1 અને લેઆહની દીકરી દીનાહ જે તેને યાકૂબથી થઇ હતી, તે તે દેશની બાયડીઓને મળવા નીકળી.

2 અને હમોર હિવ્વી જે દેશનો સરદાર હતો તેના દીકરા શખેમે તેને દીઠી, ને તેને લીધી, ને તેની સાથે સુઈને તેની આબરૂ લીધી.

3 અને યાકૂબની દીકરી દીનાહ પર તેનું દિલ ચોંટી ગયું, ને તેણે છોડી પર પ્રેમ કીધો, ને તે છોડીની સાથે હેતથી બોલ્યો.

4 અને શેખેમે પોતાના બાપ હમોરને કહ્યું કે, આ છોડીની સાથે મારું લગ્ન કરાવી આપ.

5 અને યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાહની તેણે આબરૂ લીધી છે; ને તેના દીકરા ખેતરમાં ઢોરોની પાસે હતા, ને તેઓના આવ્યા સુધી યાકૂબ છાનો રહ્યો.

6 અને શખેમનો બાપહમોર યાકૂબની સાથે વાતચિત કરવાને તેની પાસે ગયો.

7 અને યાકૂબના દીકરાઓ એ સાંભળીને ખેતરમાં આવ્યા; ને તેઓએ શોક કીધો, ન તેઓને બહુ રોષ ચઢ્યો, કેમકે તેણે યાકૂબની દીકરી અઠે સુઈને ઇસ્રાએલમાં મૂર્ખપણું કીધી હતું; એ કામ કરવું અણઘટતું હતું.

8 અને હમોર તેઓની સાથે વાતચિત કરીને બોલ્યો કે, મારા દીકરા શખેમનો જીવ તમારી દીકરી પર મોહિત થયો છે, કૃપા કરી તેને તેની વેરે પરણાવો.

9 અને આપણે અરસપરસ વિવાહ કરીએ, એટલે તમારી દીકરીઓ અમને આપો, અને મારી દીકરીઓ તમે પોતાને સારૂ લો;

10 અને અમારી સાથે તમે રહો; દેશ તમારી આગળ છે, તેમાં તમે રહો, ને વેપાર કરો, ને તેમાં માલમિલકત મેળવો.

11 અને શેખેમે તેણીના બાપ તથા તેનીનાભૈઓને કહ્યું કે, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામું, to તમે મને જે કહેશો તે હું આપીશ.

12 તમે મારી પાસે પલ્લું તથા બક્ષીશ ગમે તેટલાં માગો, ને જે તમે મને કહેશો, તે પ્રમાણે આપીશ; પણ એ છોકરી મને બાયડી થવા સારૂ આપો.

13 અને તેઓની બહેન દીનાહની તેણે આબરૂ લીધી હતી, તે માટે યાકૂબના દીકરાઓએ શખેમ તથા તેના બાપ હમોરને કપટથી ઉત્તર આપ્યો.

14 અને તેઓએ તેઓને કહ્યું, જે માણસ સુનતી ન થયો હોય તેને અમારી બહેન આપવી, એ કામ અમે કરી નથી શકતા, કેમકે તેથી અમારૂં અપમાન થાય.

15 કેવળ આ શરતે અને તમારું માનીએ, કે તમારાં સર્વ પુરુષો અમારા જેવા સુનતી થાય.

16 પછી અમે અમારી દીકરીઓ તમને આપીએ, ને તમારી દીકરીઓ અમે લઈએ, ને તમારામાં અમે રહીએ, ને આપણે એક લોક થઈએ.

17 પણ જો સુનતી થવા વિષે તમે અમારૂં ન સાંભળો, to અમે પોતાની કન્યાને લઈને ચાલ્યા જઈશું.

18 અને તેઓની વાત હમોર તથા હમોરના દીકરા શખેમને સારી લાગી.

19 અને તે જુવાને તે પ્રમાણે વાર ન લગાડી, કેમકે તે યાકૂબની દીકરી પર મોહિત થયેલો હતો; ને તે પોતાના બાપના ઘરમાં સર્વ કરતા માનિતો હતો.

20 પછી હમોર તથા તેનો દીકરો શખેમ પોતાના નગરની ભાગળમાં આવ્યા, ને પોતાના નગરના માણસો સાથે વાતચિત કરીને કહ્યું,

21 આ માણસો આપણી સાથે સંપીલા રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા ડો, ને વેપાર કરવા ડો; કેમકે જુઓ, દેશ તેઓની આગળ વિશાળ છે, આપણે તેઓની દીકરીઓ લઈને, ને આપણી દીકરીઓ તેઓને આપીએ.

22 પણ કેવળ આ શરતે તેઓ આપણી સાથે રહેવા તથા એક લોક થવાને રાજી થશે, કે જેમ તેઓમાંના હરેક પુરુષની સુનત કરાય છે, તેમ આપણી સુનત પણ કરાય.

23 તેઓના ટોળા તથા તેઓની સંપતિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણા નહિ થાય? કેવળ આપણે તેઓનું માનીએ એટલે તેઓ આપણા મધ્યે રહેશે.

24 અને જેઓ શહેરની ભાગળે નીકળતા હતા તે સઘળાએ હમોર તથા તેના દીકરા શખેમની વાત માની લીધી, ને તેના શહેરની ભાગળે જનારા સર્વ પુરુષોની સુનત કરાવી.

25 અને ત્રીજે દહાડે એમ થયું, કે તેઓ દુઃખી હતા, ત્યારે યાકૂબના બે દીકરા શિમઓન તથા લેવી જે દીનાહના ભાઈઓ હતા તેઓ એકેક પોતાની તરવાર લઈને નગર પર ઓચિંતા આવ્યા, ને સર્વ પુરુષોને મારી નાખ્યા.

26 અને તેઓએ હમોરને તથા તેના દીકરા શખેમને તરવારની ધારથી મર્યા, ને શખેમના ઘેરથી દીનાહને લઇ ગયા.

27 યાકૂબના દીકરાઓએ મારી નાખેલા લોકો પર આવીને નગર લૂટ્યું, કેમકે તેઓએ તેઓની બહેનને અશુદ્ધ કીધી હતી.

28 તેઓએ તેઓના ઘેંટા બકરાં તથા તેઓના ઢોર તથા તેઓના ગધેડાં તથા નગરમાં તથા ખેતરમાં જે હતું તે લઇ લીધું.

29 અને તેઓનું સર્વ દ્રવ્ય તથા તેઓના સર્વ બાળકો ને તેઓની બાયડીઓ લઇ લીધાં, ને જે કઈ ઘરમાં હતું તે પણ લૂટી લીધું.

30 અને શિમઓનને તથા લેવીને યાકૂબે કહ્યું, તમે મને દેશના રહેનારાઓમાં એટલે કનાનીઓ તથા પરિઝીઓમાં ધિક્કારપાત્ર કરાવ્યાથી મને કાયર કર્યો છે; ને મારા માણસ થોડા છે માટે તેઓ મારી સામા એકઠો થશે, અને મને મારશે, ને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાંનો

31 અને તેઓએ કહ્યું, તેઓ કસબેણની સાથે વર્તે તેમ અમારી બહેન સાથે વર્તે શું?