1 અને યાકૂબે પોતાની આંખો ઉંચી કરીને જોયું, ને જુઓ, એસાવ તથા તેની સાથે ચારસે માણસ આવે છે. ત્યારે તેણે લેઆહને તથા રાહેલને તથા બે દાસીઓને છોકરાં વહેંચી આપ્યા.
2 અને તેણે દાસીઓને તથા તેઓના છોકરાઓને આગળ રાખ્યાં; પછી લેઆહ તથા તેનાં છોકરાં; ને છેલ્લાં રાહેલ તથા યુસફ.
3 અને તે પોતે તેઓની આગળ ચાલ્યો, ને પોતાના ભાઈની પાસે આવ્યો ત્યાં સુધીમાં પોતે સાત વાર જમીન સુધી નમીને દંડવત કીધા.
4 અને એસાવ તેને મળવાને દોડ્યો, ને તે તેને ભેટયો, ને તેની કોટે વળગીને તેને ચૂમ્યો, ને તેઓ રડ્યા.
5 અને તેણે પોતાની આંખો ઉંચી કરીને બાયડીઓને તથા છોકરાને દીઠાં; ને કહ્યું, આ તારીસાથે કોણ છે? ને તેણે કહ્યું કે, દેવે કૃપા કરીને તારા દાસને છોકરાં આપ્યા છે તે.
6 અને દાસીઓ તથા તેઓના છોકરાં તેની પાસે આવ્યા ને દંડવત કીધાં.
7 લેઆહ તથા તેના છોકરાં પણ પાસે આવ્યા ને દંડવત કીધા; પાછો યુસફ તથા રાહેલ પાસે આવ્યાં ને દંડવત કીધા.
8 અને તેણે કહ્યું, આ જે સર્વ ટોળા મને સામાં મળ્યાં, તેમાં તારો શો હેતુ છે? ને તેણે કહ્યું, માર મુરબ્બીની નજરમાં કૃપા પામવા સારૂ છે.
9 ત્યારે એસાવ બોલ્યો, મારા ભાઈ, મને બહુ છે, તારું જે છે તે તું પોતેજ રાખ.
10 અને યાકૂબે કહ્યું કે, એમ નહિ, જો હમણાં હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં to કૃપા કરી મારા હાથથી મારી ભેંટ સ્વીકાર, કેમકે જાણે કે દેવનું મો જોયું હોય તેમ મેં તારું મો જોયું છે, ને તું મારા પર પ્રસન્ન થયો છે.
11 મારી જે ભેંટ તારી પાસે આણી છે તે કૃપા કરી લે; કેમકે દેવે મારા ઉપર કૃપા કરી છે, ને મારી પાસે પુષ્કળ છે; ને તેણે તેને આગ્રહ કીધો, ને તેણે તે લીધી.
12 અને તેણે કહ્યું કે, ચાલો, રસ્તે પડીએ, ને હું તારી આગળ ચાલીશ.
13 અને તેણે તેને કહ્યું, મારો મુરબ્બી જાણે છે કે છોકરાં કુમળા છે, ને દુઝણી બકરીઓ તથા ઢોરો મારી સાથે છે, જો તેઓને એક દહાડો પણ લાંબી મજલે હાંકશે to સર્વ ટોળા મરી જશે.
14 માટે મારા મુરબ્બી, તારા દાસની આગળ જા, ને હું સેઈરમાં મારા મુરબ્બી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે ઢોર મારી આગળ છે તેઓ તથા છોકરાં ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.
15 અને એસાવે કહ્યું, મારી સાથેના લોકોમાંથી થોડા તારી પાસે હું મુકું, ને તેણે કહ્યું, શા સારૂ? હું તારી નજરમાં કૃપા પામું [તે બહુ છે].
16 પછી તે દહાડે એસાવ સેઈર જવાને પાછો ફર્યો.
17 ત્યારે યાકૂબે સુક્કોથમાં ચાલતો આવ્યો, ને તેણે પોતાને સારૂ ઘર બાંધ્યું, ને તેનાં ઢોરને સારૂ માંડવા કીધા, એ માટે તે જગ્યાનું નામ સુક્કોથ પાડ્યું.
18 અને યાકૂબ પદ્દાનારામમાંથી આવતાં કનાન દેશના શખેમ સુધી સહી સલામત આવ્યો, ને શહેરની સામા તંબુ તાણ્યો.
19 અને જે જમીનના કકડામાં તેણે પોતાનો તંબુ તાણ્યો હતો, તે તેણે શખેમના બાપ હમોરના દીકરાઓની પાસેથી સો રૂપયાએ વેચાતો લીધો.
20 ને ત્યાં તેણે વેદી બાંધી, ને તેનું નામ એલ-એલોહે-ઇસ્રાએલ પાડ્યું.