઘરના માણસોમાંના હરેક નારને લઈને, જેમ તેને દેવે કહ્યું હતું તેમ, તેજ દહાડે તેઓની સુનત કરી.
24 અને ઈબ્રાહીમની સુનત થઇ, ત્યારે તે નવાણું વર્ષનો હતો.
25 અને તેના દીકરા ઈશ્માએલની સુનત થઇ ત્યારે તે તેર વર્ષનો હતો.
26 તે ને તેજ દહાડે ઈબ્રાહીમની તથા તેના દીકરા ઈશ્માએલની સુનત થઇ.
27 અને તેના ઘરના માણસો જેઓ ઘરમાં જન્મેલાં તથા પરદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા તેઓની સુનત તેની સાથે થઇ.